આ વિદેશી દેખાતા વ્યક્તિ પાસે છે ભારતીય પાસપોર્ટ, બોલે છે શુદ્ધ હિંદી અને બોલીવુડ સાથે છે તેનો સંબંધ

આજે અમે તમારા માટે જેમી ઓલ્ટરના જીવનમાં બનેલા મજેદાર કિસ્સા વિષે જણાવવા જઈ રહ્યા છે. આ ભાઈનો તમે ફોટો જોશો કે પછી તેમને પોતાની સામે જોશો તો તમે એમ જ કેહેશો કે આ ૧૦૦ ટકા વિદેશી માણસ છે. તેમની નામ વિદેશી છે, અને દેખાવ પણ વિદેશી જ છે. તેમનો રંગ, તેમના વાળનો રંગ, તેમનો લુક બધું વિદેશી છે. પણ જયારે તે હિંદીમાં વાત કરે છે, ત્યારે લોકો તેમને જોઇને ચકિત થઈ જાય છે.

તે એકદમ સ્પષ્ટ હિંદી બોલે છે જેવું આપણે લોકો બોલીએ છીએ. આથી લોકો તેમને જોઇને ચોંકી જાય છે. પણ જણાવી દઈએ કે, તે વિદેશી નહિ પણ એકદમ દેશી માણસ છે. તે એક ભારતીય નાગરિક છે. તેમનો જન્મ ભારતમાં થયો છે, અને તે ભારતમાં જ રહે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જેમી ઓલ્ટર એ ટોમ ઓલ્ટરના દીકરા છે. અને તમે બધાએ ટોમ ઓલ્ટરને આપણી ઘણી બધી બોલીવુડ ફિલ્મોમાં જોયા હશે. તેમનો જન્મ મસૂરીમાં થયો હતો. ટોમ ઓલ્ટરના દાદા-દાદી 1916 માં ભારત આવ્યા હતા અને અહીં જ વસી ગયા. તેમણે રામાનંદ સાગરની ફિલ્મ ‘ચરસ’ થી પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. અને તે બોલીવુડના જાણીતા અભિનેતા બની ગયા. અને તેમના જ દીકરા છે, જેમી ઓલ્ટર જે દેખાય છે વિદેશી પણ છે એકદમ દેશી. આવો તેમણે જણાવેલ પોતાના જીવનના મજેદાર કિસ્સા વિષે જાણીએ.

જેમી કહે છે કે, 2009 માં હું શ્રીલંકા ગયો હતો, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં રમવા ગઈ હતી. અને સિરીઝ પુરી થયા પછી અમે પાછા આવી રહ્યા હતા. કોલંબોથી અમારી રાતની ફ્લાઇટ હતી. ત્યાં એયરપોર્ટ પર કાઉન્ટર પર મારો નંબર આવ્યો અને હું ત્યાં ગયો. મેં ત્યાં શ્રીલંકન ઓફિસરને મારો પાસપોર્ટ દેખાડ્યો. તેમણે મારો પાસપોર્ટ જોયો, પછી મને જોયો, ફરી મારો પાસપોર્ટ જોયા અને ફરી મને જોયો. અને પછી પાસપોર્ટ બંધ કરીને મને પાછો આપી દીધો.

પછી મેં તેમને પૂછ્યું કે, સર કોઈ પ્રોબ્લેમ છે? તો તેમણે કહ્યું, આ પાસપોર્ટ તમારો નહિ હોઈ શકે. પછી મેં કહ્યું, સર આ મારો જ પાસપોર્ટ છે. તો તેમણે કહ્યું, ના આ નહિ તમારો અસલી પાસપોર્ટ મને દેખાડો. મેં કહ્યું, અસલી પાસપોર્ટ! મારી પાસે બે પાસપોર્ટ નથી. અને આ જ મારો ઓરીજીનલ પાસપોર્ટ છે. તેમણે કહ્યું, નહી, આ શક્ય નથી.

તો મેં કહ્યું, સર ખરાબ ન લગાડતા પણ તમને લાગે છે કે, મારી પાસે એટલું ટેલેન્ટ છે, એટલો નકામો સમય છે કે હું મારો ફેક પાસપોર્ટ બનાવું, એ પણ ભારતનો અને હું તમને કોઈ કષ્ટ આપું. મેં કહ્યું, આ મારો જ પાસપોર્ટ છે તમે મારી વાત માનો. તો ઘણા સમય પછી તે મારી વાત માની ગયા, કે આ માણસ સાચો છે. અને પછી તેમણે સ્ટેમ્પ મારીને મને આગળ મોકલી દીધો અને કહ્યું કે, થેંક યું.

