જયારે પણ તેમની યાદ આવે છે, તો તેમનો યુનિફોર્મ પહેરી લઉં છું, મેજરની પત્નીની.

વર્ષ ૨૦૧૬માં જમ્મુ કાશ્મીરના નગરોટામાં થયેલા આતંકી હુમલામાં ભારતના ૭ જવાનો શહીદ થયા હતા. તેમાંથી એક હતા, મેજર અક્ષય ગીરીશ કુમાર. હાલમાં તેમની પત્નીનો પત્ર સોસીયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. મેજર ગીરીશની પત્ની સંગીતા રવીન્દ્રન કહે છે કે ૨૦૦૯ માં તેમણે મને પ્રપોઝ કરી હતી.

૨૦૧૧માં અમારા લગ્ન થયા, હું પુણે આવી ગઈ. બે વર્ષ પછી નૈનાનો જન્મ થયો. તેને લાંબા સમય સુધી કામની બાબતમાં બહાર રહેવું પડતું હતું. અમારી દીકરી નાની હતી, એટલા માટે અમારા પરિવારે કહ્યું કે હું બેંગલુરૂ આવી જાવ.

મેં તેમ છતાં પણ ત્યાં રહેવાનું પસંદ કર્યું, જ્યાં અક્ષય હતો. હું અમારી નાની એવી દુનિયાથી દુર જવા માગતી ન હતી, જે અમે મળીને બનાવી હતી. તેની સાથે જીવન હસતું રમતું હતું. તેને મળવા નૈનાને લઇને ૨૦૧૧ ફૂટ ઉપર જવું, સ્કાઈ ડ્રાઈવિંગ કરવી, અમે બધું જ કર્યું. ૨૦૧૬ માં તેને નગરોટા મોકલવામાં આવ્યો. અમને હજુ ત્યાં ઘર મળ્યું ન હતું, એટલા માટે અમે ઓફિસર્સ મેસમાં રહેતા હતા. ૨૯ નવેમ્બરની સવારે ૫.૩૦ વાગ્યે અચાનક ગોળીઓના અવાજથી અમારી આંખ ખુલી ગઈ.

અમને લાગ્યું કે ટ્રેનીંગ ચાલી રહી છે, ત્યારે ગ્રેનેડનો અવાજ પણ આવવા લાગ્યો. ૫.૪૫ વાગ્યે અક્ષયના એક જુનીયરએ આવીને જણાવ્યું કે આતંકવાદીઓએ તોપખાનાના રેજીમેંટને બંધક બનાવી લીધો છે. તેના મોઢાનો છેલ્લો શબ્દ હતો ‘તુમ્હે ઇસકે બારે મેં લિખના ચાહિયે’. તમામ બાળકો અને મહિલાઓને એક રૂમમાં રાખવામાં આવ્યા હતા. રક્ષકોને રૂમની બહાર ગોઠવવામાં આવ્યા હતા. અમને સતત ફાયરીંગનો અવાજ આવી રહ્યો હતો.

મેં મારી સાસુ અને નણંદ સાથે તે બાબતની વાત કરી. ૮.૦૯ વાગ્યે તેણે ગ્રુપ ચેટમાં મેસેજ કર્યો કે તે લડાઈમાં છે. ૮.૩૦ વાગ્યે સૌને સુરક્ષિત સ્થળ લઇ જવામાં આવ્યા. હું પણ અમે બધા પાયજામા અને ચપ્પલોમાં જ હતા. દિવસ ચડતો રહ્યો, પરંતુ કોઈ સમાચાર આવી રહ્યા ન હતા. મને ચિંતા થઇ રહી હતી. મારાથી રહેવાયું નહિ, મેં ૧૧:૩૦ વાગ્યે તેને ફોન કર્યો. કોઈ બીજા એ ફોન ઉપાડ્યો અને કહ્યું કે મેજરને બીજા લોકેશન ઉપર મોકલવામાં આવ્યા છે.

લગભગ સાંજના ૬.૧૫ વાગ્યે થોડા ઓફિસર મને મળવા આવ્યા અને કહ્યું, ‘મેમ આપણે અક્ષયને ગુમાવી દીધો છે, સવારે ૮.૩૦ વાગ્યે તે શહીદ થઇ ગયો’ મારી દુનિયા જ અટકી ગઈ. ન જાણે કેવા કેવા વિચાર મારા મનમાં આવતા રહ્યા. ક્યારેક એવું લાગતું હતું કે મેં તેને કોઈ મેસેજ કરી દીધો હોત તો, કદાચ જતા પહેલા એક વખત તેને ગળે લગાવ્યો હોત, કદાચ એક છેલ્લી વખત તેને કહ્યું હોત કે હું તેને પ્રેમ કરું છું.

એવું નથી બનતું જેવું આપણે વિચાર્યું હોય છે. હું બાળકની જેમ વલખા મારતી રહી, જેમ કે મારી આત્માના કોઈએ ટુકડા કરી દીધા હોય. બે બીજા સિપાહી પણ તે દિવસે શહીદ થઇ ગયા હતા. મને તેનો યુનિફોર્મ અને કપડા મળ્યા. એક ટ્રકમાં એ બધું હતું, જે આ વર્ષે અમે એકઠું કર્યું હતું. લાખ પ્રયાસ કર્યા મારા આંસુને રોકવાના. આજ સુધી તેનો યુનિફોર્મ મેં ધોયો નથી. જયારે તેની ખુબ યાદ આવે છે, તો તેનું જેકેટ પહેરી લઉં છું. તેમાં તેનો અહેસાસ કરી શકું છું.

શરુઆતમાં નૈનાને સમજાવવી મુશ્કેલ હતી કે તેના પપ્પાને શું થઇ ગયું. પરંતુ પછી તેને કહી દીધું કે હવે તેના પપ્પા આકાશમાં એક તારો બની ગયા છે. આજે અમારી જમા કરેલી વસ્તુ માંથી મેં એક દુનિયા બનાવી લીધી છે, જ્યાં તે જીવતા છે, મારી યાદોમાં, અમારા ફોટામાં, આંખોમાં આંસુ હોય, છતાં પણ હસતી રહું છું. જાણું છું કે તે હોત તો મને હસતી જોવા ઇચ્છતા હોત.

કહે છે ને જો તમે તમારા આત્માને ચિરાઈ જવાનું દર્દ સહન ન કર્યું, તો શું પ્રેમ કર્યો, દુ:ખ તો ઘણું થાય છે, પણ હા, હું તેની સાથે હંમેશા એવી રીતે પ્રેમ કરતી રહીશ. શહીદોના પિરવારને તે બધું સહન કરવું પડે છે, જેના વિષે વિચારીને પણ કદાચ ધ્રુજી ઉઠશો. તેઓ પોતાનું બલીદાન આપી જાય છે આપણું રક્ષણ કરતા કરતા. આપણે સલામ કરીએ છીએ એ લોકોને જે આ બધું સહન કરે છે. જેથી આપણે સુરક્ષિત રહી શકીએ. જય હિન્દ…