”જય જય જય જય ગરવી ગુજરાત” એ આર રહેમાન નાં કમ્પોજીશન માં

 

ગુજરાત માટે કનૈયાલાલ મુનશીએ લખ્યું છે કે, “ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. જે પોતાને એક કલ્પનામાં, પોતાનું અસ્તિત્વ એક દ્રઢ સંકલ્પ દ્વારા સમજવામાં જીવનસાફલ્ય સમજે છે. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણાયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે.”

પારસી વેપારી અરદેશર ફ. ખબરદાર દ્વારા લખવામાં આવેલી આ કવિતા પંક્તિ લોક હૃદય માં વસી ગઈ છે.

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!”

કવી ઉમાશંકર જોશીએ લખ્યું છે

“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.”

૧, મે, 1960 ના રોજ રવિશંકર મહારાજ નાં હસ્તે બ્રૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી બોલતા પ્રદેશોનું એક અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. બ્રૃહદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા.

ગુજરાત ભારતના પશ્ચિમ માં આવેલું રાજ્ય છે. ગુજરાતના પશ્ચિમે અરબી સમુદ્ર,ઉત્તરમાં પાકિસ્તાન અને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર તથા દીવ દમણ અને દાદરાનગર હવેલી છે.

પુરાણો અને મહાકાવ્યોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આનર્તનો પુત્ર રેવત આધુનિક દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ એમના મામા કંસનો વધ કાર્ય પછી દ્વારિકા નગરી વસાવી હતી. એ સમયે આ નગરીને દ્વારકા, દ્વારિકા, દ્વારામતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એવું કહેવામાં આવે છે કે કૃષણની મૂળ દ્વારિકા સોના ની હતી અને તે નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ દ્વારિકાના શાસક હોવાથી તે દ્વારિકાધીશ તરીકે ઓળખાતા હતા. કૃષ્ણએ દ્વારિકામાં યાદવોનું શાસન સ્થાપ્યું હતું. પરતું યાદવો સત્તા, સંપતિ, સુખ અને મદિરાપાનમાંજ રાચતા રહ્યા હતા. જેના કારણે તેઓ અંદરો અંદર લડીને ખતમ થઈ ગયા.

સોમનાથ મંદિર અને ગિરનાર પર્વતનો પણ ગુજરાત વિશેની પૌરાણિક વાર્તાઓમાં ઉલ્લેખ જોવા મળે છે. પૌરાણિક સમયમાં સરસ્વતી નદી પણ ગુજરાતમાંથી વહેતી હોવાનું જાણવા મળે છે. પાંડવો તેના અજ્ઞાતવાસ દરમિયાન જે વિરાટ નગરીમાં રહ્યા હતા તે વિરાટ નગરી પણ આજના કચ્છમાં આવી હોવાનું માનવામાં આવે છે. લોથલ તથા ધોળાવિરામાંથી સીંધું ખીણની સંસ્કૃતિના એવશેષો મળી આવ્યા છે.

પ્રાચીન યુગનું ગુજરાત

ગુજરાતમાં કૃષ્ણ ભગવાનના શાસન બાદ 3000 વર્ષ સુધી શું બન્યું તેની માહિતી મળતી નથી. આથી આ સમયગાળા દરમિયાન શું બન્યું હશે તેની માત્ર કલ્પનાજ કરવી રહી. યાદવકુળના નાશ બાદ ગુજરાતની એકંદરે સ્થિતિ અંધકારમય જેવી બની રહી હતી. કૃષ્ણ શાસન બાદ છેક ઈ.સ 319માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્ત મૌર્યે ધ્વજ ફરકાવ્યો હોવાની માહિતી મળે છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાત તેના શાસન હેઠળ આવતા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અશોકે ઠેરઠેર શિલાલેખો કોતરાવ્યા હતા. જેને અશોકના શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. આમાંનો એક શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં છે.

ભાવનગર ની બાજુ માં આવેલું વલભીપુર ની નામના ખુબ હતી. એ સમયે વલભી માત્ર ગુજરાતની નહી પરતું પુરા ભારતની સંસ્કારભૂમિ બની હતી. ભારતમાં નાલંદા અને વલભી બે મોટી વિદ્યાપિઠો આવેલી હતી.

પ્રાચીન કાળમાં મૂળરાજ સોલંકિના સમયને ગુજરાતનો સુર્વણકાળ ગણવામાં આવે છે. મૂળરાજે ‘ગુર્જરેશ’ પદવી ધારણ કરી હતી. તેના શાસન હેઠળ જે જે પ્રદેશો આવતા હતા તેને ‘ગુર્જરદેશ’, ‘ગુર્જરરાષ્ટ્ર’ કે ‘ગુજરાત’ તરીકે ઓળખવામાં આવતા હતા. સોલંકી વંશ બાદ વાઘેલાએ ગુજરાત ઉપર શાસન કર્યું હતું. વાઘેલા બાદ ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો હતો.

ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યા બાદ ગુજરાત દિલ્હીના સુલતાનોના હાથમાં આવ્યું હતું. સુલતાનોએ ગુજરાતની પ્રજા ઉપર ઘણા અત્યાચારો કર્યા હતા. મુઝફ્ફર શાહ ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યો હતો. મુઝફ્ફરમા પૌત્ર અહમદ શાહે 1411માં અમદાવાનો પાયો નાખ્યો હતો.

