જે રાણીનું અપમાન કરતો હતો રાજા, એ રાણીએ રાજાના અંત સમયે કર્યું કાંઈક એવું કે રાજાને થયો ઘણો પછતાવો.

પ્રેમ તેને કરવો જોઈએ જે આપણેને પ્રેમ કરે છે, ત્યારે જીવનમાં સુખ શાંતિ રહે છે.

એક લોક કથા મુજબ જુના સમયમાં એક રાજાને ત્રણ રાણીઓ હતી. તે પોતાની બે પત્નીઓને પ્રેમ કરતા હતા, કેમ કે બન્ને જ ઘણી સુંદર હતી. એક પત્નીની રાજા બિલકુલ કદર કરતા ન હતા. તેની તરફ જરા પણ ધ્યાન આપતા ન હતા, પરંતુ છતાં પણ તે પોતાના પતિને ખુબ પ્રેમ કરતી હતી.

થોડા સમય પછી રાજાને ગંભીર બીમારી થઇ ગઈ અને કોઈ પણ વૈદ રાજાને ઠીક ન કરી શકતા હતા. એક દિવસ રાજાને લાગ્યું કે હવે તેમનું મૃત્યુનો સમય નજીક આવી ગયો છે. તેણે પોતાની બન્ને પ્રિય પત્નીઓને બોલાવી અને કહ્યું કે હું એકલો નથી મરવા માંગતો. તમે બન્ને મારી સાથે ભગવાનના ઘરે ચાલો.

રાજાની આ વાત સાંભળીને બન્ને પત્નીઓ એ કહ્યું કે હજુ તો અમે બન્ને યુવાન છીએ, સુંદર છીએ, અમે અત્યારે મરવા નથી માગતી, અમારે હજુ વધુ જીવવું છે. તમારા મૃત્યુ પછી અને બન્ને કોઈ બીજા રાજા સાથે લગ્ન કરી લઈશું.

એ વાત સાંભળીને રાજાને ઘણું દુ:ખ થયું. ત્યારે રાજાની ત્રીજી પત્ની આવી અને તેણે કહ્યું કે મહારાજ હું તમારી સાથે મરવા માટે તૈયાર છું, કેમ કે હું તમારા વગર નહિ જીવી શકું.

રાજા વિચારવા લાગ્યા કે જે પત્નીની તેણે ક્યારે પણ કદર નથી કરી તે તેના માટે મરવા માટે તૈયાર છે. એ મારી સાથે સાચો પ્રેમ કરે છે. રાજાએ તેની પાસે પોતાના વર્તનની માફી માગી. ત્યાર પછી ત્રીજી પત્નીએ રાજાની ઘણી સારવાર કરી અને રાજા ધીમે ધીમે સાજા થઇ ગયા.

કથાનો સાર :-

આ કથાનો સાર એ છે કે આપણે તે માણસ સાથે પ્રેમ કરવો જોઈએ જે આપણી સાથે પ્રેમ કરે છે. ત્યારે જીવનમાં સુખ શાંતિ રહે છે. જો આપણે એક તરફથી પ્રેમ કરીશું તો છેલ્લે દુ:ખ જ મળશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.