જેને મરેલો સમજીને અગ્નિ સંસ્કાર કરી દીધા, તે 20 દિવસ પછી ઘરે પાછો આવ્યો, જાણો શું થયું હતું?

અકસ્માતમાં મૃત માનવામાં આવેલો એક યુવક ૨૦ દિવસ પછી ઘરે પાછો આવી ગયો. કુટુંબીજનોએ ગેરસમજણથી પોતાનો દીકરો સમજીને તેનો અગ્નિસંસ્કાર કરી દીધો. ૨૦ દિવસ પછી તે યુવાન જીવતો નીકળ્યો.

જયપુર. રાજસ્થાનના પાલી જીલ્લામાં એક અકસ્માતમાં મૃત સમજવામાં આવ્યો એક યુવક ૨૦ દિવસ પછી ઘરે પાછો ફર્યો. યુવકના કુટુંબીજનોને ગેરસમજણથી પોતાનો દીકરો સમજીને તેનો અગ્નિસંસ્કાર કરી દીધો. ૨૦ દિવસ પછી ગયા શુક્રવારે તે યુવક જીવતો નીકળ્યો. હવે પોલીસ આ વાતને લઈને દુઃખી છે કે જે મરી ગયો તે ખરેખર કોણ હતો.

૧૭ સપ્ટેમ્બરના રોજ જોધપુરના મંડોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધરાજજીના ટાંકા પાસે ટ્રેનની હડફેટમાં આવવાથી મૃત્યુ થઇ ગયું હતું. યુવકનું શબ એકદમ ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું. પોલીસે મૃતકના ખિસ્સા માંથી મળેલા આધાર કાર્ડને જોઇને તેની ઓળખ પાલી જીલ્લાના બીલતા બાડીયાના પ્રકાશ પુત્ર નારાયણ રામ તરીકે કરી અને કુટુંબીજનોએ પણ તેની ઓળખ કરી તો પોલીસે શબ કુટુંબીજનોને આપી દીધું અને કુટુંબીજનોએ પણ અંતિમ સંસ્કાર કરી દીધું.

શુક્રવારે જે યુવક પ્રકાશને મૃત સમજવામાં આવ્યો હતો, તે તેના એક કુટુંબીજન કાલુરામ સાથે બે દિવસ પહેલા જોધપુરમાં જ મળી ગયો. તેની પછી તરત પ્રકાશના પિતા અને ભાઈને તેની જાણ કરી અને જોધપુરમાં પ્રકાશને જીવતો સમજીને આશ્ચર્યચકિત થઇ ગયા.

પ્રકાશે જણાવ્યું કે તેનું આધાર કાર્ડ ૨ મહિના પહેલા ગુમ થઇ ગયું હતું અને અકસ્માતમાં ભોગ બનેલા યુવકને મળી ગયું હશે. તે આધાર કાર્ડ દ્વારા પોલીસે મૃતકની ઓળખ કરી લીધી અને કુટુંબીજનોએ પણ તેને સ્વીકારીને શબ લઇ લીધું. પ્રકાશ જોધપુરમાં રહીને મજુરી કરે છે.

તેની પત્ની ૫-૬ મહિના પહેલા છોડીને જતી રહી હતી. પ્રકાશ કોઈ મોબાઈલ પણ રાખતો ન હતો. તે એક સંયોગ બન્યો કે પ્રકાશે તે દરમિયાન કુટુંબીજનો સાથે કોઈ સંપર્ક પણ ન કર્યો. હવે પોલીસ મૃતક વિષે જાણકારી મેળવી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.