72 કલાક સુધી 300 ચીની સૈનિકો પર એકલા ભારે પડ્યા હતા જસવંત સિંહ, આજે પણ બોર્ડર પર કરે છે સુરક્ષા

ફિલ્મી દુનિયામાં અત્યાર સુધીમાં દેશભક્તિ ઉપર ઘણી ફિલ્મો બની ચુકી છે. જેમાંની એક હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ ઉરી બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી રહી છે. દેશભક્તિ ઉપર આધારિત ફિલ્મ ઉરી દર્શકો વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ઉરીનો જોશ હજુ લોકો વચ્ચેથી દુર થયો નથી, કે એક બીજી દેશભક્તિ ઉપર આધારિત ફિલ્મ રીલીઝ થઇ ચુકી છે. રાઈફલમેન જસવંત ઉપર આધારિત ફિલ્મ પડદા ઉપર આવી ચુકી છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું છે વિશેષ?

રાઈફલમેન જસવંત સિંહનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. જો તમે નથી સાંભળ્યું તો તમને તેમના ઉપર બનેલી ફિલ્મને જરૂર જોવી જોઈએ. આ ફિલ્મ જોયા પછી દરેક ભારતીય સેનાના જવાન ગર્વથી ફૂલી જ જશે. અને ખબર પડશે કે ૧૯૬૨ માં ચીન આપણી ઉપર ભારે પડ્યું ન હતું. પરંતુ આપણે તો પરિસ્થિતિને લીધે પાછા પડી ગયા હતા. આ ફિલ્મ ૧૯૬૨ ના ઘણા બધા રહસ્યો ખોલી રહી છે, જેને લીધે ભારતીય સેના ગર્વથી ફુલાઈ જ જશે. આ ફિલ્મ સેનાના જવાન જસવંત સિંહ ઉપર આધારિત છે. જેઓ ૧૯૬૨ માં શહીદ થઇ ગયા હતા.

૩૦૦ ચીની સૈનિકો ઉપર એકલા ભારે પડ્યા હતા જસવંત સિંહ :

૨૧ વર્ષની ઉંમરમાં જસવંત સિંહ રાવત ૭૨ કલાક સુધી એકલા ચીનના ૩૦૦ સૈનિકો સામે લડ્યા હતા. ભૂખ્યા તરસ્યા રહીને પણ તેઓ છેલ્લા શ્વાસ સુધી ચીની સૈનિકો સામે લડતા રહ્યા અને છેલ્લે તેઓ શહીદ થઇ ગયા. જસવંત સિંહના ત્યાગ બલીદાન અને દેશપ્રેમને આજે પણ કોઈ ભૂલી શક્યા નથી. એવી શોર્ય, દેશપ્રેમ અને બલીદાનથી ભરેલી આ સાહસિક કહાની પહેલી વખત સિનેમાના પડદા ઉપર જોવા મળી રહી છે. જો કે દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી કરી દેશે.

મોટા પડદા ઉપર આ ફિલ્મ ઘણી ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મનું નામ ‘૭૨ ઓવર્સ : માર્ટીયર હુ નેવર ડાઈડ’ છે. આ ફિલ્મમાં ચોથી ગઢવાલ રાઈફલના રાઈફલમેન જસવંત સિંહ રાવતની નુરાંગમાં લડવામાં આવેલી વીરતાની વાર્તાને દેખાડવામાં આવી છે, જો કે દરેકે જોવી જોઈએ. આજે પણ રાઈફલમેન જસવંત સિંહ રાવતના નામથી ચીનમાં ડર રહે છે.

૭૨ ઓવર્સ : માર્ટીયર હુ નેવર ડાઈડના ડાયરેક્ટરે જણાવેલી આ વાત :

ફિલ્મ રીલીઝ થયા પછી ‘૭૨ ઓવર્સ : માર્ટીયર હુ નેવર ડાઈડ’ ના ડાયરેક્ટર અવિનાશે કહ્યું, કે જયારે મેં આ વાર્તા લખી તો મેં શહીદ જસવંત સિંહની આત્મા મારી પાસે અનુભવી. મને ઘણો ગર્વ થયો તેમના વિષે લખવામાં. અવિનાશ આગળ જણાવે છે કે મારા પિતા પણ સૈનિક હતા અને બાળપણમાં હંમેશા પિતા પાસેથી રાઈફલમેન જસવંત સિંહની વીરતાની વાતો સાંભળેલી હતી. અને હું તેને આજે પડદા ઉપર લઇ આવ્યો.

લોકોના દિલમાં આજે પણ જીવિત છે જસવંત સિંહ :

ભૂખ્યા તરસ્યા ૩૦૦ દુશ્મનો સામે એકલા સામનો કરવા વાળા જસવંત સિંહ આજે પણ લોકોના દિલમાં જીવિત છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં બાબા જસવંત સિંહ નામથી મંદિર બનેલું છે, અને તેમના નામ ઉપર એક સ્થાનિક વિસ્તારનું નામ જસવંતગઢ પડી ગયું. બાબા જસવંત સિંહ ૭૨ કલાક સુધી ૩૦૦ ચીની સૈનિકો ઉપર એકલા ભારે પડ્યા હતા. સ્થાનિક લોકો માને છે કે જસવંત સિંહ આજે પણ બોર્ડરનું રક્ષણ કરે છે. એટલું જ નહિ લોકોનું માનવું છે કે જસવંત સિંહને કારણે જ આજે આપણે ઘણા વધુ સુરક્ષિત છીએ. એમના શહીદ થયાના આટલા વર્ષો પછી પણ આજે જસવંત સિંહના સમ્માન સ્વરૂપે એમને પ્રમોશન અને રજા પણ આપવામાં આવે છે. તે ઉપરાંત લોકો એમની વરદી અને બુટ પણ રોજ સાફ કરે છે.