જીરાનું પાણી કેવી રીતે વજન ઓછું કરે છે જાણો જબરજસ્ત ઉપાય આનાથી ઘણા એ વજન ઉતાર્યું

જીરાનું પાણી કેવી રીતે વજન ઓછું કરે છે, જોરદાર ઉપાય !!

વજન ઓછું કરવું એક સમસ્યા જેવું છે. જીરા સેવન રોજ કરવાથી વજન ઘટે છે. તે ચરબીમાં અવશોષણને અવરોધ કરે છે. જીરાના સેવનથી પાચનતંત્ર સારું રહે છે.

જીરું ખાવ મોટાપો ઘટાડો –

જીરું એક એવો મસાલો છે જે ખાવામાં ઉત્તમ સ્વાદ અને સુગંધ આપે છે. તેની જરૂરિયાત માત્ર ખાવા સુધી જ સીમિત નથી પણ તેના ઘણા આરોગ્યના ફાયદા પણ છે. ઘણા રોગોમાં દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જીરુમાં મેગેજીન, લોહ તત્વ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, જીંક અને ફોસ્ફરસ ભરપુર પ્રમાણમાં હોય છે. તેનો મેક્સિકો, ઇન્ડિયા અને નોર્થ અમેરિકામાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેની સૌથી સારી ખાસિયત એ છે કે તે વજન ઝડપથી ઘટાડે છે.

વજન ઓછું કરવાની સાથે જ તે ઘણી બધી બીજી બીમારીઓ થી પણ બચાવે છે. જેવી કે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. હાર્ટ એટેક થી બચાવે છે. યાદશક્તિ વધારે છે. લીહીની ઉણપ દુર કરે છે. પાચનતંત્ર સારું કરીને ગેસ અને એઠન ઠીક કરે છે.

આ લેખમાં વિસ્તારથી જાણો કેવી રીતે જીરું સેવન કરવાથી ઓછું થાય છે વજન.

જીરું કેવી રીતે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

જીરું પાણી બનાવવાની રીત :

બે મોટી ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત માટે મૂકી દો.

સવારે તેને ઉકાળી લો અને ગરમ ચા ની જેમ પીવો. વધેલું જીરું પણ ચાવી જાવ.

તેનું રોજ સેવન કરવાથી શરીરમાં કોઇપણ ભાગમાંથી વધારાની ચરબી શરીરમાંથી બહાર નીકળી જાય છે.

દહીં સાથે જીરું પાવડર :

જીરૂને તમે વજન ઓછું કરવા માટે કોઈપણ રીતે ખાઈ શકો છો.

૫૦ ગ્રામ દહીંમાં એક ચમચી જીરું પાવડર ભેળવીને રોજ ખાવ.

જીરુંના ઉપયોગ કરવાની બીજી રીતો :

વેજીટેબલ સૂપ બનાવો તેમાં એક ચમચી જીરું નાખો.

૩ ગ્રામ જીરું પાવડરને પાણીમાં ભેળવીને તેમાં થોડા ટીપા મધના નાખી પી લો.

ભૂરા ચોખા બનાવવામાં જીરું નાખો. તે માત્ર સ્વાદ જ નથી વધારતું પણ તમારું વજન પણ ઓછું કરશે.

લીંબુ – આદુ અને જીરું :

આદુ અને લીંબુ બન્ને જીરૂની વજન ઓછું કરવાની ક્ષમતા વધારે છે.

તેના માટે ગાજર અને થોડા શાકભાજીને ઉકાળી લો તેમાં આદુને ભેળવીને સાથે જ ઉપરથી જીરું અને લીંબુનો રસ નાખો અને તે રાત્રે ખાવ.

ચરબી ઓછી કરે છે:

જીરુમાં રહેલ પોષક તત્વ અને એન્ટીઓક્સીડેંટ ચયાપચય વધારે છે. જેથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.

જીરું પાચનક્રિયાને વધારે છે અને ગેસથી બચાવે છે.

જીરું ખાવાથી પાચનમાં મદદ કરે છે જેથી ગેસ ઓછો બને છે.

એઠન અને પેટ ફૂલવું ખરાબ પાચનની સમસ્યા છે.

જીરું ગેસને બનવાથી અટકાવે છે જેથી પેટ અને ઈંટેસ્ટીનેસ માં સારી રીતે ખાવાનું પચી જાય છે.

હાર્ટ એટેક થી બચાવે છે જીરું :

ખરાબ કોલેસ્ટ્રોલ અને ચરબીને શરીરમાં બનવાથી અટકાવે છે. તેથી તે વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે જ હાર્ટ એટેક થી પણ બચાવે છે.