જીરા ના આટલા ફાયદાઓ વિષે નહી જાણતા હોય તમે, ઘણી બીમારીઓ માટે છે શ્રેષ્ઠ ઔષધિ

જીરું ગરમ તાસીર વાળો ભારતીય મસાલો છે જેમાં મેંગેનીજ, આયરન, કેલ્શિયમ, ઝીંક અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. દાળ કે પછી શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે લેવામાં આવતા જીરું ઔષધીય ગુણોનો ભંડાર છે.
જીરું નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં ટેસ્ટ લાવવા માટે થાય છે. દાળમાં કે પછી શાકભાજીને સ્વાદિષ્ઠ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જીરુંના ઔષધીય ગુણોનો ભંડાર છે. ઘણી જાતની પેટને લગતી બીમારીઓમાં તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે.

નિયમિત રીતે આ નુસખાનો ઉપયોગ કેટલીય જાતની બીમારીઓનો કુદરતી ઉપચાર ઉપલબ્ધ કરાવે છે.

(1) લોહીનો સંચાર સારી રીતે કરવો કે પછી વજન ઘટાડવું હોય, જીરું બન્ને માટે કામ કરતો ઉપાય છે. હિંગને વાટીને, કાળું મીઠું (સિંધવ) અને જીરું સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને થોડા પ્રમાણમાં રોજ દહીં સાથે લેવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી થઈ શકે છે.(દહીં હંમેશા બરાબર મથી ને ખાવું જોઈએ)

(2) જીરુંને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણીને જીરું સાથે ઉકાળી લો. તે પાણી ને ચૂસકી લેવાથી તથા વધેલું પાણી જીરું સાથે ખાઈ લેવાથી વજન ઓછું કરવામાં મદદ કરે છે. એક વાત ધ્યાન રાખશો કે આ જીરુંને ખાધા પછી લગભગ એક કલાક સુધી કંઈપણ ખાવું નહી.

(૩) જીરા માં એન્ટી બેક્ટેરીયલ ગુણોનો ભરમાર હોય છે. શરદી અને ખાંસી માટે આ ઉત્તમ ઘરેલું ઔષધી છે. તે ઉપરાંત તેમાં રહેલા પોષકતત્વ રોગ પ્રીતીકારક શક્તિ ને મજબુત કરવામાં પણ ઉપયોગી થાય છે. એક ચમચી જીરૂને એક ગ્લાસ પાણી સાથે ઉકાળો. તેમાં થોડા પ્રમાણમાં વાટેલું આદુ પણ ભેળવી દો. સારી રીતે તે મિશ્રણ ને ઉકાળ્યા પછી તેને ગાળી લો. દિવસ માં બે કે ત્રણ વાર આ ઉકાળા ને પીવાથી ઘણો લાભ મળે છે.

(4) ગર્ભવતી મહિલાઓમાં ગેસને લગતી સમસ્યાઓ દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રેગનેન્સી દરમિયાન થનારી મીતલી અને ઉલટી જેવી તકલીફો માંથી પણ છુટકારો આપવામાં મદદ કરે છે. ડીલેવરી કરાવવા માટે થતા ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગ્લાસ ગરમ દુધમાં અડધી ચમચી જીરું પાવડર અને એક ચમચી મધ ભેળવીને રોજ સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને તમામ તકલીફોમાંથી ઘણી રાહત મળે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ જરૂર લો)