રાત્રે એક ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાથી ફાયદા જાણીને ચોંકી ઉઠશો તમે !!

ઈલાયચી જોવામાં જેટલી નાની હોય છે તેનાથી પણ કેટલાય ગણા વધુ ફાયદા તે પોતાના ગુણોમાં ધરાવે છે. ઈલાયચી ન માત્ર ખાવાના સ્વાદ માટે કામ લાગે છે પણ તે એક ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઈલાયચી દરેક ભારતીયના ઘરમાં મળી જાય છે. ઈલાયચી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. નાની ઈલાયચીને સુંગધ અને સ્વાદ માટે ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે નાની ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાના ફાયદા જણાવી રહ્યા છીએ.

જો આપણે રાત્રે સુતા પહેલા એક ઈલાયચીને ગરમ પાણી સાથે ખાઈએ તો જાણો આપણેને શું શું લાભ થાય છે અને તેના ઉપયોગ દરમિયાન આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા વાત કરીએ નાની ઈલાયચીના ફાયદાની.

ગુણ – નાની ઈલાયચી કફમાં, ખાંસી, શ્વાસ, બવાસીર અને મૂત્રકુચ્છ નાશક છે. આપણને પફૂલ્લિત કરે છે. ઘા ને ચોખ્ખો કરે છે. હ્રદય અને ગળાની ખરાબીને દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે. મોઢાની દુર્ગંધને દુર કરીને સુગંધિત કરે છે અને પથરીને તોડે છે. મોટી ઈલાયચીના ગુણ પણ નાની ઈલાયચીના ગુણ જેવા જ છે. કમળો, અપચો, મૂત્રવિકાર, છાતીમાં બળતરા, પેટનો દુઃખાવો, ઉબકા, હેડકી, દમ, પથરી અને સાંધાના દુઃખાવા માં ઈલાયચીનું સેવન લાભદાયક હોય છે.

જો એક ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવામાં આવે તો આપણને કબજિયાત નથી રહેતી. આવું કરવાથી આપણી પાચન શક્તિ ઠીક થઇ જાય છે અને પાચન ક્રિયા ઠીક થવાને લીધે જૂનામાં જૂની કબજિયાતની તકલીફ પણ ઠીક થઇ જાય છે. જો તમે પણ કબજીયાતથી પરેશાન છો તો રોજ રાત્રે એક ઈલાયચી ગરમ પાણી સાથે જરૂર ખાવ.

નાની ઈલાયચી ખાવાથી વીર્ય ઘાટું થાય છે. રાત્રે સુતા પહેલા એક ઈલાયચી ગરમ પાણી સાથે ખાવાથી જે વ્યક્તિને વીર્ય પાતળું હોય છે તે વીર્ય તંદુરસ્ત બનીને ઘાટું થઇ જાય છે અને તમામ પ્રકારના વીર્ય વિકાર દુર થઇ જાય છે. ખિલ ફોડકા ઠીક કરવા માટે પણ આ ટીપ્સ ખુબ જ લાભદાયક છે. વાળને ખરવાની તકલીફ ઓછી કરે છે આ ટીપ્સ. જે લોકોને વાળ ખરે છે તે લોકો આ ટીપ્સને અપનાવી શકે છે.

નુકશાનકારક અસર

નાની ઈલાયચીનું વધુ સેવન થી આતરડા માટે નુકશાનકારક હોય છે તથા અમુક લોકો ને ઈલાયચીને રાત્રે ન ખાવી જોઈએ. રાત્રે ઈલાયચી ખાવાથી કોઢ પણ થઇ જાય છે.

જુદા જુદા રોગોમાં ઉપચાર

સ્વપ્નદોષ : આંબળાના રસમાં ઈલાયચીના બે દાણા અને ઇસબગુલને સરખા ભાગે ભેળવીને 1-1 ચમચી ના પ્રમાણમાં સવાર સાંજ સેવન કરવાથી સ્વપ્નદોષમાં લાભ થાય છે.

આંખોમાં બળતરા થવી અને ઝાંખું દેખાવા ઉપર : ઈલાયચીના દાણા અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. પછી તેમાં 4 ગ્રામ ચૂર્ણમાં અરંડિયાનું ચૂર્ણ નાખીને સેવન કરો. તેનાથી મસ્તિક અને આંખોને ઠંડક મળે છે તથા આંખોની રોશની તેજ થાય છે.

