જેલમાં પરિચિતને મળવા જઈ રહેલ મહિલાના ચેકિંગમાં દેખાયો ખાવા પીવાનો સમાન અને સંતરા, પણ પછી.

આરએસીની સેન્ટ્રલ જેલમાં રવિવારે બે અલગ અલગ કેસોમાં નશીલા પદાર્થ પકડ્યા. ઝુઝુંનું જેલ માંથી સ્થળાંતર થઇને અજમેર સેન્ટ્રલ જેલ પહોચેલી એક કેડીની શોધ ખોળમાં અફીણની પડીકી પકડવામાં આવી છે. આરોપી કેદીએ બે અંડરવેયર પહેરી રાખી હતી. અફીણ તેની વચ્ચે છુપાવ્યું હતું. આવી રીતે એક વિચારાદેહીં કેદી સાથે મુલાકાત કરવા પહોચી તેની પરિચિત મહિલાની તપાસમાં સંતરા વચ્ચે જ નશીલા પદાર્થ પકડવામાં આવ્યા.

બે કિલો સંતરામાં નશીલા પદાર્થ છુપાવીને જેલમાં પહોચાડવામાં આવી રહ્યા હતા. જેલ પ્રશાસન દ્વારા બન્ને કેસોના રીપોર્ટ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશને આપ્યા છે. કેદી અને મહિલા વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

રાએસી ઇન્સ્પેકટર મહાવીર શર્માએ જણાવ્યું કે પુષ્કરની રહેવાસી માયા બપોરે પોતાના પરિચય કેદી રમેશને મળવા પહોચી હતી. માયા પાસે સંતરા સહીત બીજી ખાવા પીવાની વસ્તુ હતી. જેલના દરવાજા ઉપર હાજર હેડ કોન્સ્ટેબલને શંકા ગઈ કે સંતરા ઉપર નિશાન કેમ છે.

કોન્સ્ટેબલે તાત્કાલિક તેને ઉભા રહેવાનું કહ્યું. ત્યાર પછી તેણે એક સંતરાને છોલી નાખ્યા. તે દરમિયાન માયા આનાકાની કરવા લાગી. બધા સંતરાની અંદર જોઈને તે ચકિત થઇ ગયા હતા. પ્લાસ્ટિકની પડીકીમાં અગર બત્તીના આકારમાં નશીલો પદાર્થ છુપાવ્યો હતો. આરએસીએ તમામ સંતરા જપ્ત કરી મહિલાને પોલીસને સોંપી દીધી. સંતરા માંથી લગભગ ૪૦ ગ્રામ નશીલો પદાર્થ હાથ લાગ્યો. જેની તપાસ માટે ફોરેંસીક લેબ મોકલી દેવામાં આવ્યા છે.

૩ વર્ષમાં લગભગ ૪૦ ખુલાસા :-

આરએસીએ છેલ્લા ત્રણ વર્ષમાં જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ સીમ, નશીલો પદાર્થ, રૂપિયા વગેરે સહીત બીજી પ્રતિબંધિત વસ્તુઓના લગભગ ૪૦ કેસનો ખુલાસો કર્યો છે.

જેલ પ્રશાસનના રીપોર્ટ ઉપર એનડીપીએસ એક્ટના ૨ કેસ દાખલ કરવામાં આવ્યા છે. બન્ને કેસની તપાસ કરવામાં આવી રહી છે.

આવી કેટકેટલી રીતો વડે ગુનાહિત મનોદશા ધરાવતા લોકો પોતાના કામને અંજામ આપતા હોય છે એ લોકો એ પણ ભૂલી જય છે કે પકડાઈ જશે તો શું થશે?

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.