કર્ણાવતી એટલે કે અમદાવાદની સ્થાપના થયા બાદ તેની આસાપાસના લોકો ત્યાં આવીને વસવા લાગ્યા હતા, જેના પરિણામે અમદાવાદનો વિકાસ થયો હતો. અહમદશાહના પૌત્ર મહંમદશાહે મહેમદાબાદ શહેર વસાવ્યું હતું. સંત નરસિંહ મહેતા પણ આજ સમયગાળા દરમિયાન થઈ ગયા હતા. ગુજરાત ઉપર શાસન કરનાર છેલ્લો રાજા બહાદુરશાહ હતો. ત્યાર બાદ મોગલોએ ગુજરાત જીતુ લીધું હતું.

મોગલોના શાસન દરમિયાનજ ગુજરાતની માઠી બેઠી હતી. મોગલ રાજા જહાંગીરના શાસનમાં તેની પરવાનગીથી અંગ્રેજોએ સુરત ખાતે વેપારની પહેલી કોઠી સ્થાપી હતી. જહાંગીરની આ ભૂલને કારણે ગુજરાત અને ભારતે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. અંગ્રેજોએ વેપારની સાથે સાથે એકબીજા રાજાની ચાંચિયાગીરી કરવાનું ચાલું કર્યું હતું. જેના પરિણામે રાજાઓને એકબીજા સાથે લડાવીને બહું ટૂંકા સમયમાં ગુજરાત ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી લીધું.

૨૨૫ વર્ષ પહેલા ભગવાન સ્વમીનારયણે ગુજરાત માં ખુબ મોટા પાયે આજની દ્રષ્ટીએ જેને સમાજસુધાર નાં કાર્યો કહે છે એ કાર્યો તેમણે કરી ને ગુજરાત ને માંથી કેટલાય દુષણો કાઢી નાખ્યા હતા જેમાં સતીપ્રથા અને બાળકી ને દૂધ પીતી કરવાના કુરિવાજ મુખ્ય હતા. ભારત નાં ઈતિહાસ માં સૌથી પહેલા ભગવાન સ્વામીનારાયણ દ્વારા આ કુરિવાજો બંદ કરાવા નું કાર્ય થયેલું પણ કુંઠિત અસત્ય લખનારા ઈતિહાસકારો દ્વારા રાજા રામ મોહન રાય ને એ શ્રેય આપવા માં આવ્યો છે. ભગવાન સ્વામીનારાયણ દ્વારા અનેક લોક ઉપયોગી કર્યો ની સાથે અનેક અંધશ્રધા ને વહેમ ને ભગાડ્યા, સાથે શિક્ષણ અને મહિલા શિક્ષણ માટે પણ ખુબ પ્રોત્શાહન આપ્યું. સાથે પછાત જાતી સાથે થતા ભેદભાવ દુર કર્યા.

ભારત અંગ્રેજોના હાથમાં આવી ગયા બાદ દેશને આઝાદી અપાવવામાં ગુજરાતનું અમુલ્ય યોગદાન રહ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓએ ભારતને આઝાદી અપાવવા માટે જે બલીદાન આપ્યું છે તેના માટે ભારત દેશ યુગો યુગો સુધી તેનો રૂણી રહેશે.

અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવવા માટે સૌપ્રથમ પ્રયાસ 1857માં કરવામાં આવ્યો હતો. 1857ના આ બળવામાં ગુજરાતના નાંલોદ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહિકાંઠાના કેટકાલ પ્રદેશો પણ જોડાયા હતા. પરતું ગુજરાતની ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોવાથી આ ક્રાંતિ બહુ વ્યાપક બની ન હતી.

1185માં એ.ઓ.હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરી હતી. કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાબાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. આ ઉપરાંત ત્રણ અન્ય ગુજરાતીઓ શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર સિંહ રાણા અને મેડમ ભિખાઈજી કામાએ વિદેશમાં રહીને ભારતને આઝાદી અપાવવા માટે પ્રયત્નો કર્યા હતા.

ભારતને આઝાદી અપાવનાર તેમજ ભારતની ભૂમિ ઉપરથી અંગ્રેજોને હાંકી કાઢનાર મોહનદાસ કરમચંદ ગાંધીને કોઈ કેવી રીતે ભૂલી શકે? ગાંધીજીએ અમદાવાદ ખાતે સૌપ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધીજીએ 1918માં ખેડાખાતે સૌપ્રથમ ખેડૂતોનું વિશાળ સંમેલન યોજ્યું હતું. ગુજરાતમાં એ સમયથીજ સત્યાગ્રહનો જન્મ થઈ ચુક્યો હતો.

મિઠા ઉપર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ગાંધીજીએ 12, માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા કરી અને મિઠાના કાયદાનો ભંગ કર્યો હતો. 1942માં ગુજરાતમાં હિંન્દ છોડો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીની અહમ ભૂમિકા રહી હતી. સહિયારા પ્રયાસથી આખરે 1947માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું. ભારતને આઝાદીતો મળી પરતું એ સમયે સૌથી મોટો માથોનો દુઃખાનો હતો નાના નાના રજવાડાઓ.

ભારત એ સમયે જુદા જુદા 600 જેટલા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. તેને એક કરવાનું કામ કર્યું હતું લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે. સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા. પરતું આઝાદી અંગેના ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તે ગાંધીજીની લડતમાં જોડાઈ ગયા હતા. ગુજરાતના આવા અનોખા ઈતિહાસને કોઈ કેવી રીતે ભૂલાવી શકે?

જય જય ગરવી ગુજરાત

વિડીયો -૧

https://youtu.be/De8-_akr2Gw

વિડીયો – ૨