જેને તમે માની રહ્યાં હતાં નાનો-મોટો કલાકાર તે નીકળ્યો સુપરસ્ટાર રાજકુમારનો દીકરો

મુંબઈ-આજે બોલીવુડ બદલાતા સમયની સાથે હોલીવુડને ટક્કર આપી રહ્યું છે. એક એકથી ચડિયાતી સારામાં સારી ફિલ્મો બની રહી છે. બોલીવુડને એક નવી ઊંચાઈ અપાવવામાં બોલીવુડ એક્ટર્સ નું યોગદાન બહુ મોટું રહ્યું છે. આજે બોલીવુડને આખી દુનિયામાં સન્માનની નજરે જોવામાં આવે છે. બોલીવુડમાં પણ હવે સારામાં સારી ફિલ્મો બનવા લાગી છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યાં છીએ એક એવા જ સ્ટારના દીકરાની જેણે બોલીવુડને એક નવી ઓળખાણ અપાવી પોતાના અભિનયની તાકાત પર લોકોને ઘણી બધી સારી યાદો આપવાવાળા અભિનેતા રાજકુમાર હવે ફિલ્મોથી દૂર છે. પરંતુ સુપર સ્ટાર રાજકુમારના દીકરા પુરૂ રાજકુમાર આ દિવસોમાં પોતાના પિતાની જેમજ બોલીવુડ માં સારું કામ કરી રહ્યાં છે.

આ છે સુપરસ્ટાર રાજકુમારના દીકરા પુરૂ રાજકુમાર.

એક સમય હતો જ્યારે રાજકુમારની ફિલ્મોએ લોકોને તેમના દિવાના બનાવ્યા હતાં,

આજે પણ એમની ફિલ્મોને ઘણી વખાણવામાં આવે છે. હવે સુપરસ્ટાર રાજકુમારના દીકરા પુરૂ રાજકુમાર પોતાના પિતાના વારસાને આગળ વધારી રહ્યાં છે. પુરૂ રાજકુમાર પોતાના પિતાની જેમજ લોકપ્રિય છે. પુરૂ રાજકુમાર એક ભારતીય ફિલ્મ અભિનેતા છે.તેઓ સ્વર્ગસ્થ મહાન અભિનેતા રાજકુમારના દીકરા છે.તેમની હિટ એન્ડ રન કેસમાં પણ ધરપકડ થયેલી. જેમાં ઘણા ફૂટપાથ પર સુવાવાળા લોકો માર્યા ગયા હતાં. જોકે તેમને ક્યારેય પણ તેના માટે ગુનેગાર ગણવામાં નથી આવ્યાં. પુરૂ રાજકુમાર મહાન અભિનેતા રાજકુમાર અને તેમની પત્ની ગાયત્રીના દીકરા છે. તેઓ ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટા છે.

તેમણે ગ્રેટિટસબર્ગ કોલેજ,પેનસીલ્વેનિયાથી અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને થિયેટરનો કોર્સ કર્યો છે. અને તેઓ રોક ક્લાઈમ્બિંગ, ઘોડેસવારી, સ્કૂબા ડાઇવિંગ, ટેનિસ અને સ્ક્વૈશ સહિત ઘણી રમતોમાં રસ ધરાવે છે. બની શકે કે તમે ક્યારેય આ વાત પર ધ્યાન ન આપ્યું હોય કે તે કોણ છે. તમને જણાવી દઈએ કે તેઓ સુપરસ્ટાર રાજકુમારના દીકરા પુરૂ રાજકુમાર છે. એમ તો બોલિવુડમાં અવાર નવાર ઘણા સ્ટાર્સના દીકરા દીકરીઓ આવતા હોય છે.પરંતુ પુરૂએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે.

સુપરસ્ટાર રાજકુમારના દીકરા પુરૂ રાજકુમારે વર્ષ 1996 ની ફિલ્મ બાલ બ્રમ્હચારી થી બોલીવુડ માં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ તેમના પિતાના મૃત્યુના થોડા મહિના પછી રીલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરવામાં અસફળ રહી. ત્રણ વરસ પછી પુરૂએ ફિલ્મ હમારા દિલ આપકે પાસ હૈ (2000) માં વિલનની ભૂમિકામાં દેખાયા બોક્સ ઓફિસમાં હિટ ફિલ્મ હતી. તેમણે મિશન કાશ્મીર ફિલ્મમાં કેમિયો રોલ પણ કર્યો હતો. જે એ જ વર્ષે રીલીઝ થઈ હતી. ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યા પછી તમણે એક ગોરખા સિપાહીના રૂપમાં મલ્ટીસ્ટારર ફિલ્મ એલઓસી કારગિલ (2003) માં દેખાયા.

ત્યારબાદ તેમણે ઉમરાવ જાન (2006) માં કામ કર્યું. ઉમરાવ જાન પછી સુપરસ્ટાર રાજકુમારના દીકરા પુરૂ રાજકુમારે વર્ષ-2007 માં દોષ,વર્ષ-2009 માં દુશ્મની,વર્ષ-2010 માં વીર અને વર્ષ-2014 માં એક્શન જેકશન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે રાજકુમારની પુરૂ સિવાય એક દીકરી પણ છે. જેનું નામ વાસ્તવિકા રાજકુમાર છે. તે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે.

થોડા વર્ષ પહેલા વાસ્તવિકા એ વખતે ચર્ચામાં આવી ગઈ હતી જ્યારે અભિનેતા શાહિદ કપૂરે તેની વિરુધ્ધ પોતાનો પીછો કરવાની ફરિયાદ નોંધાવી હતી. શાહિદના જણાવ્યા પ્રમાણે એક મહિલા પ્રશંસક ઘણા સમયથી તેમનો પીછો કરી રહી હતી.તપાસ બાદ એ સાબિત થયું હતું કે તે કોઈ બીજું નહીં પણ રાજકુમારની દીકરી વાસ્તવિકા રાજકુમાર હતી.