એક કિસ્સો છે 2008 નો. તે સમયે હું બેંગલોરમાં રહેતો હતો. તે સમયે મારી યુએસની ફ્લાઇટ હતી. અને મોટાભાગે યુએસની ફ્લાઈટનો સમય રાતનો હોય છે. તે દિવસે પણ હું કાઉન્ટર પર ગયો, ચેક ઈન માટે સામાન મુક્યો, પછી મારો પાસપોર્ટ આપ્યો. પછી ત્યાં ટેબલ પર ક્લર્કે મારો પાસપોર્ટ જોયો, પછી મને જોયો. એવું તેમણે બે ત્રણ વાર કર્યું. એટલે હું સમજી ગયો કે, આગળનો સવાલ શું હશે?

તેમણે મને પૂછ્યું કે, આ કઈ રીતે શક્ય છે? પછી મેં તેમની સાથે હિંદીમાં વાત કરી. મેં તેમને કહ્યું કે, સર, હું ભારતીય છું. હું માનું છું કે હું વિદેશી દેખાવ છું, પણ હું ભારતીય જ છું. મારો જન્મ અહીં જ થયો છે. હું તમારી સાથે હિંદીમાં વાત કરી રહ્યો છું, અને આ મારો પાસપોર્ટ છે. તો તેમણે કહ્યું, આવું ના હોઈ શકે, મારે ચેક કરવું પડશે.

તો મેં પૂછ્યું, તમે શું ચેક કરશો? આ પાસપોર્ટ મારો છે, ફોટો મારો છે, આઈડી મારું છે, બધી ડિટેલ્સ પણ મારી જ છે. સ્ટેમ્પ પણ મારેલો છે. તમે જુઓ કદાચ કોઈ મિસ્ટર એસ કે શર્મા છે તેમણે સ્ટેમ્પ માર્યો છે. પછી તેમણે સ્ટેમ્પ પર અંગુઠો ઘસ્યો એ ચેક કરવા માટે કે અસલી છે કે નકલી. હું વિચારી રહ્યો હતો કે, શું જોઈ રહ્યા હશે? કારણ કે, એ દિવસ સુધી મારી સાથે એવું થયું ન હતું.

પછી તેમણે મને કહ્યું કે, સર હું જરા મારા સુપિરિયર સાથે વાત કરીને આવું છું. મેં કહ્યું, તમારી મરજી તમારી પાસે તો સમય જ સમય છે. તે ગયા તેમના સુપિરિયરની કેબિનમાં. અને હું કેબિનની બારીમાંથી જોઈ રહ્યો હતો કે તે બે વ્યક્તિ વાતો કરી રહ્યા હતા. હું રોકાયો. પછી તેમણે મને ઈશારો કર્યો કે, તમે આવો. એટલે હું કેબિનમાં ગયો.

પછી તેમણે મને પૂછ્યું કે, તમે ટોમ ઓલ્ટરજીના દીકરા છો? મેં કહ્યું હા. તો તે બોલ્યા, અરે ઘણી ખુશી થઈ તમને જોઈને. એમની ઘણી ફિલ્મો જોઈ છે. તેમની ફિલ્મનો મોટો ફેન છું. ઘણા સારા અભિનેતા છે. મેં કહ્યું, તમારો ખુબ ખુબ આભાર. તેમણે પૂછ્યું ક્યાં જઈ રહ્યા છો. મેં કહ્યું, યુએસ જઈ રહ્યો છે, રજા માટે બે અઠવાડિયા માટે.

પછી તેમણે પોતાના કર્મચારીને કહ્યું કે, તમે આમને તકલીફ આપી છે. તમારે આમની પર શંકા કરવાની ન હતી. આ પાસપોર્ટ છે તે એકદમ કાયદેસર છે. આમાંની બધી ડિટેલ્સ સાચી છે. અને આની પર દેશનો જે સિક્કો લાગ્યો છે, તેના પર તમારે શંકા કરવાની ન હતી. પછી તેમણે મારી માફી માંગી. મેં કહ્યું, આમાં માફી માગવાની જરૂર નથી. ઘણા બધા લોકો મને એયરપોર્ટ પર જોઈને ચોંકી જાય છે. તેમને વિશ્વાસ નથી થયો કે, તેમને હું જે દેખાવ છું તે હકીકતમાં છું નહિ. હું ભારતીય છું. તે પછી તેમણે મને જવા દીધો.

