જયના જન્મદિવસ પર માહીએ આપ્યું સ્પેશિયલ ગિફ્ટ, સોશિયલ મીડિયા પર શેયર કરી દીકરીની પહેલી ઝલક.

જય ભાનુશાલી નાના પડદાના જાણીતા સેલિબ્રિટી છે. હાલમાં જ તે એક નાની એવી પરીના પિતા બન્યા છે, હાલમાં જ જયે પોતાનો ૩૫મો જન્મ દિવસ સેલેબ્રેટ કર્યો અને તે સમયે જયની પત્ની માહીએ પોતાના પહેલી તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી. તેમણે દીકરીની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરતા એક ઘણા જ ખાસ અંદાઝમાં જયને જન્મ દિવસના અભીનંદન આપ્યા.

થોડા મહિના પહેલા જ માહી વીજે એક વ્હાલી એવી દીકરીને જન્મ આપ્યો હતો. ત્યાર પછી કપલે દીકરીના ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા. પરંતુ એકમાં પણ દીકરીનો ચહેરો ન દેખાડ્યો. તેવામાં જયના જન્મ દિવસ ઉપર માહીએ પહેલી વખત સોશિયલ મીડિયા દ્વારા ફેંસને પોતાની દીકરી વિષે માહિતગાર કર્યા.

જય અને માહીએ પોતાની નાની દીકરીનું નામ તારા રાખ્યું છે, તારાનો પહેલો ફોટો શેર કરતા માહીએ કેપ્શન આપ્યું, જન્મ દિવસના અભીનંદન જય ભાનુશાળી. મેં વિચાર્યું આ જન્મ દિવસને વધુ સ્પેશ્યલ બનવું, અમે તમને ખુબ પ્રેમ કરીએ છીએ. તારા અને મમ્મી એ કામના કરીએ છીએ કે તમારો આવનારો સમય આનંદમય હોય, હું આનાથી સારી ભેંટ તમને નથી આપી શકતી. જન્મ દિવસના અભીનંદન લવ.

માહીએ તારાની એક ઘણી જ ક્યુટ તસ્વીર શેર કરી છે જેમાં તે વાદળી, પીળા અને લાલ રંગના ફ્રોકમાં સુઈ રહી છે. નાની એવી તારા તસ્વીરમાં ઘણી ક્યુટ દેખાઈ રહી છે. ફેંસ પણ આ તસ્વીર ઉપર સારી સારી કમેન્ટ કરી રહ્યા છે અને જય-મહીને એક વ્હાલી એવી દીકરીના માતા પિતા બનવા ઉપર અભીનંદન આપી રહ્યા છે.

જય અને માહીની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઇ હતી, બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. આમ તો આ પાર્ટીમાં બંનેની વાતચીત થઇ ન હતી. પરંતુ એક વર્ષ પછી એક ક્લબમાં બંને ફરી મળ્યા અને અહિયાં પહેલી વાતચીત થઇ. ત્યાર પછી મુલાકાતો ચાલુ થઇ ગઈ અને બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા. છેલ્લે જયે મહીને લગ્ન માટે પ્રપોઝ કરી અને માહીએ હા કહી દીધી.

લગ્નના ૮ વર્ષ પછી માહી માં બની છે. જય અને માહીના લગ્ન ૨૦૧૧માં થયા હતા. જય અને માહી પહેલાથી જ બે બાળકોના પેરેન્ટ છે. આમ તો આ તેના પોતાના બાળકો નથી. જય અને માહીને એક દીકરો અને એક દીકરી દત્તક લીધા છે. બંનેના ફોટા ઘણી વખત પિતાના બાળકો સાથે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.

આ બંને બાળકો જય અને માહી સાથે નહિ પરંતુ તેની સાચા માતા પિતા સાથે રહે છે. પરંતુ તેની તમામ જરૂરિયાતોનું ધ્યાન જય માહી રાખે છે. તે બંને બાળકો જય અને માહીની સંભાળમાં છે, જો કે હવે તેની સાથે તેના ઘરમાં રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.