જાન્યુઆરીમાં 10 દિવસ બંધ રહશે બેન્ક, રજાઓના હિસાબથી કરો પ્લાનિંગ.

નવું વર્ષ એટલે 2020 શરુ થઇ ગયો છે. આ નવા વર્ષના દેશભરના (1 જાન્યુઆરી) બેન્કોને રજા રહે છે. ત્યાં આ મહિનાની વાત કરવામાં આવે તો દેશમાં અલગ અલગ હિસ્સાઓમાં બેન્ક 10 દિવસ બંધ રહશે. એવામાં જરૂરી છે કે તમે બેંકથી જોડાયેલા કામ રજાઓના હિસાબથી કરો. આવો જાણીએ જાન્યુઆરીમાં બેન્ક હોલીડેની લિસ્ટ

2 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહ જયંતીના કારણે પંજાબમાં મોટાભાગના બેન્ક બંધ છે. ત્યાં ન્યુ ઈયર સેલિબ્રેશનના કારણે આઇજોલમાં(ભારતનો એક વિસ્તાર) પણ બેંકમાં કામકાજ થઇ રહ્યું નથી.

સાત અને આઠ જાન્યુઆરીએ પણ ઇંફાલના બેંકોમાં કામકાજ થશે નહિ. આના સિવાય બેન્કિંગ ક્ષેત્રના પ્રમુખ યુનિયનોએ 8 જાન્યુઆરી 2020એ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આયોજિત સામાન્ય હડતાળમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. બેન્કના કર્મચારીઓની હડતાલની સ્થિતિમાં દેશભરના બેન્કમાં કામકાજ પ્રભાવિત થઇ શકે છે.

14 જાન્યુઆરી ગુજરાતમાં મકર સંક્રાતિના કારણે બેન્ક બંધ રહશે. ત્યાં પોંન્ગલ, માધ બિહુ અને તુસુ પૂજાના કારણ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાના, પંજાબ, અસર અને મહારાષ્ટ્રમાં આ તહેવારને 15 જાન્યુઆરીએ માનવામાં આવે છે. એવામાં આ રાજ્યોમાં બેન્કના કામકાજ પ્રભાવિત થશે.

16 જાન્યુઆરીએ તિરુવલ્લુવર ડેના કારણે આંધ્ર પ્રદેશ, પુડ્ડુચેરી અને તમિલનાડુમાં મોટાભાગની બેન્ક બંધ રહશે. આ જ રીતે 17 જાન્યુઆરીએ પણ પુડ્ડુચેરી અને તમિલનાડુમાં બેન્કના કામકાજ પર અસર પડશે.

23 જાન્યુઆરી સુભાષ ચંદ્ર બોસની જયંતિ પર કોલકાતામાં બેંક બંધ રહશે. ત્યાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ અને 30 જાન્યુઆરીએ વસંત પંચમી પર દેશના ઘણા રોજયોમાં બેંકમાં રજા રહશે.

જણાવી દઈએ કે આ મહિને 4 રવિવાર (5,12,19 અને 26) છે અને આ દિવસે સાપ્તાહિક અવકાશના કારણે બેન્ક બંધ રહશે. ત્યાં 11 અને 25 જાન્યુઆરીએ બીજો અને ચોથો શનિવાર છે. આ દિવસે પણ દેશભરના મોટાભાગના બેન્કમાં કામકાજ થશે નહિ.

બેન્કની રજાઓની જાણકારી માટે તમે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઈડ https://www.rbi. org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર જઈને જોઈ શકો છો.