જે વ્યક્તિ ધન અને સફળતા માટે પ્રેમનો પરિત્યાગ કરી નાખે છે. તે બધું મેળવવા છતાં નિર્ધન હોય છે જાણો કેવી રીતે?

સંતોને ઘરની બહાર જોઈ સ્ત્રીએ અંદર આવવાનું આમંત્રણ આપ્યું, સંતોએ કહ્યું – તમે અમારા માંથી કોઈ એકને પસંદ કરો ત્રણે માંથી કોઈ એક જ ઘરમાં પ્રવેશ કરી શકે છે.

એક નગરમાં ત્રણ ભિક્ષુક હતા. જે બધા લોકો ઘરે જતા હતા. એકવાર એક સુંદર સ્ત્રી પાસે ભોજન માગવા ગયા. સ્ત્રીએ તેમને જોઈને અંદર આવવાનું આમંત્રણ આપ્યું. સ્ત્રીએ કહ્યું કે મહારાજ તમે ત્રણે મારા દ્વાર ઉપર આવ્યા છો.

ખૂબ જૂના સમયની વાત છે. એક નગરમાં ત્રણ ભિક્ષુક હતા. જે બધા લોકોના ઘરે ભોજન કરવા જતા હતા. એકવાર તે એક અતિસુંદર સ્ત્રી પાસે ભોજન કરવા માટે પહોચ્યા. સ્ત્રીએ તેમને જોઈને અંદર આવવાનું આમંત્રણ આપ્યું. સ્ત્રીએ કહ્યું કે મહારાજ તમે ત્રણે મારા દ્વાર ઉપર આવ્યા છો, હું ધન્ય થઇ ગઈ છું, અંદર આવો ભોજન ગ્રહણ કરો.

સંતોએ તેને પૂછ્યું : દેવી શું તમે એકલા છો? અથવા તમારા પતિ બાળકો પણ અંદર છે? મહિલાએ કહ્યું – મહારાજ હું હમણાં તો એકલી જ છું પતિ અને દીકરી સાંજ સુધીમાં આવશે.

સંતો એ સ્ત્રી સામે મુક્યો પ્રશ્ન :-

સંતોએ કહ્યું : જયારે સાંજે તમારા પતિ અને દીકરી આવી જાય ત્યારે જ અમને ભોજન કરવા માટે બોલાવજે. સાંજ થઇ તો તે સ્ત્રીના પતિ અને દીકરી આવ્યા. તેણે પોતાના પરિવારમાં આ વાત જણાવી. પતિએ કહ્યું – હા, અમે આવી ગયા, હવે તેમને ભોજન પર બોલાવી લો. સ્ત્રી તરત જ તે સંતોની પાસે ગઈ અને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. સંતોએ કહ્યું : દેવી અમારા ત્રણ માંથી કોઈ એક જ તમારા ઘરે ભોજન કરી શકે છે, અમે એક સાથે એક ઘરમાં પ્રવેશ કરી શકતા નથી.

સ્ત્રી ઘણી આશ્ચર્યજનક થઇ કે ખરેખર ત્રણેય એક સાથે પ્રવેશ શા માટે નથી કરી શકતા? તેણે સંતોને તેના વિષે કારણ પૂછ્યું. સંતોએ કહ્યું કે અમારું નામ ધન, સફળતા અને પ્રેમ છે. અમે એક સાથે પ્રવેશ નથી કરી શકતા. તમે કહો કે તમે તમારા ઘરમાં કોને લાવવા માગો છો. જો શંકા જણાઈ રહી હોય તો તમારા પતિને પૂછી લો કે આજે અમારા ત્રણ માંથી કોને ઘરની અંદર બોલાવવા જોઈએ.

સ્ત્રી પોતાના પતિની પાસે ગઈ અને બધી વાત જણાવી. પતિએ કહ્યું : તમે ધનને અંદર આવવાનું કહો, આપણે પૈસાની જરૂરિયાત પણ છે અને તે અંદર આવશે, તો આપણી પાસે ક્યારેય પૈસાની તંગી નહી રહે. પત્નીએ કહ્યું : મને લાગે છે કે સફળતાને અંદર બોલાવવો જોઈએ, તેનાથી આપણે ક્યારેય નિષ્ફળ નહીં રહીએ. પતિ પણ તેની પત્નીની વાતથી સંમત થઇ ગયા. તેમની પુત્રી આ બધી વાત સાંભળી રહી હતી. દીકરી એ કહ્યું પ્રેમને અંદર બોલાવો.

દીકરીએ કહ્યું : માતા તમે પ્રેમને અંદર બોલાવો, આપણા પરિવારમાં હંમેશાં પ્રેમ જળવાઈ રહેશે. માતા પિતાને એ વાત સારી લાગી. સ્ત્રી સંતોની પાસે ગઈ અને કહ્યું કે હું પ્રેમને મારા દ્વારની અંદર આવવાની પ્રાર્થના કરું છું. જેવા જ પ્રેમ સંત આગળ વધ્યા સફળતા અને ધન પણ પાછળ પાછળ આવી ગયા. સ્ત્રીને આશ્ચર્ય થયું. તેણે કહ્યું : મહારાજ તમે તો કહ્યું હતું કે કોઈ એક જ આવી શકે છે.

સંતે કહ્યું : દેવી જો તમે માત્ર ધન અથવા સફળતાને પસંદ કર્યા હોત, તો તે એકલા જ તમારા ઘરમાં આવત, પણ તમે પસંદ કર્યો છો પ્રેમ, પ્રેમ જે ઘર કુટુંબમાં રહે છે. પતિ-પત્ની, માતા-પિતા, બાળકો, વડીલ વૃદ્ધ પ્રેમ સાથે રહે છે, ત્યાં નથી કોઈ સફળતાની ખામી રહેતી અને ના કોઈ ધનની ઉણપ રહેતી.

આપણે એ વાત સમજવી જોઈએ કે જે વ્યક્તિ ધન અને સફળતા પાછળ પ્રેમનો પરિત્યાગ કરી દે છે, તે બધું મેળવીને પણ નિષ્ફળ અને નિર્ધન રહે છે. કુટુંબમાં પ્રેમ જાળવી રાખો, જેથી તમામ ખુશીઓ તમારી સાથે રહે. જય હિન્દ.

પત્નીએ ઘરમાં દહીં હોવા છતાં આપ્યું નહિ સસરાને, પછી જે થયું તે દરેકે જરૂર વાંચવુ જોઈએ. જાણવા ક્લિક કરો >>>>> પત્નીએ ઘરમાં દહીં હોવા છતાં આપ્યું નહિ સસરાને, પછી જે થયું તે દરેકે જરૂર વાંચવુ જોઈએ