જે સાબુ તમે હોટલમાં મૂકી રાખો છો, તેનો શું થાય છે જુઓ વિડિઓ.

શું થાય છે એ સાબુ સાથે જે તમે કોઈ હોટલમાં ઉપયોગ કરીને એમ જ છોડી દો છો. જો તમે કોઈ હોટલમાં સમય પસાર કર્યો હોય તો તમને ખબર હશે કે હોટલ વાળા તમને સાબુ, શેમ્પુ અને કંડીશનર કેટલીક હોટલોમાં રોકાયેલા લોકોને આપવામાં આવે છે. હોટલે આપેલ શેમ્પુ અને કંડીશનર તેઓ ઉપયોગ કરી નાખે છે અથવા ઉપયોગ કરવા ન માંગતા હોય તો તે પોતાની સાથે આ વસ્તુ લઇ લે છે.

શેમ્પુ અને કંડીશનર તો આપણે સાથે લઇ છે પરંતુ જે સાબુ આપણે ઉપયોગ કરીએ છીએ પછી જે વધેલો સાબુ આપણે એમજ હોટલમાં છોડી દઈએ છીએ, કારણ કે તે ભીનો થયેલો હોય છે અને ઉપયોગ કરેલ હોય એટલે આપણું પણ મન થતું નથી કે આપણે તેને સાથે લઇ લઈએ એટલે આપણે તેને ત્યાં જ છોડીને નીકળી જઈએ છીએ.

વિડીઓ લેખના અંતમાં જરૂર જુઓ.

શું તમે ક્યારે ધ્યાનથી વિચાર્યું છે કે જે સાબુ તમે ત્યાં છોડીને નીકળી જવો છો ત્યાર બાદ તે સાબુનું શું કરવામાં આવે છે? એટલા માટે આજે અમે તમને આના વિષે જાણવાના છીએ. તે પહેલા અમે તમને એક વ્યક્તિ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે તેનું નામ છે રોન રીસે. તેમના મગજમાં પણ કંઈક આવો જ વિચાર આવ્યો, પછી તેને જે ખબર પડી તે હકીકતમાં ચકિત કરી દેનારું હતું.

રોન એક IT ઇંજિનિયર છે અને તેમનું કામ એવું હતું કે તે કામના કારણે વર્ષમાં 5 મહિના તેને અલગ અલગ હોટલોમાં રોકાવું પડતું હતું. એટલે કે તેમને હોટલોમાં ખુબ વધારે સમય વિતાવ્યો છે. એક રાત તેને વિચાર આવ્યો કે જે સાબુને તેઓએ હમણાં પેકેટ માંથી કાઢીને ફક્ત એક જ વાર ઉપયોગ કર્યો છે, તે મારા ગયા પછી તેનું શું થશે. જયારે તેમને હોટલના સ્ટાફને પૂછ્યું તો તેમને જણાવ્યું કે આ સાબુને હવે ફેંકી દેવામાં આવશે.

આ જાણ્યા પછી રોને તપાસ કરી કે દર વર્ષે અમેરિકામાં કેટલા હોટલોના સાબુને આવી રીતે ફેંકી દેવામાં આવે છે. તે જાણીને ખુબ વધારે ઉદાસ થઇ ગયા કારણ કે જે નંબર બહાર આવ્યો તે ખુબ વધારે હતો, તેના પછી તેમના મગજમાં સાબુને રિબૈજીંગ કરવાનો વિચાર આવ્યો. રિબૈજીંગને સામાન્ય ભાષામાં રિસાયક્લિંગ પણ કહી શકો છો. જેમાં સાબુને ઓગળાવીને ફરીથી સાબુ તૈયાર કરી શકાય છે.

હવે તેઓ ક્લીન ધ વર્ડ નામની એક સંસ્થાને મળ્યા જેમાં તેમને જાણ્યું કે દર વર્ષે નહિ પણ દરરોજ હજારો લોકોની મૃત્યુનું કારણ બને છે તેમની અયોગ્ય સાફ સફાઈ. યોગ્ય સાફ સફાઈ ન મળવાના કારણે તેઓ મૃત્યુ પામે છે. મરવા વાળા લોકોમાં બાળકો ખાસ કરીને વધુ જોવા મળે છે. હવે રોને પોતાની નોકરી છોડી દીધી અને પુરી દુનિયાને સાબુની રિબૈજીંગ વિષે જણાવ્યું.

