શાસ્ત્રોમાં દર્શાવેલ મન્દ્રાચલ જેને આજે આપણે મદાર પર્વતના નામથી ઓળખીએ છીએ, ધાર્મિક દ્રષ્ટિકોણ થી અતિ મહત્વપૂર્ણ ડુંગર છે. આ ડુંગર બિહાર અને ઝારખંડ ના સીમાડા ઉપર બાંકા જીલ્લાના બોંસી માં આવેલ છે. સમુદ્રમંથન માં મંથન માટે વપરાયેલ મદાર પર્વત નું ધાર્મિક મહત્વ ખુબ વધી ગયું છે. માર્કેડેય પુરાણ, સહિત ઘણા પુરાણોમાં મદાર પર્વત નું વર્ણન કરવામાં આવેલ છે. લોક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુ કાયમ મદાર પર્વત ઉપર નિવાસ કરે છે.
લગભગ 750 ફૂટ ઊંચા કાળા ગ્રેનાઈટ પથ્થર ની એક જ ખડક થી બનેલ ડુંગર ઉપર એક ડઝન કુંડ અને ગુફાઓ છે, જેમાં સીતા કુંડ, શંખ કુંડ, આકાશ ગંગા ઉપરાંત નરસિહ ભગવાન ગુફા, શુક્ર્દેવ મુની ગુફા, રામ ઝરોખા ઉપરાંત ડુંગરની તળેટી માં લખદીપા મંદિર, કામઘેનું મંદિર અને ચેતન્ય ચરણ મંદિર રહેલા છે. આ મંદાર ડુંગર ઉપર ઘણી સંખ્યામાં દેવી દેવતાઓ ની મૂર્તિઓ રાખવામાં આવેલ છે.
પુરાતત્વ વિભાગ મુજબ અહિયાં ખુબ જુનવાણી મૂર્તિઓ છે. છેલ્લા ઘણા વર્ષોથી અહિયાં આ પ્રકારે જ પડેલ છે. કાળા ગ્રેનાઈટ પથ્થરનો વિશાળ ડુંગર પોતાની રીતે જ ઘણી સદીઓ નો ઈતિહાસ જોડાયેલ છે. જાણકારો મુજબ ઓરવ મુની ની પુત્રી સ્મિકા ના લગ્ન ધોમ્ય મુની ના પુત્ર મંદાર સાથે થયા હતા. તેના કારણે આ ડુંગર નું નામ મંદાર પડેલ હતું.
મંદાર પર્વત ઉપર ત્રણ ધર્મોનું સંગમ પણ છે. ડુંગર ની તળેટી માં સફા હોડ ધર્મ ના સંસ્થાપક સ્વામી ચંદર દાસ દ્વારા બનાવવામાં આવેલ સફાધર્મ મંદિર છે તો મધ્યમાં ભગવાન નરસિંહ ગુફા છે, જેમાં ભગવાન નરસિંહ બિરાજમાન છે. જો કે ડુંગર ની શિખર ઉપર જૈન ધર્મ ના 12 માં તીર્થકર વાસુપૂજ્ય ની નિર્વાણ સ્થળ છે. તે સ્થળે તેમણે તપ કર્યું હતું ત્યાર પછી તે કલ્યાણક કહેવાયા. દેશના ખૂણે ખૂણે થી આખું વર્ષ જૈન મતાવલંબી મંદાર ગીરી આવીને પોતાના તીર્થકર ના ચરણ સ્પર્શ કરે છે.
મંદાર માં દર વર્ષે મકરસંક્રાંતિ ના દિવસે 14 જાન્યુઆરી થી એક મહિના નો મેળો ભરાય છે. જ્યાં લાખો ની સંખ્યામાં આવીને પાપહરની સરોવરમાં મકર સ્નાન કરે છે. અહીયાની કુદરતી મનોરમ્ય સ્થળો પણ પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષિત કરે છે.
વિડીયો
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.