બીજા દેસ વિક્સ અને આયોડેક્સ જેવા ઝેર નથી વેચવા દેતા પરંતુ ભારતમાં પૈસાના દમ ઉપર વેચાય છે

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો આજની આપણી ચર્ચાનો વિષય છે આયોડેકસ અને એન્ડોસલ્ફાન. રાજીવજી મુજબ ભારતમાં એવી ધણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે, જે યુનિયન કાર્બાઈડ થી વધુ ભયંકર ઝેર ને વેચે છે કે વેપાર કરે છે. આ કંપનીઓ એ આવા ધણા બધા ખતરનાક યુનિટ્સ હજી સુધી લગાડી રાખ્યા છે ભગવાન ના કરે કે ભોપાલ જેવી ઘટના હવે કોઈ બીજા શહેરમાં ન બને.

તમને જો ક્યારેક સમય મળે તો તમે ગુજરાત જાઓ ત્યાં તમે અમદાવાદ થી મુંબઈ સુધી ની મુસાફરી કરો. અને વિશ્વાસ રાખો કે તમને રાત ભર નાક બંધ કરીને રાખવું પડશે. કેમ કે ત્યાં ના રેલ્વે ટ્રેક માં હદ બહાર દુર્ગંધ આવે છે જે અસહ્ય થઇ જાય છે. તેનું કારણ છે કે તે શહેરોમાં ખુબજ વધુ કારખાના અને ફેકટરીઓ છે,જેમાં ખુબ જ ખતરનાક ઝેર એટલે કેમિકલ બનાવવામાં આવે છે. જે દુનિયામાં કદાચ જો કોઈ બનાવતા હશે.

ખુબ ખતરનાક ઝેર છે જેનું નામ છે “એન્ડોસલ્ફાન” તે દુનિયામાં બધી જગ્યાએ બને છે .પરંતુ તેનું સૌથી વધુ ઉત્પાદન યુનિટ ગુજરાતમાં લાગેલ છે. આવા બીજા પણ ઘણા બધા ઝેર છે. જેને ૭૫૦ થી વધુ કંપનીઓ બનાવે છે. જાણે ક્યાંથી આ લોકોને ઝેર બનાવવાની પરમીશન મળી જાય છે. જો કે આપણે ભોપાલમાં ઘણા યુનિયન કાર્બોઇડ દુર્ઘટના આજ સુધુ ભોગવી રહ્યા છીએ. તેમ છતાં સરકાર અને તેના અધિકારીઓ ઉપર આ વાતની કોઈ અસર થતી નથી અને તે આ ઝેર બનાવવામાં લાગી ગયા છે.

ભારત દેશમાં દિવસે ને દિવસે કરપ્શન વધતું જાય છે. અહિયાં કાયદા કાનુન નથી. અને જો છે તો તે રિશ્વત આપી ને તોડી નાખવામાં આવે છે. તે સિવાય પણ આપના ભારતમાં વિકસ જેવું ઝેર બની રહ્યું છે. આયોડેક્ષ જેવું ઝેર બનાવવામાં આવી રહ્યું છે. આયોડેક્ષ ૧૫૦ થી વધુ દેશોમાં પ્રતિબંધ છે. પરંતુ આપણો ભારત આ ગંદા ઝેરને બનાવી પણ રહ્યો છે અને જાહેરાત પણ કરી રહ્યો છે. જરા પણ ચોટ લાગે કે મોચ આવે તો આપણે લોકો તરત જ આયોડેક્ષ લગાડીએ છીએ. પરંતુ કોઈ નથી જાણતું કે તે દવા નહી ઝેર લગાડી રહ્યા છે.

અમેરિકા માં જો કોઈ ડોક્ટરે કોઈને વિકસ વેપરબ ની પ્રીક્સીપ્સન લખી દે તો તે ડોક્ટરને ૧૪ વર્ષની જેલની સજા થઇ જાય છે,તેની ડીગ્રી પાછી લઇ લેવામાં આવે છે. કેમ કે વિકસ ઝેર છે, તે તમને દમ,અસ્થમા,બ્રોન્કિઅલ અસ્થમા કરી શકે છે. એટલા માટે દુનિયાભરમાં WHO અને વેજ્ઞાનિકો એ તેને ઝેર જાહેર કર્યું. અને તે ઝેર ભારતમાં સૌથી વધુ વેચાય છે જાહેરાતોની મદદથી.

પરંતુ શું તમાં જાણો છો? ભારતમાં એક કાયદો છે? તે કાયદા મુજબ કોઈ પણ દવા ની જાહેરાત ટીવી, અખબાર, કે કોઈ પણ મેગેઝીનમાં નથી આપી શકાતું. પરંતુ તેમ છતાં પણ પૈસાની તાકાતથી, ધુસણખોરીથી આ બધું થાય છે. અને દવાઓની જાહેરાત સતત ટીવી,અખબારો વગેરેમાં દેખાડવા માં આવેછે. અને આ વિકસ વેપરબ નામની દવા કેટલો મોંઘી તમને વેચવમાં આવે છે.

૨૫ ગ્રામ ૪૦ રૂપિયા ની છે, તો ૫૦ ગ્રામ ૮૦ રૂપિયા ની તો ૧૦૦ ગ્રામ ૧૬૦ રૂપિયા ની. એટલે ૧ કિલો VICKS ના ૧૬૦૦ રૂપિયા થયા! ૧૬૦૦ રૂપિયે કિલોનું ઝેર ખરીદી આપણે પોતે જ લાગાડી રહ્યા છીએ અને આપણા બાળકોને પણ લગાડી રહ્યા છીએ. જેનાથી તેમને દમ,અસ્થમા,બ્રોકીઅલ અસ્થમા ટીબી થઇ શકે છે.

તો આપના દેશમાં બીમારીઓના બે જ કારણો છે એક તો ગરીબ લોકો જેને દવાઓ મળતી જ નથી અને એનેમિયા જેવા રોગો સામે ઝઝુમતા ઝઝુમતા મરી જાય છે, અને બીજા છે પૈસાદાર લોકો જે પૈસા ખર્ચીને દવાઓ ખાઈ પણ રહ્યા છે તો તેમણે ઝેરીલી દવાઓ આપવામાં આવે છે.

વિડીયો ૧

 

વિડીયો – ૨