ઈસરો લોન્ચ કરશે અત્યાર સુધીનો સૌથી તાકતવર સંચાર ઉપગ્રહ જેનાથી થવાના કામો વિશે જાણસો તો છાતી ફૂલી જશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (indian space research organization -ISRO) આવતા વર્ષે જાન્યુઆરીના મધ્યમાં પોતાનો નવા સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે.આ ઉપગ્રહના લોન્ચ થયા પછી દેશની સંચાર વ્યવસ્થા વધારે મજબૂત થશે. આના મદદથી દેશમાં નવી ઈન્ટરનેટ ટેકનોલોજી લાવવાની આશા જણાવવામાં આવી રહી છે. સાથે જ આખા દેશમાં મોબાઈલ નેટવર્ક ફેલાઈ જશે,જ્યાં હમણાં સુધી મોબાઈલ સેવા હતી નહિ.

આખરે GSAT-30 છે શું?

GSAT-30 જીસેટ સિરીઝનો સૌથી શક્તિશાળી સંચાર ઉપગ્રહ છે જેની મદદથી દેશની સંચાર પ્રણાલીમાં વધારો થશે. હમણાં જીસેટ સિરીઝના ૧૪ સેટેલાઇટ કામ કરી રહ્યા છે. તેમના લીધે જ દેશમાં સંચાર વ્યવસ્થા કાયમ છે.

શુ કામમાં આવશે GSAT-30?

જીસેટ ૩૦ ની મદદથી દેશની સંચાર પ્રણાલી, ટેલિવિઝન પ્રસારણ, સેટેલાઇટના મદદથી સમાચારનો પ્રબંધન,સમાજ માટે કામમાં આવનારી જિયોસ્પેશિયલ સુવિધાઓ, મોસમ સંબંધી જાણકારી અને ભવિષ્યવાણી, આપત્તિની પૂર્વ આગાહી અને શોધખોળ તેમજ રેસ્ક્યુ ઓપરેશન માં ફાયદો થશે.

ક્યાં સુધી કામ કરશે GSAT-30?

આ લોન્ચ થયા પછી ૧૫ વર્ષ સુધી પૃથ્વી ઉપર ભારત માટે કામ કરતું રહેશે.આને જિયો ઈલિપ્ટિકલ ઓરબીટ માં સ્થાપિત કરવામાં આવશે. આમાં બે સોલાર પેનલ હશે અને બેટરી હશે જે તેને ઉર્જા આપશે

કયારે અને ક્યાંથી લોન્ચ થશે GSAT-30?

ઇશરોનો GSAT-30 યુરોપીયન હેવી રોકેટ એરિયન -5ECA થી જાન્યુઆરી મધ્યમાં છોડવામાં આવશે. GSAT-30 નું વજન આશરે ૩૧૦૦ કિલોગ્રામ છે. આ ઇનસેટ સેટેલાઇટની જગ્યાએ કામ કરશે. આ સેટેલાઇટ યુરોપ પહોંચી ગયા છે. આને ફ્રેન્ચ ગુએના થી લોન્ચ કરવામાં આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.