જાપાનના લોકો જાડા કેમ નથી થતા, આ છે 10 રહસ્ય જાણી લો તો સ્વસ્થ અને તંદુરસ્ત રહેસો

જાપાનના લોકો વિશ્વભરમાં સૌથી વધુ હેલ્દી અને ફીટ માનવામાં આવે છે. તેની પાછળ તેમની ખાવા પીવાની ટેવ નો ખુબ મોટો હાથ છે. એક રીસર્ચ મુજબ અમેરિકાના લગભગ 35% ઓબેસિટી રેટ સામે જાપાનમાં ઓબેસિટી રેટ સરેરાશ લગભગ 3% છે. જાપાનની ચોથા ભાગથી પણ ઓછી વસ્તી મોટાપાના માપદંડ ને પાર કરે છે. આવો જાણીએ કે જાપાનના લોકો જાડા કેમ નથી હોતા ?

(1) પ્રોસેસ્ડ ફૂડ ઓછું અને તાજો ખોરાક વધુ ખાવો

જાપાનના લોકો તાજો ખોરાક ખાય છે અને પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાય છે. તેના લીધે વધારાનું વજન વધારવા વાળા પ્રીજર્વેટીવ્સ, કેલ્શિયમ અને ઓઈલ થી બચાવ થાય છે અને તે ફીટ રહે છે.

(2) કાચા સલાડ અને ‘સી’ ફૂડ વધુ ખાવું

જાપાનના લોકોના ખોરાકમાં ઓછી ચરબી અને વધુ ફાયબર્સ હોય છે. તે ખોરાક ઓછા વજનમાં ઉપયોગી છે. તે વિટામીન ‘સી’ વાળો ખોરાક વધુ ખાય છે. તેમાં રહેલા ઓમેગા-3 ફૈટી એસીડ હેલ્દી રાખે છે.

(3) ઓછું તેલ, ધીમા તાપે કે વરાળમાં પાકેલ ખોરાક

જાપાનના લોકો ઓછું તેલ, ધીમા તાપ કે વરાળમાં રાંધેલ ખોરાક ખાવાનું પસંદ કરે છે. તેનાથી ખોરાકમાં ચરબી વધતી નથી. ખોરાકના ન્યુટ્રીશન્સ જળવાઈ રહે છે. વજન નિયંત્રિત રહે છે. એટલે હંમેશા ધીમા તાપે ભોજન બનાવો

(4) દિવસમાં 3 થી 5 વખત થોડું થોડું ખાવું

જાપાનના લોકો દિવસમાં ઘણી વખત થોડું થોડું ખાય છે. તેનાથી મેટાબોલ્જીમ અને ડાઈજેશન સારું રહે છે. ચરબી અને કેલેરી ઝડપથી ઓગળતી હોય છે.

(5) ભૂખ થી ઓછું ખાવું

જાપાનના લોકો ભૂખથી થોડું ઓછું લગભગ 80% ખાવાનો રીવાજ છે. તેનાથી વધારાની કેલેરીથી બચી શકાય છે.

(6) હેલ્દી ચા પીવી

જાપાનના લોકો સામાન્ય રીતે ગ્રીન ટી જેવી ચા પીવે છે જેનાથી ચરબી ઓગળવાનું ઝડપી થાય છે અને મોટાપો નથી વધતો. આપણે જે ચા પીએ છીએ એ નુકશાનકારક છે સાથે ખાંડ ની સાથે રોગ ફ્રી માં મળે છે.

(7) નાની પ્લેટમાં ધીમે ધીમે ખાવું

જાપાનના લોકો નાની પ્લેટમાં ધીમે ધીમે ખાય છે. તેનાથી ખોરાકને ડાઈજેસ્ટ થવાનો પુરતો સમય મળે છે. ચરબી જમા થતી નથી.

(8) રીફાઇન્ડ ખોરાક અને ગળ્યું ઓછું ખાવું

જાપાનના લોકો રીફાઇન્ડ ખોરાક અને ગળ્યું ઓછું ખાવાનું પસંદ કરે છે. તેનાથી એમ્પ્ટી કેલેરીઝ થી બચી શકાય છે. પેટ અને કમર ની આજુ બાજુ ચરબી જમા થતી નથી.

(9) હેલ્દી અને હેવી નાસ્તો કરવો

જાપાનના લોકો હેવી અને હેલ્દી નાસ્તો કરે છે. તેનાથી તેમને દિવસ આખો ભૂખ ઓછી લાગે છે અને એનર્જી જળવાઈ રહે છે. ઓવરઇટીંગ થી બચી શકાય છે.

(10) આરામથી બેસીને ખાવું

જાપાનના લોકો આરામથી બેસીને ખાવાનું ખાય છે. તેનાથી ડાઈજેશન સારું રહે છે. મેટાબોલીજ્મ યોગ્ય થાય છે. ચરબી જમતી નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.