તમારી પ્લેટમાંથી મીઠા લીમડા નાં પાન સાઈડ માં મુક્યા વિના ચાવીને ખાજો તો તમને થશે આ લાભ

મીઠો લીંબડા ના પાંદડામાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેને કઢી પત્તા નામથી પણ ઓળખવા માં આવે છે. આનો ઉપયોગ વધારે દક્ષીણ ભારતમાં કરાતો હતો પરંતુ આજકાલ આ દરેક રસોડામાં મસાલાના રૂપમાં ઉપયોગ કરાય છે. મીઠા લીમડાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવામાં કરાય છે. પણ અમે તમને જણાવીશું આના અદભુત ફાયદા એટલે હવે તમારી પ્લેટમાં કઢીના પાંદડાને છોડ્યા વગર ચાવીને ખાજો.

મીઠા લીંબડા નાં પાંદડા આપણા ખાવાના સ્વાદને તો વધારે જ છે, સાથે જ આ પણ શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી પણ દૂર રાખવામાં મદદ કરે છે. મીઠા લીમડામાં લોહતત્વ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઘણા પ્રકારના વિટામિન હોય છે જે શરીરને એનિમિયા, હાઈ બીપી, મધુમેહ વગેરે રોગોથી બચાવવામાં મદદ કરે છે.

તેના સિવાય કઢીના પાંદડા વિટામિન B2, B6 અને B9 ની ભરપૂર માત્રા હોય છે જેનાથી આપણા વાળ કાળા, ઘાટા અને મજબૂત બને છે.

મીઠા લીંબડા નાં પાંદડાંના ફાયદા બચાવશે હૃદયની બીમારીથી

મીઠા લીંબડા નાં પાંદડામાં આપણા શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનો ગુણ હોય છે. જેનાથી આપણે હૃદયની બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. કદાચ તમે જાણો છો કે શરીરના ઓક્સિડેટીવ કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલને બનાવવામાં મદદ કરે છે જેનાથી હૃદય નાં હુમલાનો ખતરો વધે છે.

મીઠા લીંબડા નાં પાંદડામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે કોલેસ્ટ્રોલનું ઓક્સિકરણ થવાથી રોકી દે છે જેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી સકતી નથી. આ રીતે આ આપણને હૃદય સંબંધિત મુશ્કેલીઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

કઢી ના પાંદડા વાળ માટે

મીઠા લીંબડા નાં પાંદડા વાળ માટે ખુબ ફાયદાકારક છે. મીઠા લીમડા ની ઉપયોગ આપણા વાળની જળ ને મજબૂત બનાવવા, કાળા બનાવવા, ખરતા રોકવા, અને વાળને રૂસીથી બચાવવા માટે પણ કરાય છે.

મીઠા લીંબડા નાં પાંદડા નું હેર ટોનિક બનાવવા માટે પાંદડાને એટલું ઉકાળો કે તે પાણીમાં ભળી જાય અને પાણીનો રંગ લીલો થઇ જાય. આ ટોનિકને 15-20 મિનિટ સુધી પોતાના માથા ઉપર લગાવો. અઠવાડિયામાં બે વખત તેનાથી વાળોની માલીસ કરવાથી વાળ ને ઘણો ફાયદો થશે.

તેના સિવાય, અડધો કપ પાંદડાને દહીં સાથે વાટી લો અને તે મિશ્રણને પોતાના વાળ પર લગાવો, અને થોડી મિનિટ પછી ધોઈ  લો.

મીઠા લીંબડા નાં પાંદડાનો લાભ વજન ઘટાડવામાં – curry leaves for weight loss in gujarati

ઉપર તમે મીઠા લીમડા ના કેટલાય સ્વાસ્થ્ય લાભોના વિષે જાણ્યું પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આ આપણા વજનને પણ ઓછું કરવામાં મદદ કરે છે. કઢીના પાંદડામાં રહેલા ફાઈબરની માત્રા, આપણા શરીરમાં રહેલા વધારાની ચરબી અને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. મીઠા લીંબડા નાં પાંદડાને
ખાવાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેથી હવેથી તમારી પ્લેટમાં મીઠા લીંબડા નાં પાંદડાને બહાર સાઈડ માં રાખવા ને બદલે વજન ઘટાડો.

મીઠા લીંબડા નાં પાંદડાંના ફાયદા એનિમિયાથી બચવા – curry leaves for anemia in gujarati

એનિમિયા, શરીરમાં માત્ર લોહીની ઉણપને કારણે થતો નથી. પરંતુ જયારે શરીરમાં આયરન શોસાઈ જાય અને આનો સાચી રીતે ઉપયોગ કરવાની શક્તિ ઓછી થઇ જાય છે ત્યારે પણ આપણને એનિમિયા થવાનો ખતરો વધી જાય છે. આ રોગથી છુટકારો મેળવવા માટે મીઠા લીંબડા નાં પાંદડા ખુબ જ ફાયદાકારક હોય છે. આમ આયરન અને ફોલિક એસિડની માત્રા વધુ જોવા મળે છે.

આપણા શરીરમાં ફોલિક એસીડ, આયરનને શોષવામાં મદદ કરે છે અને આયરન લોહીની ઉણપને પુરી કરવામાં મદદ કરે છે. તેથી જો તમે એનિમિયાથી પીડિત છો તો એક ખજૂર અને ત્રણ મીઠા લીમડા નાં પાન દરરોજ સવારે ખાલી પેટે ચાવીને ખાવ. તેનાથી શરીરમાં આયરન સ્તર વધે છે અને એનિમિયા થવાનો ખતરો ઓછો થાય છે.

મીઠા લીંબડા નાં પાંદડાનો લાભ મધુમેહ માટે – curry leaves for diabetes in gujarati

મીઠા લીંબડા નાં પાંદડામાં ઘણા પ્રકારના એન્ટી-ડાયબિટીક એજેન્ટ હોય છે જે શરીરમાં ઇંસુલિનની ગતિવિધિને પ્રભાવિત કરીને લોહીમાંથી સુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. તેના સિંવાય કઢીના પાંદડામાં આવેલ ફાઈબરની માત્રા પણ સુગરના રોગીઓ માટે ફાયદાકારક છે. તેથી દરરોજ સવારે ખાલી પેટે કઢીના પાંદડાનું સેવન કરવાનું શરુ કરો અને મધુમેહથી છુટકારો મેળવો.