જાણો પોતાના અધિકાર : ATM થી પૈસા નીકળે નહિ પરંતુ એકાઉન્ટ માંથી કપાઈ ગયા છે, તો આ તમારો હક છે.

ATM નો ઉપયોગ આજકાલ દરેક વ્યક્તિ કરે છે. અને સરકાર કેશલેશ ટ્રાન્ઝેક્શન કરવાં માટે લોકોને પ્રેરણા પણ આપે છે. તમે તમારા એટીએમ/ડેબીટ કાર્ડથી ઓનલાઈન શોપિંગ, તેમજ મોટા મોલ અને મોટી દુકાનો પરથી ખરીદી કરી શકો છો. એટીએમ કાર્ડ વડે તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ વગેરે પણ ભરાવી શકો છો. મોટે ભાગે દરેક જગ્યા પર તમે એટીએમ વાપરીને છુટા પૈસાની ઝંઝટ માંથી છુટકારો મેળવી શકો છો. છતાં પણ ઘણી વાર તમને રોકડ રકમની જરૂર પાસે તો તમે એટીએમ મશીન માંથી પૈસા ઉપાડી શકો છો.

પણ એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં ઘણી વાર એવું થાય છે કે, તમારા એકાઉન્ટ માંથી પૈસા કપાય જાય છે પણ એટીએમ માંથી પૈસા નીકળતા નથી. તો એવું થવા પર તમે ચિંતિત થઈ જાવ છો. અને એ સ્વાભાવિક પણ છે. પણ તમને જણાવી દઈએ કે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર, એવું થવા પર ફરિયાદ દાખલ થયા પછી ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા પાછા પહોંચી જવા જોઈએ. જો બેંક એવું નથી કરતી તો એને ગ્રાહકને એના નુકસાનનું વળતર આપવું પડશે. જાણો કયો છે એની સાથે જોડાયેલો આખો નિયમ.

દરરોજ આપવું પડશે ૧૦૦ રૂપિયા વળતર :

આરબીઆઈના જણાવ્યા અનુસાર, જો ફરિયાદ દાખલ થયાના ૭ દિવસની અંદર બેંક ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા પાછા નથી પહોંચાડતી, તો એને કમ્પનસેશનના રૂપમાં રોજના ૧૦૦ રૂપિયા નુકશાનનું વળતર પોતાના ગ્રાહકને આપવું જરૂરી છે.

એકાઉન્ટ માંથી પૈસા કપાઈ જવા પર અને એટીએમ માંથી પૈસા ન નીકળવા પર, ગ્રાહકે તરત પોતાની બ્રાંચમાં એની ફરિયાદ કરવી જોઈએ.

બેન્કિંગ લોકપાલને કરી શકો છો ફરિયાદ :

જો બેંક 30 દિવસની અંદર આ તમારી ફરિયાદનું નિવારણ નથી કરતી, તો તમે સીધા બેન્કિંગ લોકપાલને એની ફરિયાદ કરી શકો છો.

તમારે ટ્રાન્ઝેક્શનની રસીદ અથવા એકાઉન્ટ સ્ટેટમેંટ સાથે પોતાની ફરિયાદ દાખલ કરવી પડશે. ૭ દિવસની અંદર પૈસા પાછા નહિ આવે, તો તમારે એનેક્શર-5 ફોર્મ ભરવું પડશે. જે દિવસે તમે ફોર્મ ભરશો એ દિવસથી તમને વળતર મળવાનું શરુ થઈ જશે.

તો મિત્રો જો તમારી સાથે પણ આવું થાય તો તમે પણ આ રીતે તમારું વળતર મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.