મોતીની ખેતી કરીને લાખો કમાય છે આ ખેડૂત, જાણો તમે કેવી રીતે ઉત્પન કરી શકો આ રત્ન

રાજસ્થાન ના ગામ ખડબ ના ઢાણી બામણા વાલા ના સત્યનારાયણ યાદવ તેમની ધર્મપત્ની સંજના યાદવ ગ્રામ્ય વિસ્તારમાં સીપ મોતી ઉછેર ની ખેતી કરીને સ્વરોજગાર વિભાગને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેના માટે તેમણે આઈસીએઆર ભુવનેશ્વર ઓરિસ્સા માં 15 દિવસ તાલીમ પછી પોતાના ઢાણી માં સ્વરોજગાર માટે સીપ મોતી ની ખેતી કરવા લાગ્યા. તેમણે તાલીમ પછી પોતાના ઘરમાં જ માત્ર 10 હજાર રૂપિયાના રોકાણ થી તેની શરૂઆત કરી. જેનાથી આજે તે દર મહીને 20-25 હજાર રૂપિયા ની આવક મેળવી લે છે.

જાણો કેવી રીતે થાય છે આ ખેતી…

સત્યનારાયણ યાદવે આજુ બાજુના રાજ્યોમાં આસામ, મધ્યપ્રદેશ, જમ્મુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોના લોકો તાલીમ માટે આવે છે. અત્યાર સુધી તે 150 વિદ્યાર્થીઓને તાલીમ આપી ચુક્યા છે. તેમણે જણાવ્યું કે મોતી ઉછેર માટે પાણી કે હોજ બનાવવામાં આવે છે. સર્જરી માટે સર્જીકલ ટુલ્સ, ડાઈટ (ઠપ્પા) સીપ માટે ભોજન અને અઠવાડિયામાં માત્ર એક બે વખત જ સંભાળવું પડે છે.

મોતી શું હોય છે

જુના સમયથી જ મોતી નો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવે છે. મોતી એક કુદરતી રત્ન છે જે સીપ માં બને છે. ભારતીય બજારોમાં તેની માંગ વધતી જોઈ આંતરરાષ્ટ્રીય બજારો દ્વારા તેની આપૂર્તિ કરવામાં આવે છે. કુદરતી રીતે જ એક મોતીનું નિર્માણ ત્યારે થાય છે જયારે એક ભારે કણ જેવી રેતી, જીવાણું વગેરે કોઈ સીપ ની અંદર ઊંડાણમાં પ્રવેશ કરી જાય છે કે અંદર નાખવામાં આવે છે અને સીપ તેને બહાર નથી કાઢી શક્તિ જેના કારણે સીપમાં ખુચવાનું શરુ થાય છે આ ખુચવાને લીધે સીપ પોતાનામાંથી રસ (લાળ જેવું લીક્વીડ) સ્ત્રાવ કરે છે.

જે એક જીવડું કે રેતી ના કણ ઉપર જમા થઇ જાય છે જે ચમકદાર હોય છે આવી રીતે તે કણ કે રેતી ઉપર ઘણા પડ જમા થતા રહે છે આ સરળ પદ્ધતિને કુદરતી મોતી ઉત્પાદન માં ઉપયોગ કરવામાં આવે છે. અને તે કેલ્શિયમ કાર્બોનેટ, જૈવિક પદાર્થો પાણી થી બનેલા હોય છે.

આવી રીતે કરવામાં આવે છે ખેતી

ખેતી શરુ કરતા પહેલા તળાવ કે હોજ માં સીપોને ભેગા કરવાના હોય છે ત્યાર પછી નાની એવી શીપમાં શલ્ય ક્રિયા ઉપરાંત તેની અંદર 4 થી 6 MM ઘેરાવા વાળા સામાન્ય ડીઝાઈનર બીડ જેવા ગણેશ, બુદ્ધ, ઓમ, સ્વાસ્તીકા વાળી ડીઝાઈન કરવામાં આવે છે પછી સીપને બંધ કરી દેવામાં આવે છે. લગભગ 8 થી 10 મહિના પછી સીપને ચીરીને ડીઝાઈનર મોતી કાઢી લેવામાં આવે છે.

જીવતા સિપમાંથી મોતી મેળવી લેવામાં આવે છે અને મેળવ્યા પછીથી પણ તે મહત્વપૂર્ણ રહે છે જેમાંથી ગોટા, ગુલદસ્તા, મુખ્ય દરવાજા ઉપર લગાડવામાં આવતા સુશોભિત ઝુમ્મર, સ્ટેન્ડ, ડીઝાઈન વાળા દીવા વગેરે તૈયાર કરાય છે અને તેના કવર ને આયુર્વેદિક ઉપયોગ માટે બજારમાં વેચવા માટે મોકલવામાં આવે છે. તેનાથી તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે જે ખુબ કિંમતી હોય છે.

લોકોને કરી રહ્યા જાગૃત

સત્યનારાયણ યાદવે જણાવ્યું કે સીપ ને કેરળ, ગુજરાત, ગંગાજી, હરિદ્વાર જેવી જગ્યાએ થી લાવીને તેનો ઉછેર કરીએ છીએ. અત્યારે અહિયાં ત્રણ જાતની ખેતી કરવામાં આવી રહી છે જેમાં લકીલેન્ડેસ માર્ગીનેલીસ, લેમીહેન્ડેસ કોરીયન્સ અને પેરેસિયા કારુંગાટા જેવી જાતની ખેતી કરવામાં આવી રહી છે.

સત્યનારાયણ યાદવે જણાવ્યું કે નારેહડા સહાયક અધિકારી કાર્યાલય થી સુપરવાઈઝર રાજકુમાર રમેશ મીણા એ સીપ મોતી ઉછેર ની ખેતી જોઇને લોકોને ઓછા રોકાણ માં વધુ નફા માટે સીપની ખેતી માટે જાગૃત કરી રહ્યા છીએ. જેનાથી આજુ બાજુના લોકો સત્યનારાયણ યાદવ પાસે આવીને જાણકારી મેળવે છે.

વધુ જાણકારી માટે અમારા મોતી ની ખેતી વિષે નાં નીચેના લેખ પર ક્લિક કરો

લેખ વાંચવા આની પર ક્લિક કરો >>>> જુયો વિડીયો અને વાંચો એક હજાર મોતી ની ખેતી કરી ને વર્ષે ૩ થી ૪ લાખ રૂપિયા કમાઈ શકો છો

લેખ વાંચવા આની પર ક્લિક કરો >>>> મોતીની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે છે લાખો રૂપિયા, આવી રીતે કરી શકો છો મોટી ની ખેતી