મનીષ મલ્હોત્રાના ઘરે મીડિયા ઉપર ગુસ્સે થઇ જયા બચ્ચન, કહ્યું – તમને લોકોને જરા પણ શરમ..

તમે બધા લોકો મનીષ મલ્હોત્રાને તો ઓળખતા જ હશો. મનીષ મલ્હોત્રા બોલીવુડના સૌથી પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર છે. તે મોટા મોટા વ્યક્તિઓના કપડા બનાવે છે. ૧૮ નવેમ્બરના રોજ બોલીવુડના જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના પિતા સુરજ મલ્હોત્રાનું અવસાન થઇ ગયું. મનીષ મલ્હોત્રાએ મંગળવારના દિવસે પોતાના ઘરે પોતાના પિતાની શોક સભા રાખી હતી. જેમાં ભાગ લેવા બોલીવુડની ઘણી વ્યક્તિઓ આવી હતી. જયા બચ્ચન પણ પોતાની દીકરી શ્વેતા બચ્ચન સાથે મનીષ મલ્હોત્રાના ઘરે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા.

સુરજ મલ્હોત્રાની ઉંમર ૯૦ વર્ષ હતી, અને તે ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા. મનીષ મલ્હોત્રાના પિતાને શ્રદ્ધાંજલિ આપ્યા પછી જયારે જયા બચ્ચન મનીષ મલ્હોત્રાના ઘરેથી બહાર નીકળવા લાગ્યા, તો ત્યાં ઘણા બધા ફોટોગ્રાફર હાજર હતા. ફોટોગ્રાફર જયા બચ્ચન અને તેની દીકરી શ્વેતા બચ્ચનને જોઇને તેના ફોટા પાડવા લાગે છે.

તે જોઇને જ્યાં બચ્ચનને સારું ન લાગ્યું. ત્યારે તેમણે નારાજ થઈને મીડિયા વાળાને કહ્યું કે, તમને લોકોને જરા પણ શરમ છે કે નહિ, તમે લોકો જરા પણ વિચારતા નથી કે, કેવું વાતાવરણ ચાલી રહ્યું છે. જો કોઈના મૃત્યુના સમયે તમારા ઘરની બહાર લોકો ભીડ જમા થઈને ઉભા થઈ જાય ત્યારે હું જોઇશ તમે લોકોને કેવું લાગે છે. એવું કહેતા જયા બચ્ચન પોતાની કારમાં બેસી ગઈ. શ્વેતા બચ્ચને પોતાની માતાને કારમાં બેસાડ્યા અને પોતે બીજી કારથી ગઈ.

આવું પહેલી વખત નથી બન્યું જયારે જયા બચ્ચન કોઈ ફોટોગ્રાફરથી નારાજ થયા છે. તે ઘણી વખત આવું કરી ચુક્યા છે. એક ઈન્ટરવ્યું દરમિયાન અભિષેક બચ્ચને પોતાની માં ના આ વર્તન વિષે જણાવ્યું હતું કે, માં ને કેમેરા, મોબાઈલની ફ્લેશલાઈટથી ઘણી તકલીફ થાય છે. તેણે આ બધું જરાપણ પસંદ નથી.

અમે તમને જણાવી દઈએ કે, આ સમયે જયા બચ્ચન ઉપરાંત કરણ જોહર, કરીના કપૂર, કીયારા અડવાણી, રોહિત ધવન, રવિના ટંડન, અર્જુન કપૂર, એશ્વર્યા રાય બચ્ચન, મલાઈકા અરોડા પણ ગયા હતા. બધા લોકોએ મનીષ મલ્હોત્રાના ઘરે જઈને તેમના પિતાના અવસાન ઉપર શોક વ્યક્ત કર્યો હતો.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા એવું બનતું રહે છે. એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ઋષિ કપુર પોતાની પત્ની નીતુ સાથે ગયા હતા. જયારે તે દિવાળી પાર્ટીમાંથી ઘરે પાછા આવી રહ્યા હતા, તો પત્રકારોએ તેને ચારે તરફથી ઘેરી લીધા હતા. બધા લોકો તેની સાથે ફોટો પડાવવાની વિનંતી કરી રહ્યા હતા. પત્રકારોનો શોર બકોર સાંભળીને ઋષિ કપૂર નારાજ થઈ ગયા અને ગુસ્સે થઈ ગયા હતા.

ઋષિએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, દેકારો ન કરો અહિયાં બધા લોકો ઊંઘી રહ્યા છે, આપણે પણ તેમના સન્માનનું ધ્યાન રાખવાનું હોય છે. લોકોને એવું કહેવાની તક ન આપવી જોઈએ કે, ફિલ્મ વાળા લોકો કેટલો દેકારો કરે છે. ઋષિએ લોકોને એવું પણ કહ્યું કે હંમેશા મીડિયાના લોકોને દેકારો કરતા જોવા મળે છે જે જરાપણ યોગ્ય નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.