જવાન થઇ ગઈ 90 ના દશકની અભિનેત્રીઓની દીકરીઓ, સુંદરતામાં બધાની કરી શકે છે છુટ્ટી.

સુંદરતામાં પોતાની માં થી ઘણી આગળ છે 90 ના દશકની અભિનેત્રીઓની દીકરીઓ, જુઓ તેમના હોટ ફોટા. સમય ક્યારે પસાર થઇ જાય છે ખબર જ નથી પડતી. હવે 90ના દશકની સુંદર અભિનેત્રીઓ જેમ કે રવિના ટંડન, કરિશ્મા કપૂર, કાજોલ, જુહી ચાવલા અને મધુની જ વાત લઇ લો. તે તમામ 90ના દશકમાં સિલ્વર સ્ક્રીન ઉપર ધૂમ મચાવતી હતી પરંતુ હવે 45ની ઉપરની થઇ ગઈ છે અને ટીન એજર્સ દીકરીઓની માં પણ છે. તેથી આજે અમે તમને 90ની દશકની એ અભિનેત્રીઓની દીકરીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. તે સુંદરતાની બાબતમાં તેની માં ઉપર જ ગઈ છે અને વહેલી તકે જ બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે.

રાશા ઠડાની: રવિના ટંડને 1992માં ‘પથ્થર કે ફૂલ’ થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 2004માં અનીલ ઠડાની સાથે લગ્ન કર્યા હતા તેનાથી તેને રાશા ઠડાની થઇ. રાશા 15 વર્ષની છે અને સુંદરતામાં તેની માં ઉપર જ ગઈ છે. તે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે.

ન્યાસ દેવગણ : કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા સોશિયલ મીડિયા પર ખુબ પ્રખ્યાત છે. તેમના ફોટા ખુબ વાયરલ થતા રહે છે. ન્યાસા 17 વર્ષની છે અને બીજા સ્ટાર કિડ્સથી ઘણી અલગ છે. મોટી થઈને તે પણ અભિનયની દુનિયામાં પ્રવેશ કરી શકે છે.

સમાયરા કપૂર : કરિશ્મા કપૂર 90ના દશકની લોકપ્રિય અભિનેત્રી છે. તેમણે 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આમ તો 2016માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. કરિશ્માની દીકરીનું નામ સમાયરા છે. તે દેખાવમાં તેની માં ઉપર ગઈ છે. 15 વર્ષની સમાયરા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે. માતા પિતાના છૂટાછેડા થઇ ગયા પછી તે માં કરિશ્મા સાથે જ રહે છે.

જાહ્નવી મેહતા : 90ના દશકની બોલકણી અભિનેત્રી જુહી ચાવલાએ 1995માં જય મેહતા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે બાળકો જાહ્નવી અને અર્જુન થયા. તે બંને લંડનમાં ભણે છે.

તે મીડિયાની લાઈમલાઈટથી દુર જ રહેવાનું પસંદ કરે છે. જાહ્નવી તો સોશિયલ મીડિયા ઉપર પણ નથી. તેને સાદગીથી રહેવું ગમે છે. તે ફિલ્મોમાં કલાકાર બનવાને બદલે રાઈટર બનવા માંગે છે.

આમાયરા – કીયારા શાહ : ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મથી બોલીવુડના પ્રવેશ કરવા વાળી મધુ તેની સુંદરતા માટે હંમેશા ફેમસ હતી. તેણે 1999માં આનંદ શાહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે દીકરીઓ અમાયરા અને કીયારા થઇ. અમાયરા 18 વર્ષની છે જયારે કીયારા 16 વર્ષની છે. મધુ તેની બંને દીકરીઓ સાથે સોશિયલ મીડિયા ઉપર ફોટા શેર કરતી રહે છે. તેમાં અમાયરા દેખાવમાં ઘણી સુંદર છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.