કાઉન્ટર ઉપરથી લેવામાં આવેલ ટીકીટ પણ કરી શકાશે ઘેર બેઠા કેન્સલ. આ છે પ્રોસેસ

તમે રેલ્વેની ટીકીટ કાઉટર ઉપરથી ટીકીટ લીધી. કોઈ કારણસર તમે મુસાફરી નથી કરી શકવાના, હવે તમારે તે ટીકીટને કેન્સલ કરવા માટે ફરી વખત કાઉટર ઉપર નહી જવું પડે. હવે તે કામ તમે ઘેર બેઠા જ કરી શકો છો. ઘણી વાર ટીકીટ બારી પર પાછી ટીકીટ કેન્સલ કરાવા નો સમય નથી રહેતો ત્યારે પણ આ પ્રોસેસ ખુબ કામ આવશે.
આ વ્યવસ્થા આરક્ષિત ટીકીટ સાથે જ વેઈટીંગ ટીકીટો ઉપર પણ મળશે. આગળ અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘેર બેઠા જ કાઉટર ટીકીટને કેન્સલ કરી શકો છો.

ટીકીટ બારી ઉપરથી લેવામાં આવેલ ટીકીટ ને તમે આઈઆરસીટીસી ઉપર જઈને કેન્સલ કરી શકો છો. તેના માટે તમારે https://www.operations.irctc.co.in/ctcan/SystenTktCanLogin.jsf ઉપર જવું પડશે.

અહિયાં તમારે ટીકીટ નો પીન નંબર, ટ્રૈન નંબર અને કૈપ્ચા એન્ટર કરવું પડશે. ત્યાર પછી નિયમ અને શરતો વાળી કોલમ ઉપર જેવું જ તમે ટીક કરશો, તેથી જ તમારા મોબાઈલ માં એક ‘વન ટાઈમ પાસવર્ડ’ આવી જશે.

ઓટીપી ને એન્ટર કર્યા પછી પીએનઆર વૈલીડેશન ડીટેલ્સ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. બધી જાણકારી ચેક કર્યા પછી તમારે ‘કેન્સલ ટીકીટ’ ઉપર ક્લિક કરવાનું છે.

જેવું જ તમે કેન્સલ ટીકીટ વિકલ્પ ઉપર ક્લિક કરશો, તેથી જ તમને કેટલું રીફંડ મળશે, તેની જાણકારી સ્ક્રીન ઉપર જોવા મળશે.

ત્યાર પછી રેલ્વે તરફથી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર પીએનઆર અને રીફંડ ડીટેલ મોકલી દેવામાં આવશે. આ એસએમએસ આવતા જ તમારે મુસાફરી વાળા પોતાના રેલ્વે સ્ટેશનના નજીકના પીઆરએસ સ્થળેથી રીફંડ મેળવી શકો છો.

તમે રીઝર્વેશન ટીકીટને ટ્રૈન ના છૂટવાના 4 કલાક પહેલા સુધી કેન્સલ કરી શકો છો. તે ઉપરાંત તમે વેઇટિંગ અને આરએસી ટીકીટ કેન્સલ કરવા ઈચ્છો છો, તો તેના માટે ટ્રૈન છૂટતા પહેલા 30 મિનીટ સુધી સમય તમને મળે છે.

આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે જરૂરી છે કે તમારો મોબાઈલ નંબર આઈઆરસીટીસી ની સાથે રજીસ્ટર હોય. જો નહી હોય તો તમે આસાની થી નથી કરી શકતા.

આ સુવિધા વિશેની જાણકારી માટે તમે રેલ્વે ની વેબસાઈટ પરથી બધા નિયમ અને શરત વાચી શકો છો.


Posted

in

,

by

Tags: