શરીરના કોઈ પણ ભાગની નસોમાં થતા દુઃખાવા ના ઘર ઉપર ઈલાજ કરવાનો સચોટ ઉપાય.

ગરદન,પીઠ, હાથ કે શરીરના કોઈ બીજા ભાગની નસ ને દબાવને કરને થતો દુઃખાવો થોડો પીડાદાયક હોય છે. તેના લીધે તમને રોજીંદા કામમાં પણ મુશ્કેલી પડે છે.

જયારે ચારેબાજુ રહેલ હાડકા, કાર્ટીલેજ, ટેડોન્સ કે માંસપેશીઓ, નસ ને અસામાન્ય રીતે દબાય છે કે ફસાઈ જાય છે ત્યારે નસ દબાવા થી દુઃખાવો થાય છે.

ધારો તો તમે આનો ઈલાજ ઘેર કરો કે ડોક્ટરની મદદ લો. પરંતુ નસોમાં થતા દુઃખાવા નો ઈલાજ કરવાની જાણકારી તમને પુરેપીરી હોવાથી દુખાવાનો સામનો કરવામાં મદદ કરશે.

નસ દબાવા ની કે નસમાં થતા દુઃખાવાની જાણકારી મેળવો :

(૧) જયારે કોઈ નસ કોઈ કારણોસર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને પોતાના તમામ સિગ્નલ મોકલવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે નસમાં દુઃખાવો થાય છે. તે નસનું દબાવાનું કારણ હોય છે જે હર્નીયેટેડ ડિસ્ક, આર્થરાઈટીસ કે બોન સ્પર ને લીધે થઇ શકે છે.

(૨) ઘા વાગવાથી, ખોટી રીતે પોસ્ચરથી, વારંવાર ગતિવિધીઓથી, રમત અને મોટાપા જેવી સ્થિતિઓ. બીજી ગતિવિધીઓથી પણ નસોમાં દુઃખાવો થઇ શકે છે. આખા શરીરમાં કોઈપણ જગ્યાની નસ દબાવાથી પીડા થઇ શકે છે પણ સામાન્ય રીતે આ રીડ (સ્પાઈન), ગરદન, કાંડું અને કોણીઓમાં જોવા મળે છે.

(૩) તેના લીધે સોજો આવી જાય છે જે તમારી નસોને સંકુચિત કરી દે છે અને તેના લીધે નસ દબાવાથી દુઃખાવો થવા લાગે છે.

(૪) પોષક તત્વો ની ઉણપ અને નબળું આરોગ્ય નસ દબાવાના દર્દને વધારે છે.

(૫) કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ સ્થિતિ પરિવર્તનીય (રીવર્સેબલ) કે અપરિવર્તનીય (ઈર્વેસીબલ) થઇ શકે છે.

કેવી રીતે કરવો દુખાવાથી છુટકારો :

(૧) દબાવાની કે નસોમાં થતા દુઃખાવાની ઓળખ કરો : જયારે તમારી નસમાં થતા દુખાવાની ડાયગ્નોસીસ થઇ જાય તો તમારે તમારી દેખરેખ રાખવાની શરૂઆત કરી દેવી જોઈએ. તમારે અસર વાળા ભાગે કોઈ કામ ન લેવું જોઈએ. માંસપેશીઓ, સાંધા અને ટેન્ડોસ નો વારંવાર ઉપયોગ થી નસમાં થતા દુખાવાની સ્થિતિ વધુ ખરાબ થઇ જશે કેમ કે અસર વાળા ભાગ ઉપર સોજો રહે છે અને નસ દબાતી રહે છે. કોઈ પણ દબાયેલ નસના દુખાવામાં તરત થોડો આરામ મેળવવાની સૌથી સારી રીત તે છે કે અસરવળી નસ અને તેની ઉપર ચારે બાજુના ભાગને સોજો અને દબાણ પુરેપુરો શાંત થાય ત્યાં સુધી આરામ આપવો.

(૨) પૂરી ઊંઘ લો : અસરવાળા ભાગનો વધુ ઉપયોગ ન કરવાથી તેની સીધી અસર જોવા મળે છે. જો તમે વધુ સુવો છો તો ઓછું હલો ચલો છો. તેનાથી તમે અસરવાળા ભાગ નો ઉપયોગ ઓછો કરી શકશો પણ ઊંઘવાથી તમારા શરીરને જાતે જ ઠીક થવા માટે સમય પણ મળશે.

(૩) એક બ્રેસ કે સ્પલીંટ નો ઉપયોગ કરો : ઉદાહરણ તરેકે : જો તમારી ગરદનની નસમાં દુખાવો થાય તો એક નૈક-બ્રેસ ના ઉપયોગ થી આખો દિવસ માંસપેશીઓને સ્થિર રાખવામાં મદદ મળશે.

(૪) આઈસ અને હિટનો ઉપયોગ કરો : અસરવાળા ભાગ ઉપર કે સ્ટોરમાંથી ખરીદેલ આઈસ પેક ને રાખો ઘરે બનાવેલ આઈસ પેક નો ઉપયોગ હલકા દબાણ સાથે કરો. હળવું દબાણ અસરવાળા ભાગ ઉપર ઠંડક આપવામાં મદદ કરશે. તમારી સ્કીન અને આઈસ પેક ની વચ્ચે એક નરમ કપડું રાખો જેની ઠંડકથી સ્કીનને નુકશાન નથી થતું. તેને ૧૫ મિનિટથી વધુ સમય ઉપયોગ ન કરો નહીતો લોહીનો પ્રવાહ ધીમો થઇ જાય છે જેનાથી દુખાવો ઠીક થવામાં વાર લાગે છે.

વધારે આ લેખ દ્વારા પણ જાણી શકો છો ક્લિક કરો >>> નસ ઉપર નસ ચડવી કે માંસ પેશીઓના જકડાવા નો સૌથી સરળ ઉપચાર, જરૂર વાંચો અને શેયર કરો

ત્રીજા લેખ ને પણ વાંચી શકો છો ક્લિક કરો >>>> નસ પર નસ ચડવી અથવા માસ-પેસિઓનું ખેંચાણનો સૌથી સરળ અદભુત ઉપચાર