જેતુનનું તેલ એટલે કે ઓલિવ ઓઈલના આ 12 ચકિત કરી દેનારા ફાયદા વિષે જાણો.

જેતુનનું તેલ જેને આપણે ઓલીવ ઓઈલ પણ કહીએ છીએ. આ તેલ આપણા શરીરના ઘણા રોગ માંથી રાહત અપાવે છે. જેતુનનું તેલ આપણી સુંદરતા વધારવાની સાથે સાથે આપણને બીજી પણ ઘણી સમસ્યાઓ જેવી કે વાળ અને ચામડી સબંધી સમસ્યાઓ માંથી રાહત અપાવે છે. જેતુનના તેલનો ઉપયોગ ખાવાનું બનાવવામાં, સોંદર્ય સામગ્રી અને દવાઓમાં તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ તેના ફાયદા.

૧. જેતુનના તેલથી માથા ઉપર માલીશ કરવાથી વાળ મુલાયમ થઇ જાય છે. વાળની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

૨. જેતુનના તેલથી ચહેરા ઉપર મસાજ કરવાથી ચહેરામાં ચમક અને કરચલી માંથી પણ રાહત મળે છે.

૩. જેતુનના તેલનો ઉપયોગ આપણે શરીર ઉપર માલીશ કરવા માટે પણ કરી શકીએ છીએ, તે ત્વચાને કોમળ બનાવી રાખવામાં મદદ કરે છે.

૪. જેતુનના તેલનો ઉપયોગ પગ માટે પણ ફાયદાકારક હોય છે, તે પગને કોમળ બનાવી રાખવામાં મદદ કરે છે.

૫. જેતુનના તેલથી આંખોની આજુબાજુ મસાજ કરવાથી આંખોના કાળા ઘેરાથી છુટકારો મળે છે.

૬. જેતુનના તેલનો ઉપયોગ ભોજનમાં કરવાથી હાડકા મજબુત બને છે.

૭. જેતુનના તેલનું સેવન કરવાથી હ્રદય સબંધી રોગોમાંથી છુટકારો મળે છે.

૮. જેતુનના તેલનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

૯. જેતુનના તેલ અને ખાંડનો ઉપયોગ કરી આપણે ચહેરા ઉપર સ્ક્રબ પણ કરી શકીએ છીએ.

૧૦. જેતુનના તેલનો ઉપયોગ આપણે ફેસપેકમાં પણ કરી શકીએ છીએ.

૧૧. જેતુનનું તેલ ત્વચાની અંદર ઊંડાણપૂર્વક જઈને ત્વચાને પોષણ પૂરું પાડે છે.

૧૨. જેતુનના તેલનો ઉપયોગ ખાવાનું બનાવવામાં, સોંદર્ય સામગ્રી અને દવાઓમાં તેલ તરીકે કરવામાં આવે છે.