લગ્નમાં JCB ઉપર બેસીને વર અને કન્યાએ લીધી એન્ટ્રી, પછી થયું કંઈક એવું કે લોકો ચોંકી ગયા.

પોતાના લગ્નને ખાસ બનાવવા વર અને કન્યા જેસીબી લઈને આવ્યા, પણ પછી જે થયું તે તમારે જરૂર જોવું જોઈએ.

સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ઘણો શેર થઇ રહ્યો છે, જેમાં વર-વધુ જેસીબી ઉપર સવાર થયેલાં જોવા મળી રહ્યા છે. બંને અનોખા અંદાઝમાં વેડિંગ વેન્યુમાં એન્ટ્રી લેવા માટે જેસીબીના બકેટમાં બેસીને આવે છે. પણ ત્યારે તેમની સાથે કાંઈક એવું બને છે, જે જોઈને કોઈ પણ હસી પડે છે. આવો જાણીએ શું છે તે વિડીયોમાં.

ખાસ કરીને આ વિડીયો કલીપમાં વર-વધુ જેસીબીના બકેટમાં બેસીને વેડિંગ વેન્યુમાં ગ્રેંડ એન્ટ્રી લઇ રહ્યા હતા. પણ ત્યારે તે બકેટ નીચેની તરફ વળી ગયું અને કપલ નીચે પડ્યું. તે જોઇને લગ્નમાં હાજર લોકો ચોંકી ગયા. આ વિડીયોને લઈને ટ્વીટર ઉપર જાત જાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, લગ્નના પ્રોગ્રામમાં મહેમાનો વર-વધુની રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે વર-વધુની જેસીબી ઉપર બેસીને યુનિક સ્ટાઈલમાં એન્ટ્રી થાય છે. વરરાજાએ બ્લેક કોટ-પેંટ પહેર્યા છે, જયારે કન્યા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. પણ તેવામાં અચાનકથી જેસીબીનું બકેટ નીચેની તરફ વળી જાય છે અને તે કપલ ઉંચાઈએથી જમીન ઉપર રાખવામાં આવેલા ટેબલ ઉપર પડે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર મહેમાન ચક્તિ રહી ગયા.

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી ફેમસ થઇ રહ્યો છે. ટ્વીટર ઉપર તેને હજારો વખત જોવાઈ ચુક્યો છે. ઘટના ક્યારની અને ક્યાંની છે, તે નથી જાણી શકાયું. કેટલાક યુઝર્સને આ દ્રશ્ય ઘણું ફની લાગ્યું, તો કેટલાક યુઝર્સ જેસીબી વાળાની બેદરકારી ઉપર પ્રશ્ન કરી રહ્યા છે.

કેટલાક લોકોએ તો કપલના આ અનોખા આઈડિયાની ટીકા કરી. તેમનું કહેવું હતું કે, લગ્ન જેવા વાતાવરણમાં આવા સ્ટંટ કરવા ખતરનાક બની શકે છે. આ વિડીયોને ઘણા લોકોએ ટ્વીટ કર્યો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.