જાણો વર્ષની 24 એકાદશી અને તેને કરવાનું મહત્વ. ફક્ત નામ વાંચવાથી થઇ જશો પવિત્ર.

હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વનું સ્થાન ધરાવે છે. વર્ષની 24 એકાદશી હોય છે અને તે કરવાનું પોતાનું અલગ મહત્વ હોય છે. જયારે અધિક માસ હોય છે ત્યારે તેની સંખ્યા 24 થી 26 થઇ જાય છે. આ બધી એકાદશી વિષે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આવો જાણીએ આ એકાદશી કરવાના મહત્વ વિષે.

1. કામદા એકાદશી : ચૈત્ર શુક્લ પક્ષમાં કામદા એકાદશી આવે છે. કામદા એકાદશી કરવાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

2. વરુથની એકાદશી : વૈશાખના કૃષ્ણ પક્ષમાં વરુથની એકાદશી આવે છે, જે કરવાથી મનની તમામ ઇચ્છાઓ પૂરી થઇ જાય છે.

3. મોહિની એકાદશી : વૈશાખના શુક્લ પક્ષમાં આવતી એકાદશી મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વ્રત કરવાથી માણસ મોહમાયા અને પાતક સમૂહથી છુટકારો મેળવી શકે છે.

4. અપરા એકાદશી : જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી કહે છે. અપરા એકાદશીનું વ્રત રાખવાથી પાપ મુક્ત થઇને મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે.

5. નિર્જળા એકાદશી : જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહે છે. આ વ્રતમાં પાણી પણ નથી પી શકાતું, એટલા માટે એને નિર્જળા એકાદશી કહે છે. સર્વકામના પૂરી કરવા માટે આ વ્રત કરવામાં આવે છે.

6. યોગીની એકાદશી : અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશી આવે છે. આ વ્રત કરવાથી બધા પાપનો નાશ થઇ જાય છે.

7. દેવશયની એકાદશી : અષાઢ માસના શુલ્ક પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહે છે. આ વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થાય છે.

8. કામિની એકાદશી : શ્રાવણ માસના કૃષ્ણ પક્ષને કામીની એકાદશી કહે છે. તેના સાંભળવા માત્રથી યજ્ઞનું ફળ મળે છે.

9. પુત્રદા એકાદશી : શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે. તે કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થઇ જાય છે.

10. અજા એકાદશી : ભાદરવાના કૃષ્ણ પક્ષમાં એકાદશી આવે છે. જેને કરવાથી તમામ પાપ દુર કરી શકાય છે.

11. પરિવર્તની એકાદશી : ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીને જયંતિ એકાદશી પણ કહે છે. તેનો યજ્ઞ કરવાથી યોગ્ય યજ્ઞનું ફળ છે.

12. ઇન્દિરા એકાદશી : આસોના કૃષ્ણ પક્ષમાં આ એકાદશી આવે છે, આ વ્રત સર્વકામનાને પૂરી કરવા માટે કરવામાં આવે છે.

13. પાપકુંશા એકાદશી : આસોના શુક્લ પક્ષમાં આ એકાદશી આવે છે. આ વ્રત કરવાથી દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

14. રમા એકાદશી : આ કારતકના કૃષ્ણ પક્ષમાં આવે છે. તે મોટા મોટા પાપોનો નાશ કરવા વાળી છે.

15. દેવ પ્રબોધની એકાદશી : કારતકના શુક્લ પક્ષમાં આવે છે, આ એકાદશી કરવા પાછળનું સૌથી મોટું કારણ તેનાથી બધા શુભ કાર્ય શરુ થઇ જાય છે.

16. ઉત્પના એકાદશી : માગશર માસમાં કૃષ્ણ પક્ષમાં આવે છે. આ વ્રત કરવા વાળા દિવ્ય ફળ પ્રાપ્ત કરે છે.

17. મોક્ષદા એકાદશી : માગશર માસના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરવા વાળી છે.

18. સફલા એકાદશી : પોષ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ કરવાથી કલ્યાણ પ્રાપ્તિ થઇ જાય છે.

19. ષટતિલા એકાદશી : મહા માસમાં કૃષ્ણ એકાદશીને આ એકાદશી આવે છે. સર્વકામના પુરતી માટે વ્રત કરવામાં આવે છે.

20. જ્યા એકાદશી : મહા માસમાં શુક્લ પક્ષમાં આ એકાદશી આવે છે. આ એકાદશી ઘણી જ પુણ્યશાળી છે એટલા માટે આ એકાદશી કરવી જ જોઈએ.

21. વિજયા એકાદશી : ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં આ આવે છે. વિજય એકાદશી પોતાના નિયમા નુસાર વિજય પ્રદાન કરવા વાળી છે.

22. આમલકી એકાદશી : ફાગણ શુક્લ પક્ષમાં જે પુષ્ય નક્ષત્રના રોજ આવે છે. આંબળાના રૂપમાં શ્રી વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. જે ઘણી ઉત્તમ હોય છે.

23. પાપમોચીની એકાદશી : ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશી આ આવે છે. તેને કરવાથી મનની ઈચ્છાની પુરતી કરી શકાય છે.

24. પદ્મિની એકાદશી : મલમાસની શુક્લ એકાદશી તે આવે છે. આવી રીતે આ એકાદશીનું વ્રત કરવાથી માણસનું જીવન સફળ થાય છે. વ્યક્તિ જીવનનું સુખ ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.