જાંઘોની વચ્ચેની ખંજવાળનો 1 દિવસમાં જ થઇ શકે છે નાશ, બસ અપનાવો આ સરળ ઉપચાર

બન્ને પગ વચ્ચે એટલે કે જાંઘની આજુ બાજુ લોકોને ખંજવાળતા તમે સૌએ જોયું હશે. તમારા સ્નેહીઓને પણ આ બીમારી સામે ઝઝુમતા જોયા હશે. હમેશા આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ વળવાથી અને ચોંટવાથી જાંઘો વચ્ચે ખંજવાળ થવા લાગે છે. જાંઘની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી.

એવામાં ઘણી વખત જયારે આપણે ઓફીસ કે જાહેર સ્થળ ઉપર હોઈએ છીએ તે સમયે ખંજવાળવામાં શરમનો પણ અનુભવ કરવો પડે છે. તેથી જ અમે તમને આજે એવી આયુર્વેદિક અને ઘરગથ્થું શુદ્ધ એવો જ દેશી ઉપચાર લાવ્યા છીએ જેનાથી તમે ખંજવાળથી છુટકારો મેળવી શકો છો તે પણ કોઈ આડ અસર વગર. આ નુસખો ખુબજ અસરકારક છે, અને અજમાવેલ છે.

આંબળા અને નારિયેળનું તેલ

આંબળા ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં  ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે.

સરસીયાનું તેલ પાણી અને ચૂનો :

સરસિયાના તેલમાં ચૂનો અને પાણી ભેળવીને થોડો ભીનો કરી લો. જેનાથી ખંજવાળ દુર થઇ જાય છે.

ઘરમાં રહેલ અજમો પણ અસરકારક :

ખંજવાળ માટે 20 ગ્રામ અજમાને 100 ગ્રામ પાણીમાં ઉકાળી લો, શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે.

ખાટું દહીં પણ લગાવો :

જાંઘોની વચ્ચે ખંજવાળ હોય તો ખાટું દહીં લગાવી લો. દહીંમાં પણ ખંજવાળ દુર કરવાના ગુણ મળી આવે છે.

લીંબુ અને કેળા :

કેળા જેટલા ખાવામાં ગુણકારી છે. કેળા એટલા જ બીમારીઓ માં પણ અસરકારક છે. લીંબુને કેળાના રસમાં ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો તેનાથી પણ ખંજવાળમાં સારું થઇ જાય છે.

લીંબુનો રસ અને નારીયેલ તેલ :

નારિયેળનું તેલ અને લીંબુનો રસ ભેળવીને હળવા હાથે માલીશ કરવાથી ખંજવાળમાં સારું થઇ જાય છે.

ધાધર નો પણ ઘરગથ્થું ઉપચાર :

ધાધર, ખરજવું ખંજવાળ, એગ્જીમાં, ચકાવર લાલાશ આ બીમારીઓ છે જે કોઈને પણ થઇ શકે છે, પણ આ બધા ઉપર જે ઘરગથ્થું ઉપચાર છે, તે બીજી તરફ મૂળમાંથી દુર કરવા માટે પણ જાણીતું છે. તેવું જ ગાયનું ઘી. જે કેન્સર સામે પણ લડવાની શક્તિ ધરાવે છે. માનવામાં આવે છે કે ગાયનું ઘી જેટલું જુનું હોય છે તે એટલું જ વધુ ગુણકારી હોય છે. જુનું ઘી તીક્ષ્ણ, ખાટું, તીખું અને ઉષ્ણ હોય છે જે દરેક જાતના ચામડીના રોગોને સારા કરી દે છે. તેના લીધે દસ વર્ષ જુના ઘી ને કોચ અને અગ્યાર વર્ષ જુના ઘી ને મહાધૃત કહે છે.

આવી રીતે કરો ઉપયોગ

એક્જીમાં માટે ગાયનું ઘી રામબાણ ઈલાજ છે, ગાયનું ઘી જેટલું ખાવા માટે ફાયદાકારક છે એટલું જ બીમારીઓ દુર કરવા માટે પણ, સાથે જ તેની કોઈ આડ અસર પણ થતી નથી. ધાધર ના ઈલાજ માટે કાળા મરી, મરેલોશંખ અને કલાઈ વાળુ નૌસાદર 10-10 ગ્રામ લઈને ઝીણું વાટી લો. ત્યાર પછી તેમાં ગાયનું ઘી નાખીને સારી રીતે ભેળવી દો. પેસ્ટ તૈયાર થયા પછી દિવસમાં ત્રણ થી ચાર વખત તે લગાવો. એક્જીમા થોડા દિવસમાં દુર થઇ જશે.