ઊંઘની ગોળી કરતા ૧૦૦ ગણી ઉત્તમ છે કેળાની ચા, થોડી વારમાં જ આવે છે સારી ઊંઘ.

તમને જાણીને નવાઈ લાગશે કે કેળા જે જોવામાં એક સામાન્ય ફળ જેવું છે, જેના આમ તો ઘણા ગુણ છે, પણ આજે બલવીરજી તમને જણાવવા જઈ રહ્યા છે તેનો એક એવો પ્રયોગ જે તે લોકો માટે ખુબ જ ફાયદાકારક છે, જે ઊંઘ ન આવવાની ફરિયાદ દરરોજ કરે છે. કે ઊંઘ માટે ગોળીઓ ખાય છે, તો આવો જાણીએ તે પ્રયોગ વિષે.

ઊંઘની ગોળીની આડ અસર :

“ફેફસાંના રોગીઓ ખાસ કરીને જેમને અસ્થમા કે બીજા શ્વાસને લગતિ તકલીફ હોય તેનું તો આનાથી મૃત્યુ પણ થઇ શકે છે.” “Narco Test કરતી વખતે પણ એક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જેને Barbuturates ના નામથી ઓળખવામાં આવે છે જે માનસિક સુન્નપણ ઉત્પન કરે છે.”

ઊંઘની ગોળી બે પ્રકારની હોય છે Benzodazepines અને બીજી હોય છે Barbuturates. Benzodiazepines Addictive છે, તેનું સેવન કરવાની રોજની ટેવ પડી જાય છે, અને Barbuturates આપણા કેન્દ્રીય તંત્રિકા તંત્રને Deparess કરી દે છે. અને આ કેમિકલનો ઉપયોગ દર્દીને કોઈ મોટા ઓપરેશન કરતા પહેલા Anaesthese એટલે સુન્ન કરવા માટે કરવામાં આવે છે.

Narco Test કરતી વખતે પણ કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી Constipation કબજીયાત, Dizziness સુસ્તી, Difficulty in Focusing and remembering એટલે યાદશક્તિ નબળી થઇ જાય છે, અને અરુચિ ઉત્પન થાય છે. પેટમાં દુખાવો રહે છે, નબળાઈ, શરીરમાં Uncontrollable shaking ઉત્પન્ન થાય છે.

તેના વધુ સેવન કરવાથી Parasomnias નામની તકલીફ ઉત્પન થઇ જાય છે, જેનાથી વ્યક્તિમાં એવી ભાવનાનું નિર્માણ થાય છે કે તે કાંઈ પણ કરશે તો તેને અનુભવ નહી કરે. તેનું નિયમિત સેવન Breathing Rhythm ને ઓછું કરે છે, જો કે Asthma અને COPD (Chronic Obstructive Pulmonary Disease) ફેફસાની તકલીફના રોગીઓ માટે ખુબ જ નુકશાનકારક છે, તેના નિયમિત સેવન કરવાથી રોગીનો જીવ સુધી જઈ શકે છે.

હવે આવો જાણીએ ઊંઘ માટે શું છે આ કેળાનો રામબાણ ઉપયોગ :

કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે, અને કેળાની છાલમાં તે ખુબ જ વધુ પ્રમાણમાં મળી આવે છે. મેગ્નેશિયમ Sleep Disurbance ને અટકાવે છે, પોટેશિયમ અને મેગ્નેશિયમ શરીરના મસલ્સને રીલેક્સ કરાવે છે, જેના કારણે તેની નીચે આપવામાં આવેલ પ્રકારે સેવન કરવાથી ખુબ સારી ઊંઘ આવે છે.

આ પ્રયોગ કરવા માટે તમારે જોઈએ ૨ કેળા અને પાણી જરૂરીયાત મુજબ.

તેની સાથે આ વસ્તુ વૈકલ્પિક છે. ૧ ગ્લાસ દૂધ, અને સાકર ૨ ચમચી અને સાકર ન હોય તો ખાંડથી કામ ચલાવો, ચપટી ભર તજ સ્વાદ માટે. આવો હવે જાણીએ તે તૈયાર કરવાની રીત.

સૌથી પહેલા કેળાને સારી રીતે ધોઈ લો, પછી તેની ઉપર નીચે તરફથી કાપી લો. કાપ્યા પછી તેને છાલ સહીત નાના નાના ટુકડા કરી લો. પાણીમાં ૧૦ મિનીટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી તમે આ પાણીને ગાળી લો. આ પાણી સીધું જ પી શકો છો કે તેમાં સાકર ઉમેરવા માગો તો તે પણ ઉમેરી શકો છો, તેમાં તમે દૂધ અને સાકર અને તજ ઉમેરીને ફરી વખત ગરમ કરીને તે પી શકો છો.

આ પીણું તમને ઊંઘ ન આવવાની તકલીફ માટે રામબાણ રહેશે.

આશા રાખીએ કે અમારા દ્વારા આપવામાં આવેલ જાણકારી તમને સારી લાગી હશે, તમે તમારા વિચાર અહિયાં કોમેન્ટમાં આપી શકો છો. આભાર.