જનોઈ સાથે ગણેશજીને ચઢાવી દો પાંચ સોપારી, ક્યારેય નહિ થાય ધનની ઉણપ.

જનોઈ સહીત ગણેશજીને ચડાવી દો પાંચ સોપારી, ક્યારેય નહિ રહે ધનની તંગી

પાન(ખાવાનું પાન)ના પાન ઉપર સુપારી રાખીને કરો આ ઉપાય, દૂર થશે બધી સમસ્યાઓ

લગ્નમાં આવી રહેલી અડચણો દૂર કરવા માટે વિષ્ણુજીના મંદિરમાં સોપારી મુકો

ગણેશજી વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. તેથી દેવી-દેવતાઓમાં સૌથી પહેલા તેમને જ પૂજવામાં આવે છે. માનવામાં આવે છે કે જો ગજાનનને જનોઈ સાથે સોપારી ચઢાવવામાં આવે છે, તો તેનાથી ધનમાં વધારો થાય છે. તે ઉપરાંત બીજા ઉપાય કરવાથી પણ સુખ-સમૃદ્ધિ આવે છે. તો ક્યા છે તે ઉપાય આવો જાણીએ.

1. પંડિત રામ પાન્ડે અનુસાર આર્થિક સમસ્યાઓથી બચવા માટે બુધવારના દિવસે ગણેશજીને એક જોડી જનોઈ ચડાવો. સાથે જ પાંચ સોપારી રાખો. હવે ગણપતીજીનું ધ્યાન ધરો. આમ કરવાથી ધનની વૃદ્ધિ થશે.

2. તમે ધારો તો ગણેશજીને ચઢાવવામાં આવેલી સોપારી પૂજનના પછીના દિવસે લાલ કપડામાં લપેટીને તિજોરીમાં પણ રાખી શકો છો. તેનાથી ક્યારે પણ પૈસાની તંગી નહીં આવે.

3. શનિવારની રાતે પીપળાના વૃક્ષની પૂજા કરીને સોપારી અને તેની સાથે એક રૂપિયાનો સિક્કા રાખો. હવે તેને રવિવારના દિવસે તમારી તિજોરી અથવા પૈસા રાખવાના સ્થાન માં મૂકી દો. તેનાથી ધન માં વધારો થશે.

4. સફળતા મેળવવા માટે ગણેશજીની સામે પાનનું એક પાંદડું મૂકો. હવે તેની ઉપર દેશી ઘી માં લાલ સિંદુર ભેળવી ને સ્વસ્તિક બનાવો. ત્યાર પછી તે પાંદડા ઉપર કપડા માં લપેટેલી સોપારી મુકો. પૂજા પછી આ બધી ચીજવસ્તુઓને એક લાલ કપડા માં લપેટી ને પૂજા સ્થાન ઉપર મૂકી દો. તેનાથી તમારી ઇચ્છા પૂર્ણ થશે.

5. જો અથાગ પ્રયાસો કરવા છતાં પણ તમારા કામ પુરા થઇ રહ્યા નથી, તો તે કામ માટે ઘર માંથી બહાર નીકળતા સમયે તમારા ખિસ્સામાં એક લવિંગ અને સોપારી રાખી લો. હવે ત્યાંથી પાછા ફરતી વખતે લવિંગ ને ખાઈ લો. જ્યારે સોપારી ને ગણેશજી પાસે મૂકી દો. તેનાથી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

6.અગર કોઈના લગ્ન નથી થઇ રહ્યા અથવા સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલીઓ આવે છે, તો પુનમના દિવસે પૂજા ઘરમાં ચાંદીની ડબિઓ માં અબીર લગાવીને એક સુપારી મૂકી દો. તેનાથી ઘરમાં માંગલિક કાર્ય થશે.

7. કોઈના લગ્ન નથી થતા, તો એક સૂપારી ઉપર હળદર, સિંદુર અને ચોખા લગાવી ને તેમાં સોપારી ઉપર મૂકી લપેટી અને તેને કોઈ પણ ગુરુવાર એ વિષ્ણુ લક્ષ્મી મંદિર માં છુપાવી ને મૂકી દો. તેનાથી લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થશે.

9. જો તમારી ઉપર કોઈ પ્રકાર ના ખરાબ પડછાયા નો પ્રકોપ છે, તો સોપારીને 7 વાર તમારા માથા ઉપરથી ઉતારી ને હવન કુંડમાં બાળી નાખો. તેનાથી ખરાબ બલાઓ ટળી જશે.

10. મનોકામનાઓ ની પૂર્તતા માટે ગણેશજી ને દુર્વા ની ગાંઠ અને પાંચ સોપારી ચડાવો. હવે દરરોજ તેની પૂજા કરો. તેનાથી ગણેશજી ખુશ થશે.

આ ઉપાયો આવશ્ય આપના જીવનમાં સફળતા અને ખુશીઓથી ભરી દેશે, અને બધી સારી મનોકામનાઓ થશે ઝડપી પૂરી.