જાન્હવી કપૂરને છોડીને આ સુંદર છોકરી પર ટકી બધાની નજર, લોકોએ કહ્યું – કોઈ આને બનાવો હિરોઈન

થોડા જ દિવસોમાં જાહ્નવી કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. જાણકારી માટે જણાવી આપીએ કે જાહ્નવીએ થોડા સમય પહેલા ફિલ્મ ‘ધડક’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરના નાના ભાઈ ઇશાન ખટ્ટર જોવા મળ્યા હતા. થોડા લોકોને ફિલ્માં જાહ્નવીનો અભિનય પસંદ આવ્યો અને થોડા લોકોએ તેના અભિનય ઉપર પ્રશ્ન ઉભા કર્યા.

જ્યારથી જાહ્નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તે કોઈને કોઈ રીતે મીડિયાના સમાચારોમાં રહે છે. ક્યારેક તે પોતાના ફેશન સેંસને લઈને સમાચારોમાં રહે છે તો ક્યારેક ફિટનેસને લઈને. ક્યારેક તે વોગ બ્યુટી એવોર્ડ્સમાં પોતાના સ્ટનીંગ લુકથી સૌને આશ્ચર્યચકિત કરી દે છે તો ક્યારેક ગરીબોની મદદ કરીને સૌના દિલ જીતી લે છે.

હાલમાં જ જાહ્નવી બનારસમાં પોતાની ફિલ્મના શુટિંગને લઈને હાજર હતી. તે દરમિયાન જાહ્નવીના ઘણા ફોટા સામે આવ્યા જેમાં તે ક્યારેક ઘાટ ઉપર તો ક્યારેક બનારસની શેરીઓમાં શોપિંગ અને સ્વાદિષ્ટ ખાવાનો સ્વાદ લેતી જોવા મળી. જાહ્નવીની આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ હતી.

આમ તો હવે જાહ્નવી મુંબઈ આવી ગઈ છે. તે દરમિયાન તેની એક સહેલી પણ બનારસમાં હાજર રહી અને જયારે બંને એક સાથે એટપોર્ટ ઉપર જોવા મળી ત્યારે મીડિયાની નજર જાહ્નવીને છોડી તેની સુંદર સહેલી ઉપર જઈને અટકી ગઈ.

જાહ્નવીથી પણ સુંદર છે તેની દોસ્ત

હવે લોકો જાહ્નવીને છોડીને તે છોકરીની સુંદરતાની પ્રસંશા કરી રહ્યા છે જે તેની સાથે હાજર હતી અને જાણવા માટે ઉત્સુક છે કે ખરેખર તે છોકરી છે કોણ. તમે પણ તે તસ્વીરો જોઈ છે અને તમને પણ ખબર નહિ હોય કે જાહ્નવી સાથે જોવા મળતી છોકરી કોણ છે તો હવે નિરાશ થવાની જરૂર નથી.

અમે તમને જણાવીશું કે જાહ્નવી સાથે જોવા મળતી તે સુંદર છોકરી કોણ છે. અમે તમને એ તો જણાવી દીધું છે કે તે જાહ્નવીની દોસ્ત છે પરંતુ તે ઉપરાંત પણ તેની એક ઓળખ છે. જાહ્નવીની દોસ્તનો સંબંધ બોલીવુડ સાથે પણ છે.

તે જાણીતા ડાયરેક્ટરની છે દીકરી

તમને જાણીને નવાઈ થશે કે જાહ્નવી સાથે ફોટામાં જોવા મળનારી તેની દોસ્ત કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની દીકરી તનીષા સંતોષી છે. તનીષા એક પોપ્યુલર ડાયરેક્ટર પ્રોડ્યુસરની દીકરી છે પરંતુ છતાં પણ પોતાને લાઈમલાઈટથી દુર રાખે છે. લાઈમલાઈટથી દુર રહેવાને કારણે જ મોટાભાગના લોકો તેને ઓળખતા નથી. તનીષા અને જાહ્નવી એકબીજાના સારા દોસ્ત છે. તનીષાની મા નું નામ મનીલા સંતોષી છે.

જાહ્નવી હંમેશા તનીષા સાથેની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરતી રહે છે. ખાસ કરીને તનીષાની મા મનીલા અને શ્રીદેવી ઘણી સારી દોસ્ત હતી. એટલા માટે કદાચ બંને દીકરીઓ વચ્ચે પણ તેવી જ સારી દોસ્તી છે. હાલમાં તનીષા અને જાહ્નવી એક સાથે મુંબઈ એયરપોર્ટ ઉપર જોવા મળી. જેમણે પણ જાહ્નવી સાથે તનીષાને જોઈ તે તેને જોતા જ રહી ગયા.

તનીષા પણ દેખાવમાં ઘણી સુંદર છે અને તેનામાં તે બધી જ ખૂબી રહેલી છે જે એક બોલીવુડ હિરોઈનમાં હોવી જોઈએ. એયરપોર્ટ ઉપર જ્યાં જાહ્નવી વ્હાઈટ કલરનો પ્લાઝૉ અને કુર્તામાં જોવા મળી ત્યાં તનીષા પિંક કુર્તી અને ઓફ વ્હાઈટ પ્લાઝૉ માં જોવા મળી. તનીષા વિષે તમારું શું કહેવું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.