વિડીઓ લેખના અંતમાં જરૂર જુઓ.

આજે તેમની કંપની ફક્ત અડધી દુનિયામાં જ નહિ પણ આપણા ભારતમાં પણ કામ કરી રહી છે. રોનની કંપની હોટલોની સાથે પાર્ટનરશીપ કરે છે. લગભગ 40 રૂપિયા દર મહિને તે હોટલ પાસેથી લે છે. આના બદલે તે હોટલો દ્વારા ફેંકવામાં આવેલ સાબુને રીસાઇકલ કરવાનું કામ કરે છે. આજે આ કંપની ફક્ત સાબુ નહિ પણ શેમ્પૂ, કંડીશનર, બોડી વોર્મરને પણ રીસાઇકલ કરે છે. રિસાઇક કરવામાં આવેલ સામાનને દુનિયાભરના બેઘર લોકોમાં વહેચી દેવામાં આવે છે.

કંપની અને હોટલના સ્ટાફની સાથે મળીને દર મહિને દરેક હોટલો માંથી ઉપયોગ કરેલ સાબુને લઇ લે છે. કંપનીને શરુ થવામાં વધારે સમય થયો નથી. તો પણ તે ખુબ મોટા સ્ટાર પર પહુંચી ગઈ છે. પાછલા વર્ષે કંપનીએ 4 લાખ હાઇજીન કીટ્સને પુરી દુનિયામાં વહેચી, જેમાં લગભગ 70 લાખ સાબુ હતા. રોન જણાવ્યું કે અત્યારે તેમની પાસે કેટલાક દેશોની ફક્ત 20% હોટલ જ છે એટલે કે 80% થી વધારે હોટલો સાથે તેમની પાર્ટનરશીપ નથી.

રોન એકલા આવા માણસ નથી. જેમણે હોટલમાં ઉપયોગ કરેલ સાબુને રિસાયક્લિંગ કરવાનું વિચાર્યું હોય, આપણા ભારતમાં પણ રહેતા સમીર લખાની પણ કંઈક એવા જ છે. જેમને ઈકો સોપ બેંક નામની કંપની ખોલી આ ભારતના ઘણી હોટલોમાં ઉપયોગ કરેલ સાબુને ઉઠવાનું કામ કરે છે અને તેને સૅનેટાઇઝ કરીને ફરીથી નવા બનાવામાં આવે છે.

સમીરે પોતાની કંપની 2014માં ખોલી આજે તેઓ 6 લાખથી વધારે લોકોને સાબુ અને કેટલાક હાઇજીન પ્રોડક્ટ્સ પહુંચાડે છે. સુંદરા પણ એક કંપની છે. જે સાબુને રિસાયક્લિંગ કરે છે. તે ફક્ત સાબુને રિસાયક્લિંગ કરે છે એવું નથી પણ તેઓ દુનિયાભરમાં મહિલાઓને કામ આપવાનું કામ કરે છે. આ બધી કંપનીના સ્ટાફ સમય સમય પર તે લોકોની પાસે જાય છે. જેમને સાબુની ખુબ જરૂર હોય છે.

જયારે આ કંપની ન હતી ત્યારે કરોડોથી વધારે સાબુઓને ઘરતીમાં ડિસ્પોઝ કરી દેવામાં આવતા હતા. ધન્યવાદ કરો આ કંપનીઓને જે પર્યાવરણની સાથે સાથે ગરીબ લોકોનું પણ ધ્યાન રાખે છે. તમે જો કોઈ હોટલમાં જાઓ તો તેમને જઈને જરૂર પૂછજો કે તમારી આ હોટલ આવી જ કોઈ કંપની સાથે જોડાયેલી છે? જો ના જોડાયેલી હોય તો તમે આ કંપનીઓ વિષે જરૂર જણાવો. ન ફક્ત ભારત પણ પુરી દુનિયાને સાફ અને સ્વચ્છ બનાવામાં માટે પોતાનું યોગદાન આપો.

આ લેખને વધુમાં વધુ શેયર કરો જેથી વધુમાં વધુ લોકોને આના વિષે ખબર પડે.

આ માહિતી યુટ્યુબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

જુઓ વીડિઓ :