ત્રીજો કિસ્સો છે 2015 નો. ત્યારે હું યુએસથી પાછો આવી રહ્યો હતો. ત્યારે મારો સ્ટોપ હતો ટર્કી, ઈસ્તાનબુલમાં. પછી સમય થયો ફ્લાઈટમાં ચઢવાનો તો હું ગયો. ત્યાં લાઈનમાં ઘણા બધા આપણા દેશી ભાઈ-બહેન હતા. હું કાઉંટર પર ગયો. ત્યાં બે વ્યક્તિ હતા જે ત્યાંના નાગરિક હતા. તેમણે મારો પાસપોર્ટ જોયો પછી એક મહિલાએ સાથે ઉભેલા પુરુષને કાંઈ કહ્યું અને તેઓ હસવા લાગ્યા.

પછી મેં પૂછ્યું, તમે હસી કેમ રહ્યા છો? તો તેઓ બોલ્યા, સર અમે ઘણું બધું જોયું છે, પણ આવું આજ સુધી નથી જોયું. એક સફેદ ભારતીય. મેં કહ્યું, ચાલો આજે તમે એ પણ જોઈ લીધું. મજાક કરતા કરતા તેમણે મને વધુ કાંઈ પૂછ્યું નહિ અને થેંક યું કહ્યું અને મને જવા દીધો.

અન્ય એક કિસ્સો 16 – 17 વર્ષ પહેલાનો છે. હું પરિવારને મળીને યુએસથી આવી રહ્યો હતો. મારો લે ઓવર હતો લંડન હિથ્રો, યુકેમાં. પછી બીજી ફલાઈટમાં ચઢવાનો સમય આવ્યો તો હું લાઈનમાં ગયો. થાય એવું છે કે, જે બીજો લે હોય છે યુકેથી ભારતનો તો ત્યાં ઘણા બધા આપણા દેશી લોકો હોય છે, ખાસ કરીને પંજાબી. તો મારી આગળ જે બે ત્રણ પરિવાર હતા તે હતા સરદાર પરિવાર.

તેમાંથી જે વૃદ્ધ લોકો હતા તેમના પાસપોર્ટ યુકેના હતા, પણ તેમનું અંગ્રેજી થોડું નબળું હતું. તે કાઉન્ટરની પાછળ ઉભેલી મહિલા તેમના દીકરા અને પૌત્ર સાથે વાત કરી રહી હતી, જેમનું અંગ્રેજી વ્યવસ્થિત હતું બ્રિટિશ સ્ટાઇલ જેવું. તે મહિલા જ્યારે વૃદ્ધ લોકોને સવાલ પૂછી રહી હતી, ત્યારે તેઓ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકતા ન હતા. આ કારણે તે થોડી હતાશ થઈ ગઈ હતી.

હું તે જોઈ રહ્યો હતો. મારા હિસાબે તે 2-3 જોઈન્ટ ફેમેલીમાં લગભગ 25 લોકો હતા. એ બધા સાથે વાતચીત કરીને તે મહિલાએ તેમને આગળ મોકલ્યા અને રાહતનો શ્વાસ લીધો. પછી હું આવ્યો અને મેં તેમને મારો ભારતીય પાસપોર્ટ દેખાડયો. તેમણે પાસપોર્ટ જોયો અને કહ્યું, ‘what the hell is this?’ તેમણે પેલા પરિવાર તરફ ઈશારો કર્યો, અને હું સમજી ગયો.

મેં તેમને કહ્યું, મેડમ હું માનું છું કે, હમણાં જે 20-25 લોકો ગયા જે દેખાતા એકદમ દેશી છે પણ તે બ્રિટિશ છે. અને હું જે દેખાવ એકદમ બ્રિટિશર છું, પણ હું તમારા દેશનો નથી, હું ભારતીય છું. પછી તે હસ્યા અને કહ્યું, આજે મેં બધું જ જોઈ લીધું. તેમણે સ્ટેમ્પ લગાવ્યો અને કહ્યું તમે જાવ.

તો આ હતા તેમના થોડા કિસ્સા જયારે લોકો તેમને જોઈને ચોંકી જતા હતા. લોકો તેમને અંગ્રેજ સમજી લે છે, પણ તે ખરેખર એકદમ દેશી ભારતીય નાગરિક છે, અને આપણા જેવું જ ચોખ્ખું હિંદી બોલે છે.