બાળપણમાં ખુબ ક્યૂટ અને સુંદર દેખાતી હતી જયા કિશોરી, જુઓ ન જોયેલ ફોટા.

નાનકડી ઉંમરથી જ કૃષ્ણ ભક્તિમાં લિન થઈ ગઈ હતી જયા કિશોરી, જુઓ બાળપણના મજેદાર ફોટાઓ.

મોટિવેશનલ સ્પીકર અને આધ્યાત્મિક વક્તા જયા કિશોરીનું આજે ઘણું મોટું નામ છે. દરેક લોકો તેમને ઓળખે છે. અને ફક્ત 23 વર્ષની ઉમરમાં જ તેમણે દેશભરમાં ખૂબ માન-સન્માન મેળવ્યું છે. ખાસકરીને યુવાઓ વચ્ચે જયા કિશોરી ઘણી પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો અને ઉપદેશ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

જયા કિશોરીના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા પસંદ કરવામાં આવે છે. તમે પણ તેમના ઘણા ફોટાઓ જોયા હશે. પરતું આજે અમે તમને તેમના બાળપણના કેટલાક નજોયેલા ફોટાઓ દેખાડવા જઈ રહ્યા છીએ.

આ જયા કિશોરીનો બાળપણનો ફોટો છે અને આ ફોટામાં તમે જોઈ શકો છો કે તે તેમના પિતાના સાથે છે. જયા કિશોરીએ 7 વર્ષની ઉમરમાં જ ભજન કીર્તન ગાવવાનું શરૂ કરી દીધું હતું.

નીચેના ફોટામાં તમે જોઈ શકો છો કે જયા કિશોરી પોતાની દાદાની સાથે બેથી છે અને હસતાં દેખાઈ રહી છે. તેની બાજુમાં રહેલા ફોટામાં જયા કિશોરી ફક્ત 9 વર્ષની છે. આ ઉંમરમાં તેમણે શિવ તાંડવ સ્તોત્રમ, રામાષ્ટકમ, લિંગાષ્ટકમ જેવા સ્તોત્ર યાદ કરી લીધા હતા.

જયા કિશોરી નારાયણ સેવા સંસ્થાનના બાળકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં તે પોતાની કમાણીનો મોટો ભાગ આ આશ્રમને પણ દાન કરે છે.

જયા કિશોરીનો જન્મ રાજસ્થાનના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના ઘરમાં શરૂઆતથી જ એક આધ્યાત્મિક વાતાવરણ રહ્યું છે. અને ઘરના ભક્તિમય વાતાવરણને કારણે તે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ.

તે પોતાના પરિવાર સાથે ફોટાઓ શેયર કરતી રહે છે. જયા કિશોરીને પોતાના પરિવાર સાથે ખુબ પ્રેમ છે. એટલું જ નહિ તેમણે એક સામાન્ય છોકરીની જેમ લગ્ન કરવા અને માં બનવાનો નિર્ણય પણ લીધો છે. સામાન્ય રીતે આધ્યાત્મિક પ્રવક્તા આ પ્રકારની વસ્તુઓથી દૂર રહે છે, પરંતુ જયા કિશોરી સૌથી અલગ છે.

જયા કિશોરી ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેમના 22 લાખથી વધારે ફોલોઅર્સ છે અને ફેસબુક પર તેમના 28 લાખથી વધારે ફોલોઅર્સ છે. તેમના દ્વારા આપવામાં આવેલી સલાહ અને ઉપદેશોને યુવા પેઢી પણ ખુબ ધ્યાનથી સાંભળે છે. આ વાત પર કોઈ શંકા નથી કે, તેમના સોશિયલ મીડિયા પ્રેઝેન્સ ખુબ દમદાર છે. લગભગ આ જ કારણ છે કે તે યુથ સાથે જલ્દી કનેક્ટ કરી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.