1 જાન્યુઆરીથી આ લોકોને ફ્રી માં મળવા માંડયા જીઓ સિમ, 99 રૂપિયામાં અનલિમિટેડ મજા

આજના યુગમાં ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે, અને તેમાં પણ હરીફાઈ પણ ઘણી જોવા મળે છે. જેમ કે ટેલીફોન ક્ષેત્રમાં જોઈએ તો ઘણી બધી કંપનીઓ માર્કેટમાં ઉભી છે અને દરેક કંપની રોજ નવી નવી ઓફરો લાવતી જોવા મળે છે. એવી જ એક ઓફર વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે ભારતીય રેલ્વેમાં તમે તમારી સેવા આપી રહ્યા છો તો તમારા માટે મોટા સમાચાર છે. કેમ કે ૧ જાન્યુઆરી ૨૦૧૯ થી તમને રિલાયન્સ જીયોની સેવા મળશે. હવે ભારતીય રેલ્વેના તમામ કર્મચારીઓને રિલાયન્સ જીયોના કનેક્શન મળશે. જીયો સાથે રેલ્વેની ભાગીદારીના ફાયદા એ હશે કે રેલ્વેના ફોનના બીલ લગભગ ૩૫ ટકા ઓછા આવશે.

રેલ્વે બોર્ડના જણાવ્યા મુજબ રેલટેલ (રેલ ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમ) ને ભારતીય રેલ માટે નવી સીયુજી યોજનાનું આખરી સ્વરૂપ આપવાની જવાબદારી મળી છે. જીયો સાથે રેલ્વેની ભાગીદારી હેઠળ રેલ્વેના કર્મચારીઓને જીયો કનેક્શન મળશે અને દર મહીને હાઈ સ્પીડ ડેટા સાથે અનલીમીટેડ કોલિંગ મળશે. આગળ તમે જાણો કયા કર્મચારીઓને કેટલો ડેટા મળશે.

૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધી ભારતીય રેલ્વે એરટેલની સેવાઓ લઇ રહી હતી. છેલ્લા ૬ વર્ષોથી રેલ્વેના તે ટેલીફોન પાર્ટનર જ હતા. ભારતીય રેલ્વેએ પોતાના કર્મચારીઓને લગભગ ૧.૯૫ લાખ મોબાઈલ કનેક્શન આપ્યા છે, અને દર વર્ષે રેલ્વેને લગભગ ૧૦૦ રૂપિયા ફોનના બીલ તરીકે ચુકવવા પડે છે.

આ ભાગીદારીને લઇને જીયો રેલ્વેને ચાર પ્લાન પુરા પાડશે. રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ (બે ટકા) ને ૧૨૫ રૂપિયાના માસિક રકમ વાળો પ્લાન મળશે. જેમાં ૬૦ જીબી ડેટા મળશે અને સાથે અનલીમીટેડ કોલિંગ મળશે.

અને સંયુક્ત કક્ષાના અધિકારીઓ (૨૬ ટકા) ને ૯૯ રૂપિયાની માસિક રકમ ઉપર ૪૫ જીબીનો ડેટા પ્લાન, વર્ગ સી કર્મચારીઓ (૭૨ ટકા) ને 67 રૂપિયાની રકમ વાળો ૩૦ જીબી વાળો પ્લાન અને ઢગલાબંધ એસએમએસનો ૪૯ રૂપિયાનો પ્લાન મળશે. આમ તો કિંમતને લઇને તમને તકલીફ પડે તેમ નથી, કેમ કે આ બીલ ભારતીય રેલ્વે ચૂકવશે.

જીઓ હવે ભારતીય રેલ્વેમાં પોતાની સેવા શરુ કરી ચુકી છે. હવે તે કેટલા સફળ રહે છે એ જોવાનું રહે છે. જીઓના રેલ્વે સાથે જોડાવાથી એયરટેલ કંપની માટે થોડી મુશ્કેલી થઈ છે. હવે જોઈએ કે તેઓ કઈ રીતે જીઓને ટક્કર આપે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.