5 ફેબ્રુઆરીએ છે જયા એકાદશી, વાંચો તેનું મહત્વ અને એની સાથે જોડાયેલી વ્રત કથા

એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુજીની કૃપા જળવાઈ રહે છે. આ વ્રત દર મહીને આવે છે. મહા મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશી તમામ એકદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે. જયા એકાદશીનું વ્રત કરવાથી ભાગ્ય ખુલી જાય છે અને જીવનમાં દરેક સુખ મળવા લાગી જાય છે.

ક્યારે છે જયા એકાદશી :-

જયા એકાદશીનું વ્રત પાંચ ફેબ્રુઆરીના દિવસે આવી રહ્યું છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વ્રત રાખવાથી નીચ યોની માંથી મુક્તિ મળી જાય છે. જયા એકાદશી સાથે જોડાયેલી કથા મુજબ નંદન વન ઉત્સવ દરમિયાન પુષ્યવતી નામની ગંધર્વ કન્યા નૃત્ય કરી રહી હતી. નૃત્ય કરતી વખતે પુષ્યવતી માલ્યવાનને પસંદ કરવા લાગી.

પુષ્યવતીનું નૃત્ય જોઈ માલ્યવાન પણ તેની તરફ આકર્ષિત થઇ ગયા. સભામાં રહેલા ઇન્દ્રને પુષ્યવતી અને માલ્યવાનના આ વર્તન ઉપર ગુસ્સો આવી જાય છે અને ઇન્દ્રએ પુષ્યવતી અને માલ્યવાનને શ્રાપ આપી દીધો કે તેમને મૃત્યુ લોકમાં અતિ નીચ પિશાચ યોની મળશે. આ શ્રાપ આપતા જ તે બંને પિશાચ બની ગયા.

આ શ્રાપ પછી પુષ્યવતી અને મુલ્ય વાન હિમાલય પર્વત ઉપર જતા રહ્યા. શ્રાપથી બચવા માટે આ બંનેએ મહા સુદ પક્ષની એકાદશીના દિવસે વ્રત રાખ્વ્યું અને આ વ્રત રાખવાથી તેમને પિશાચ યોની માંથી મુક્તિ મળી ગઈ. એટલું જ નહિ માલ્યવાન અને પુષ્યવતી ઘણા સુંદર પણ બની ગયા અને આ બંનેને સ્વર્ગ લોકમાં સ્થાન મળી ગયું.

પિશાચ યોની માંથી મુક્તિ મળ્યા પછી તે બંને સ્વર્ગ લોકમાં રહેવા લાગ્યા. અને તે બંનેને સ્વર્ગ લોકમાં જોઈ ઇન્દ્ર આશ્ચર્યચકિત બની ગયા અને તેમણે તેને પ્રશ્ન કરતા પૂછ્યું કે, તમને બંનેને પિશાચ યોની માંથી મુક્તિ કેવી રીતે મળી? માલ્યવાને ઇન્દ્રને જણાવ્યું કે તેમણે જયા એકાદશીનું વ્રત રાખ્યું હતું. જેના કારણે તેને શ્રાપ માંથી મુક્તિ મળી ગઈ.

કેવી રીતે કરવું જય એકાદશીનું વ્રત :-

આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુજીની પૂજા કરતા પહેલા પૂજા કરવાનો સંકલ્પ લો. ત્યાર પછી ભગવાન વિષ્ણુને ધૂપ, દીવા, ચંદન, ફળ, તલ અને પંચામૃત અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તેની આરતી ગાવ.

શાસ્ત્રો મુજબ જયા એકાદશીના દિવસે નારાયણ સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ. પાઠ કર્યા પછી ભગવાન વિષ્ણુના નામના જાપ કરો. એકાદશીના દિવસે જો તમે વ્રત રાખો છો તો માત્ર ફળોનું જ સેવન કરો અને આ વ્રત દશમી તિથી એટલે આગળના દિવસે ખોલો.

જયા એકાદશીનું મહત્વ :-

જયા એકાદશીનું વ્રત રાખવાથી નીચ યોની માંથી મુક્તિ મળી જાય છે અને ધન સંપત્તિ, સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે.

જે લોકો આ વ્રત રાખે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે અને સ્વર્ગમાં સ્થાન મળી જાય છે.

ન કરો આ કામ :-

જયા એકાદશીના દિવસે ભાતનું સેવન ન કરો.

આ દિવસ માત્ર જમીન ઉપર જ બેસવું જોઈએ અને જમીન ઉપર જ સુવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.