મારા હાળા ટેલિકોમ વાળા છેતરી ગયા 6 ડિસેમ્બરથી jio ના પ્રીપેડ પ્લાન થવાના છે મોંઘા, ચૂકવવી પડશે આટલી કિંમત

આજના સમયમાં મોબાઈલનો વપરાશ અનિવાર્ય બની ગયો છે, આવો તેના વિષે થોડી જાણકારી મેળવીએ.

ટેલીકોમ કંપની રિલાયન્સ જીયોએ પ્રીપેડ પ્લાનની કિંમતોમાં ૪૦ ટકા વધારો કરવાની જાહેરાત કરી છે, આમ તો જીયોએ હજુ સુધી પોતાના પ્લાનની કિંમતો વિષે જાણકારી આપી ન હતી. જીયોએ જણાવ્યું છે કે તે ૬ ડીસેમ્બરથી નવા ઓલ ઈન વન પ્લાન રજુ કરશે. તો હવે પ્રશ્ન એ છે કે જો જીયોના હાલના પ્લાનમાં ૪૦ ટકાનો વધારો થાય છે તો પ્લાનની નવી કિંમતો શું હશે. આવો જીયોના થોડા પ્લાનની સંભવિત કિંમતો ઉપર એક નજર કરીએ.

જીયોનો ૨૨૨ રૂપિયા વાળો પ્લાન

જીયોના આ પ્લાનની વાત કરીએ તો જો તેની કિંમતમાં ૪૦ ટકાનો વધારો થાય છે તો આ પ્લાનની કિંમત ૩૧૦ રૂપિયા થઇ જશે. તમારે આ પેક માટે ૮૮ રૂપિયા વધુ ચુકવવા પડશે. આ પ્લાનમાં હાલમાં ૨ જીબી ડેટા રોજ, ૧,૦૦૦ આઈયુસી મિનીટ અને જીયો-ટુ-જીયો ઉપર અનલિમિટેડ કોલિંગ અને ૧૦૦ એસએમએસની સુવિધા મળશે. અને આ પેકનો માન્યતાનો સમયગાળો ૨૮ દિવસનો છે.

જીયોનો ૩૪૯ રૂપિયા વાળો પ્લાન

૬ ડીસેમ્બર પછી કંપનીના આ પ્લાનની કિંમત ૩૪૯થી વધીને ૪૮૮ રૂપિયા થઇ જશે. આ પેક માટે તમારે ૧૩૯ રૂપિયા વધુ ચુકવવા પડશે. તમને આ પેકમાં રોજ ૧.૫ જીબી ડેટા મળશે. આ પ્લાન સાથે અલગ અલગ આઈયુસી ટોપ રીચાર્જ ઉપલબ્ધ છે જેને તમે સુવિધા મુજબ લઇ શકો છો. આ પ્લાનમાં પણ જીયો-ટુ-જીયો ઉપર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે. અને આ પેકની સમય મર્યાદા ૭૦ દિવસોની છે.

જીયોનો ૩૯૯ રૂપિયા વાળો પ્લાન

જીયોએ પોતાના યુઝર્સ માટે ૩૯૯ રૂપિયા વાળો પ્લાન રજુ કર્યો હતો. ૬ ડીસેમ્બર પછી આ પ્લાનની કિંમત ૪૦ ટકા વધીને ૫૫૮ રૂપિયા થઇ જશે. આ પ્લાન માટે તમારે ૧૫૯ રૂપિયા વધારાના ચુકવવા પડશે. સુવિધાઓની વાત કરીએ તો તમારા આ રીચાર્જ પેકમાં રોજ ૧.૫ જીબી ડેટા મળશે. સાથે જ કંપની તમને આ પેકમાં જીયો-ટુ-જીયો નેટવર્ક ઉપર અનલિમિટેડ કોલની સુવિધા આપશે. અને આ પેકની માન્યતા ૮૪ દિવસની છે.

જીયોનો ૪૪૯ રૂપિયા વાળો પ્લાન

તમારે ૬ ડીસેમ્બર પછી આ પ્લાનને ૬૨૮ રૂપિયામાં ખરીદવો પડશે. તેના માટે તમારે ૧૭૯ રૂપિયા વધારાના ચુકવવા પડશે. તમને આ પેકમાં રોજના ૧.૫ જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પેકની સમય મર્યાદા ૯૧ દિવસોની છે.

જીયોનો ૫૫૫ રૂપિયા વાળો પ્લાન

જીયોએ આ પ્રીપેડ પેકને ઓલ ઈન વન પ્લાન હેઠળ રજુ કર્યો હતો, ૬ ડીસેમ્બરથી આ પેકની કિંમત ૭૭૭ થઇ જશે. તેના માટે તમારે ૨૨૨ રૂપિયા વધારાના ચુકવવા પડશે. સુવિધાઓની વાત કરીએ તો યુઝર્સને આ પેકમાં રોજના ૨ જીબી ડેટા, 3,૦૦૦ આઈયુસી મિનીટ અને જીયો-ટુ-જીયો ઉપર અનલિમિટેડ કોલિંગ અને ૧૦૦ એસએમએસ મળશે. અને આ પેકની સમય મર્યાદા ૮૪ દિવસની છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.