જે લોકો આ કાર્ય દરરોજ કરશે. તેમના જીવનમાં ક્યારેય કોઈપણ રોગો થવાની શક્યતાઓ નથી

તમે જયારે સવારે સૂઈને ઉઠો છો ત્યારે સૌથી પહેલા તમારે પાણી પીવાનું છે. જેમકે આયુર્વેદમાં આ કાર્ય માટે જે શબ્દ વાપરવામાં આવેલ છે તે છે ઉષાપાન છે.

ઉષાપાનનો અર્થ એ થાય છે કે, સવાર સવાર માં જયારે તમે ચાર સાડાચાર વાગ્યે ઉઠો છો, તે સમય ઉષાનો સમય કહેવાય છે. તો ઉષાકાળમાં તમે પાણી પીઓ છો તો તે ઉષાપાન કહેવાય છે. આમ તો ઉઠવા માટેનો ઉત્તમ સમય સાડાચાર થી પાંચ વાગ્યાનો ગણાય છે. અને ઉઠતાની સાથે જ પાણી પીવું જોઈએ પરંતુ જો તમે ઉઠી ન શકો તો જયારે તમે ઉઠો ત્યારે ઉઠતાની સાથે જ પાણી પી લો.

એનો અર્થ એ કે તમારા દિવસની શરૂઆત પાણીથી કરો. ચા થી નહિ, કોફી થી નહિ, દિવસ શરૂ થવો જોઈએ પાણી સાથે, અને પીવાની રીત પાણી હંમેશા બેસીને મમળાવી મમળાવી ને સીપ સીપ કરી ને પીવું જોઈએ જેમ કે ચા પીઓ છો કે ગરમ દૂધ પીઓ છો તેવી રીતે,ધીમે ધીમે પાણી પીવું જોઈએ. આપડા માટે સૌથી ઉત્તમ પાણી માટીના માટલાનું પાણી છે.

હવે આપણે વાત કરીએ સવારે ઉઠીને તમારે કયું પાણી પીવું જોઈએ.

હવે તમારા મનમાં એક સવાલ ઉઠશે કે કેટલૂ પાણી પીવું જોઈએ.

આયુર્વેદમાં તો કહેવામાં આવે છે કે ઓછામાં ઓછું સવા લીટર (4 ગ્લાસ) . તમે કહેશો કે આટલું પાણી પીવું અમારા માટે શક્ય નથી . આ નહિ બની શકે અમારાથી. તમે એવું કરો એક ગ્લાસથી શરુ કરો .પહેલા એક ગ્લાસ પીવાની ટેવ પાડો. આવી ટેવ તમને થોડા દિવસોમાં પડી જશે. આપણું આ જે શરીર છે તે એટલું સ્થિતિસ્થાપક છે આપણે તેને જેવી ટેવ પાડીએ , તેવી ટેવ પડી જાય છે.

તમે એક ગ્લાસ થી શરુ કરો થોડા દિવસ એક ગ્લાસ પિતા રહો પછી ધીરે ધીરે દોઢ ગ્લાસ કરો પછી બે ગ્લાસ કરો પછી અઢી ગ્લાસ કરો વધારતા જાઓ. અને ચાર ગ્લાસ સુધી કરો. તમે કહેશો કે સવારે તરસ નથી લાગતી .વગર તરશે પણ પીઓ.

જો તમે ઉઠતાની સાથે જ પાણી પીશો તો તેના ત્રણ કારણ છે. પહેલું કારણ તો એ છે કે રાત્રે તમે સુઈ ગયા ત્યારે મોઢામાં જે લાળ બની તે અંદર નથી ગયેલ તે અહીં તહીં જમા છે. ઉઠતાની સાથે જ પાણી પીશો તો જે લાળ તમારા મોઢામાં એકઠી થયેલ છે તે શરીરમાં ઉતરી જશે. અને સવારની લાળ ખુબ ઉત્તમ હોય છે. તે આખા દિવસમાં આ લાળ સારામાં સારી માનવામાં આવે છે.

બીજો ફાયદો એ છે કે રાજીવભાઈએ જણાવ્યું સવાર સવારમાં વાયુનો પ્રકોપ થાય છે. જો સવારે ઉઠીને પાણી પીવાથી તમારો વાયુનો પ્રકોપ ત્યાં સુધી શાંત રહેશે જ્યાં સુધી પાણી છે. તેનાથી વાયુ તકલીફ નહિ કરે.

અને ત્રીજો ફાયદો એ છે કે જેવું તમે પાણી પીશો તો કિડની સુધી પાણી જશે. કેમ કે વચ્ચે કોઈ અડચણ નથી આ પાણી કિડનીઓ સાફ કરશે. અને તમારા આંતરડાને પણ સાફ કરશે, અને આ તમને પહેલેથી જ ખબર છે કે જો રોજ તમારા આંતરડા સાફ રહે છે તો, તમને જીવનમાં કોઈ રોગ આવવાની શક્યતા રહેતી નથી એટલા માટે સવારે

ઉઠતાની સાથે જ પાણી પીવાનો નિયમ બનાવો અને તેનું દ્રઢતા પૂર્વક પાલન કરો . જથ્થાની તો તમને ખબર જ છે . એક ગ્લાસ થી શરુ કરવાનું છે અને ચાર ગ્લાસ સુધી લઇ જવાનું છે.

વિડીયો – ૧ 

વિડીયો – ૨