૧૯૭૪ માં જાપાનના એક બુકસ્ટોરના માલિકને ફોજ તેના ઘેરથી ઉપાડીને ફિલીપાઈન્સના જંગલમાં લઈ ગઈ. તે બુકસ્ટોરના માલિક એક નિવૃત્ત ફોજી હતા અને પોતાના યુનિટના કમાંડીંગ ઓફિસર રહ્યા હતા. તે કમાંડીંગ ઓફિસરે જંગલમાં ફરી રહેલા એક જાપાની સૈનિકને આદેશ આપવાનો હતો કે તે ઘરે પાછા જતા રહે. યુદ્ધ પૂરું થઇ ગયું છે.
તે સૈનિક હતા હીરુ ઓનદા. તેમને ત્રીસ વર્ષ પહેલા મોકલવામાં આવ્યા હતા. જ્યાં તે અમેરિકી સેના સાથે લડી રહ્યા હતા. તે એકલા પડી ગયા અને ત્યાં જાપાન વિશ્વયુદ્ધ હારી ગયું. પણ તે જંગલમાં એકલા લડતા રહ્યા. તેની મોરચાબંધી કરવામાં આવી હતી અને જેને પણ તે પોતાના દુશ્મન સમજી રહ્યા હતા, તેની સામે લડી રહ્યા હતા.
તેને લડાઈ પૂરી કરવાના આદેશ આવ્યા ન હતા. પણ એવું ન હતું કે તેને જણાવવામાં આવ્યું ન હતું. જાપાની સરકારે તેના ભાઈને ફિલીપાઈન્સ મોકલ્યા હતા તેને પાછા લાવવા માટે. તેને રોજે રોજના સમાચાર પત્ર દેખાડવામાં આવ્યા. પણ તેણે સ્વીકારવાની ના કહી દીધી કે તે સાચું પણ હોઈ શકે છે. તેમનું માનવું હતું જો જાપાન યુદ્ધ હારી ગયું તો તમે બધા જીવતા કેમ છો? કેમ કે જાપાની જીવતા હોય ત્યાં સુધી હાર સ્વીકાર કરવા માટે નથી ઓળખાતા. જયારે હીરુ ઓનાદા સૈન્યમાં લડવા માટે જઈ રહ્યા હતા, તો તેની માં એ તેને એક ખંજર આપ્યું હતું. અને કહ્યું હતું કે દીકરા જો ક્યારે પણ લડાઈમાં હારવાનો સમય આવવા લાગે તો આ કામ લાગશે.
તે સૈનિક એકલા ન હતા. તેવા ઘણા બધા જાપાની સૈનિક હતા જે લડાઈ પૂરી થવાના ૨૦-૩૦ વર્ષ પછી સુધી લડતા રહ્યા. કેમ કે તેમના માટે પોતાનું જીવતા હોવું એ વાતનું પ્રમાણ હતું કે યુદ્ધ ચાલી રહ્યું છે.
તે સૈનિક હીરુ ઓનાદાની વાર્તા એક પુસ્તકમાં લખવામાં આવી છે. No Surrender : My 30 year war. જાપાનનો ઈતિહાસ એવા જ પૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને દેશભક્તિનો ઈતિહાસ છે. અને એટલા માટે આપણાથી કેટલાય ગણો નાનો, કુદરતી સંસાધનોથી રહિત તે એક દ્વીપ આપણાથી ઘણો આગળ છે. તેમની એ રાષ્ટ્રીય ભાવના જ તેમનું સૌથી મોટું સંસાધન છે. આપણે સૌને, આપણા લોકો અને આપણા નેતૃત્વ, સૌએ સમજવું પડશે કે રાષ્ટ્ર નિર્માણનો અર્થ માત્ર રોડ અને વીજળી, નોકરી અને વેપાર નથી હોતો. રાષ્ટ્રીય ચરિત્ર્યનું નિર્માણ જ રાષ્ટ્ર નિર્માણ છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.