જરૂરી છે મગજની જિમિંગ, તેનાથી ઉદાસીનતા અને ચિડચિડાપણું થાય છે ઓછું. એક વાર અજમાવી જુઓ.

સ્વસ્થ મનની સ્વસ્થ શરીર ઉપર સીધી અસર પડે છે. મનને જકડતા રોગોને કારણે હાલના સમયમાં મગજની કસરત જરૂરિયાત બની ચુકી છે. મોબાઈલ છે તો આ જરૂરી પણ બની ગયું છે. રોજ મગજની કસરત કરવાથી અવસાદ, ચીડિયાપણું અને ચિંતા ઓછી થાય છે અને માનસિક ક્ષમતાનો વિકાસ થાય છે. તમે તમારા દૈનિક કરાય કરતા રહીને પણ તેને કરી શકો છો.

ઘરેલું વસ્તુની યાદી :

તમારી જરૂરી ખરીદવાના સામાનની યાદી તૈયાર કરો. જયારે સામાન ખરીદવા જાવ તો સામાનની યાદીને ધ્યાનથી વાચો અને ઘરે જ મૂકી દો. હવે તમને જે પણ વસ્તુ યાદ છે તે ખરીદો. જો તમને લાગે છે કે તમે થોડું ભૂલી રહ્યા છો તો મગજ ઉપર જોર લગાવીને યાદ કરવાનો પ્રયાસ કરો. વારંવાર બજારે જવાથી બચવા માટે લીસ્ટનો ફોટો પડીને પણ રાખી શકો છો, પરંતુ લીસ્ટ ત્યારે જુવો જયારે તમે વસ્તુ યાદ કરીને થાકી જાવ.

૧. શબ્દોની રમત :-

આ કસરત ઘણી મજાની છે. તમારે માત્ર એક શબ્દ કે કોઈ વસ્તુ વિચારવાની છે. દાખલા તરીકે ચોખા. હવે વિચારો કે ચોખા સાથે સંબંધિત બીજી કઈ કઈ વસ્તુ હોઈ શકે છે, જેવી કે ખીર, ખીચડી, વગેરે. એવી રીતે ઘણી રીતે વસ્તુઓ શબ્દનો ઉપયોગ કરી યાદ શક્તિ વધારી શકાય છે.

૨. દિનચર્યા યાદ કરો :-

માની લો કે તમે ઓફીસ કે ક્યાંક બહારથી ઘરે આવો છો. જયારે તમે ઘરે આવો છો, તો દરવાજો ખોલ્યા પછી સૌથી પહેલા શું કરો છો, કદાચ ચપ્પલ ઉતારતા હશો કે ચાવી તેના સ્થાન ઉપર રાખતા હશો. કાંઈક એવી દિવસ આખાની કામગીરીઓને યાદ કરો. દરેક નાનામાં નાની કામગીરીને યાદ કરો. આંખો બંધ કરી કલ્પના કરો. આંખો ખુલ્લી હોવાથી ધ્યાન ભંગ થઇ શકે છે.

૩. મેપ સ્કેચ કરો :-

જો તમને ચિત્રકારી પસંદ છે, તો તે તમને એકદમ પસંદ આવશે. માની લો કે તમારા ઘરની નજીક તમારી દોસ્ત રહે છે. હવે તમારા ઘરેથી તેના ઘરની વચ્ચેનો રસ્તો એક પાનાં ઉપર સ્કેચ કરો. એક મેપની જેમ. એવી રીતે કોઈ દુકાન કે મેડીકલ સ્ટોર જેવા સ્થળને યાદ કરો. અને તેનો મેપ સ્કેચ કરો. રેલ્વે માર્ગ કે સ્ટેશનની બાબતમાં પણ લખી શકો છો.

યાદ છે ને કે જયારે મોબાઈલ ના હતા અને આપણે 1 રૂપિયાનો સિક્કો લઈને ગામની કોઈ દુકાને કે શેરીમાં કોઈ ISD, PCO પીળા કલરના બેગરાઉન્ડમાં કાળા અક્ષરથી લખેલું હોય ત્યાં પહોચી જતા અને ત્યારે આપણને ઘણા બધા ફોન નંબર પીન કોડ સાથે યાદ રહેતા હતા. અને હવે? તો આ મગજની જીમીંગ આજથી જ ચાલુ કરી દો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.