જનોઈ શું છે? અને તેનું શું મહત્વ છે? જાણો આપણી ભારતીય પરંપરાનું રહસ્ય.

જનોઈ શું છે? : તમે જોયું હશે કે ઘણા બધા લોકોના ખભાની ડાબી બાજુની તરફ એક કાચો દોરો વીંટેલો રહે છે. આ આ દોરાને જનોઈ કહે છે. જનોઈ ત્રણ દોરા વાળું એક સૂત્ર હોય છે. જનોઈને સંસ્કૃત ભાષામાં ‘યજ્ઞોપવીત’ કહેવાય છે. આ સૂતરમાંથી બનેલો પવિત્ર દોરો હોય છે, જેને વ્યક્તિ ડાબી બાજુના ખભાની ઉપર અને જમણી બાજુની નીચે પહેરે છે. એટલે તે ગળામાં એવી રીતે નાખવામાં છે કે તે ડાબા ખંભાની ઉપર રહે.

ત્રણ સૂત્રો શા માટે? : જનોઈમાં ખાસ કરીને ત્રણ દોરા હોય છે. આ ત્રણ સૂત્રો દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણનું પ્રતીક હોય છે અને આ સત્વ, રજ અને તમનું પ્રતીક છે. આ ગાયત્રી મંત્રના ત્રણ ચરણોનું પ્રતીક છે. આ ત્રણ આશ્રમોનું પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવીતને ઉતારવામાં આવે છે.

નવ તાર : યાજ્ઞોપવીતના એક એક-તાર માં ત્રણ-ત્રણ તાર હોય છે. આ રીતે કુલ તારોની સંખ્યા નવ હોય છે. એક મુખ, બે નાસિકા, બે આંખ, બે કાન, મળ અને મૂત્રના બે દ્વાર મળીને કુલ નવ હોય છે.

પાંચ ગાંઠ : યજ્ઞોપવીતમાં પાંચ ગાંઠ લગાવવામાં આવે છે. જે બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતિક છે. આ પાંચ યજ્ઞો, પાંચ જ્ઞાનેદ્રિયો અને પાંચ કર્મોના પણ પ્રતિક છે.

વૈદિક ધર્મમાં દરેક આર્યનું કર્તવ્ય છે. જનોઈ પહેરવી અને તેના નિયમોનું પાલન કરવું. દરેક આર્ય (હિન્દુ) જનોઈ પહેરી શકે છે. ધ્યાન એ રાખવાનું હોય છે કે તેના નિયમોનું પાલન કરે.

બ્રાહ્મણ જ નહીં સમાજનું દરેક વર્ગ જનોઈ ધારણ કરી શકે છે. જનોઈ ધારણ કર્યા પછી જ દ્વિજ બાળકને યજ્ઞ અને સ્વાધ્યાય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. દ્વિજનો અર્થ થાય છે બીજો જન્મ.

કન્યાઓને પણ જનોઈ ધારણ કરવાનો અધિકાર છે.

જનોઈની લંબાઈ : યજ્ઞોપવીતની લંબાઈ 96 અંગુલ હોય છે. તેનો મતલબ એ છે કે જનોઈ ધારણ કરનારને 64 કળાઓ અને 32 વિદ્યાઓ શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગ, છ દર્શન, ત્રણ સૂત્રગ્રંથ, નવ અરણ્યક મળીને કુલ 32 વિદ્યાઓ થાય છે. 64 કલાઓમાં જેમ- વાસ્તુ નિર્માણ, વ્યંજન કલા, ચિત્રકામ, સાહિત્ય કલા, હસ્તકલા, ભાષા, યંત્ર નિર્માણ, સિલાઇ, કડાઈ, વણાટ, હસ્તકલા, જ્વેલરી બનાવટ, કૃષિ જ્ઞાન વગેરે.

જનોઈના નિયમ :-

1. યજ્ઞોપવીતને મળ મૂત્ર વિસર્જન પહેલા જમણા કાન ઉપર ચડાવી લેવી જોઈએ અને હાથ સ્વચ્છ કરીને જ ઉતારવી જોઈએ. તેનો મુખ્ય ભાવ એ છે કે યજ્ઞોપવિત કમરથી ઉંચો થઇ જાય અને અશુદ્ધ ન થાય. પોતાના વ્રતશીલતાના સંકલ્પનું ધ્યાન તે બહાને વારંવાર કરવામાં આવે.

2. યજ્ઞોપવીતના કોઈ તાર તૂટી જાય કે ૬ મહિનાથી વધુ સમય થઇ જાય, તો બદલી દેવી જોઈએ. તૂટેલી યજ્ઞોપવીત શરીર ઉપર નથી રાખવામાં આવતી. દોરા કાચા અને ગંદા થવા લાગે તો પહેલા જ બદલી દેવી યોગ્ય છે.

3. જન્મ-મૃત્યુનાં સૂતક પછી તે બદલાવની પરંપરા છે. સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મ પછી જનોઈ બદલી દેવી જોઈએ.

4. યજ્ઞોપવીત શરીર માંથી બહાર કાઢવામાં આવે. સાફ કરવા માટે તેને ગળામાં પહેરી રાખીને જ ફેરવીને ધોઈ લેવામાં આવે છે. ભૂલથી ઉતરી જાય તો પ્રાયશ્ચિત કરો.

5. મર્યાદા જાળવી રાખવા માટે તેમાં ચાવી કે ગુચ્છા ન બાંધો. તેના માટે અલગ વ્યવસ્થા કરો. બાળક જ્યારે આ નિયમોનું પાલન કરવા યોગ્ય થઇ જાય, ત્યારે જ તેમની યજ્ઞોપવીત કરવી જોઈએ.

ચિકિત્સા વિજ્ઞાન મુજબ, ડાબા કાનની નસો, અંડકોષ અને ગુપ્તેન્દ્રિયો સાથે જોડાયેલી હોય છે. મૂત્ર વિસ્જનના સમયે ડાબા કાન પર જનોઈ લપેટીને શુક્રાણુનું રક્ષણ થાય છે.

વૈજ્ઞાનિકો અનુસાર વારંવાર ખરાબ સપના આવવાની સ્થિતિમાં જનોઈ ધારણ કરવાથી આ સમસ્યા માંથી મુક્તિ મળી જાય છે.

કાનમાં જનોઈ લપેટવાથી માણસમાં સૂર્ય નાડી જાગૃત થાય છે.

કાન ઉપર જનોઈ લપેટવાથી પેટ સંબંધી બિમારી અને લોહીનાદબાણની સમસ્યાથી પણ બચાવ થાય છે.

માનવામાં આવે છે કે શરીરના પુષ્ઠભાગમાં પીઠ ઉપર જતી એક કુદરતી રેખા છે. જે વિદ્યુત પ્રવાહ જેવું કામ કરે છે. તે રેખા જમણા ખંભાથી લઇને કમર સુધી આવેલી છે. જનોઈ ધારણ કરવાથી વિદ્યુત પ્રવાહ નિયંત્રિત રહે છે. જેથી કામ-ક્રોધ ઉપર નિયંત્રણ રાખવામાં સરળતા રહે છે.

જનોઈથી પવિત્રતાનો અહેસાસ થાય છે. તે મનને ખરાબ કામથી બચાવે છે. ખંભા ઉપર જનોઈ છે, તેના માત્ર અહેસાસ થવાથી જ માણસ ભ્રષ્ટાચારથી દૂર રહેવા લાગે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.