રક્ત-પરિભ્રમણ, રક્ત-મૂળ-રોગ :

ઈલાયચીના દાણા, કેસર, જાયફળ, વંશલોચન, નાગકેશર અને શંખજીરુંને સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી લો. તે 2 ગ્રામ ચૂર્ણમાં 2 ગ્રામ મધ, 6 ગ્રામ ગાયનું ઘી અને ૩ ગ્રામ ખાંડ ભેળવીને સેવન કરો. તેને રોજ સવારે અને સાંજે લગભગ 14 દિવસ સુધી સેવન કરવું જોઈએ. રાતના સમયે તે ખાઈને અડધો કિલો ગાયના દૂધ માં ખાંડ નાખીને ગરમ કરી લો અને પી ને સુઈ જાવ. તેનાથી રકત-પરિભ્રમણ, રક્ત-મૂળ-રોગ (લોહીવાળા બવાસીર) અને રક્તમેહમાં આરામ થશે. ધ્યાન રાખશો કે ત્યાં સુધી ગોળ, ગીરી વગેરે ગરમ વસ્તુ ન ખાશો.

કફ : ઈલાયચીના દાણા, સીંધાલું મીઠું, ઘી અને મધ ને ભેળવીને પીવાથી લાભ થાય છે.

વીર્યપુષ્ઠી : ઈલાયચીના દાણા, જાવિત્રી, બદામ, ગાયનું માખણ અને સાકરને ભેળવીને રોજ સવારે સેવન કરવાથી વીર્ય મજબુત થાય છે.

મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા) : ઈલાયચીના દાણાનું ચૂર્ણ મધમાં ભેળવીને ખાવાથી મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) માં લાભ થાય છે.

ઉદાવર્ત રોગ ઉપર : થોડી ઈલાયચી લઈને ઘી ના દીવા ઉપર શેકીને તેને વાટીને બનેલા ચૂર્ણમાં મધ ભેળવીને ચાટવાથી ઉદાવર્ત રોગમાં લાભ મળે છે.

મોઢાના રોગ ઉપર : ઈલાયચીના દાણાનું ચૂર્ણ અને શેકેલી ફટકડીનું ચૂર્ણ ને ભેળવીને મોઢામાં રાખીને લાળ ને પડવા દઈએ. ત્યાર પછી ચોખ્ખા પાણીથી મોઢું ધોઈ લેવું. રોજ દિવસમાં 4-5 વાર કરવાથી મોઢામાં આરામ મળે છે.

બધા પ્રકારના રોગમાં : ઈલાયચીના દાણા, હિંગ, ઇન્દ્રજવ અને સિંધાલુ મીઠું ની રાબ બનાવીને એરંડિયાના તેલમાં ભેળવી દેવું જોઈએ. તેનું કમર, હ્રદય, પેટ, નાભી, પીઠ, કોખ, મસ્તક, કાન અને આંખો માં થતા દુઃખાવા તરત મટી જાય છે.

બધા પ્રકારના તાવ : ઈલાયચીના દાણા, બેલ અને વિશખપરાને દૂધ અને પાણીમાં ભેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી કે માત્ર દૂધ બાકી ન રહી જાય. ઠંડુ થાય પછી તેને ગાળીને પીવાથી બધા પ્રકારના તાવ દુર થઇ જાય છે.

કફ-મૂત્રકુચ્છ : ગાયના મૂત્ર, મધ કે કેળાની છાલનો રસ, આ ત્રણમાંથી એક વસ્તુમાં ઈલાયચીનું ચૂર્ણ ભેળવીને પીવરાવવાથી લાભ થાય છે.

ઉલટી :

* ઈલાયચીના છોતરાને બાળીને, તેની રાખને મધમાં ભેળવીને ચાટવાથી ઉલટીમાં લાભ થાય છે.

* પા ચમચી ઈલાયચીનું ચૂર્ણને અનારના સરબતમાં ભેળવીને પીવાથી ઉલટી તરત અટકી જાય છે.

* 4 ચપટી ઈલાયચીનું ચૂર્ણને અડધો કપ અનારના રસમાં ભેળવીને પીવાથી ઉલટી થવાનું બંધ થઇ જાય છે.

પાચન :

* 5-10 ટીપા ઈલાયચીનો રસ ઉલટી, પાચન , અતિસારની તકલીફમાં લાભકારી છે.

* 10 ગ્રામ ઈલાયચીને એક કિલો પાણીમાં નાખીને પકાવો, જયારે 250 મી.લી. પાણી રહે તો તેને ઉતારીને ઠંડુ કરી લો. આ પાણીને ધુંટડે ધુંટડે કરીને થોડી વાર પછી ધુંટડે ધુંટડે પીવાથી હજમ ની તકલીફ, તરસ તથા મૂત્રની તકલીફ વગેરે રોગ દુર થઇ જાય છે.

જમાલગોટા નું ઝેર : ઈલાયચીના દાણાને દહીંમાં વાટીને આપવાથી લાભ થાય છે.