જાદુઈ જીરું 15 જ દિવસમાં ઘટાડી દેશે વજન જો કરશો આ ઉપાય સાથે જાણો જીરા નાં ફાયદા

જાદુઈ જીરું 15 જ દિવસમાં ઘટાડી દેશે વજન જો કરશો આ ઉપાય

આપણાં રસોડામાં ઉપલબ્ધ મસાલા વ્યંજનોને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પરંતુ તેના અન્ય ઘણાં ઉપયોગ પણ છે. આવા જ અનેક ગુણકારી મસાલામાંથી એક છે જીરું. આ જીરું માત્ર વઘાર માટે જ નહીં પણ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. ચપટી જીરું જો યોગ્ય રીતે લેવામાં આવે તો માત્ર 15 જ દિવસમાં વધારે વજનની તમારી સમસ્યા દૂર થઈ જશે. આ વાત જાણીને આશ્ચર્ય તો જરૂરથી થશે પણ હકીકતમાં જીરું વજન ઉતારવાં મદદરૂપ થઈ શકે છે.

તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે જીરાના પાવડરથી બોડી ફેટ ઘટાડી શકાય છે. તેમજ જીરું બેડ કોલેસ્ટ્રોલને પણ કુદરતી રીતે ઘટાડી દે છે. ભોજન પચાવવામાં પણ જીરું ઉપયોગી સાબિત થાય છે અને પાચનશક્તિ પણ સુધરે છે. તો પછી આજે જાણી લો કે કેવી રીતે જીરું તમારું વજન ઘટાડી શકે.

1 પાચનશક્તિ જો નબળી હોય તો જીરાંની ચા પી શકાય. વજન ઘટાડવા માટે કેળાંની સાથે જીરું પાવડરનો ખાવામાં ઉપયોગ કરો.

2 એક ગ્લાસ પાણીમાં રાત્રે એક ચમચી જીરું ઉમેરી દો. સવારે આ પાણી ઉકાળો. પાણીનો રંગ બદલાય પછી ગેસ બંધ કરો અને તેને ઢાંકી રાખો. ઠંડું થયા પછી આ પાણી પી જવું. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરી શકાય.

3 બે ચમચી જીરાંને રાત્રે પાણીમાં પલાળી રાખવું અને સવારે તેને ચાવીને ખાઈ જવું. રોજ આમ કરવાથી વજન ઘટવા લાગશે.

4 05 ગ્રામ દહીંમાં એક ચમચી જીરું પાવડર નાંખી રોજ ઉપયોગમાં લેવું. જીરું પાવડર ભાત કે પછી શાકમાં પણ ઉમેરી લઈ શકાય છે.

5 એક ગ્લાસ પાણીમાં જીરું પાવડર અને મધ ઉમેરી રોજ પીવું

જીરાની ઉપયોગિતા માત્ર રસોડા સુધી જ સીમિત નથી, પણ તેનો જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણાં હેલ્થ પ્રોબ્લેમ્સ દૂર કરી શકે છે. આવો જાણીએ જીરામાં રહેલા કેટલાક એવા ગુણો વિશે…

ખાવાનું પચાવવા માટે : જો તમને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન પચે તો એક ચમચી જીરું પાવડર અને મરી એક ગ્લાસ દૂધમાં નાખી પીવો. જીરાને લીંબુના રસમાં પલાળી નમક મેળવીને લેવાથી ગર્ભવતી મહિલા માટે સારું રહે છે. પેટની સમસ્યા ગેસ જેવી તકલીફો થતી નથી.

ડાયાબિટીસ : જેમને ડાયાબિટીસ હોય તે લોકો ખાવામાં પોતાની બેદરકારીને લીધે ભોગ બનેલા હોય છે. પોતાના ખાવા-પીવામાં સંતુલન ન રાખે તો આ અસંતુલિત બ્લડ સુગરને કારણે તેને આંખ, કિડની, હૃદય, પગના રક્તસંચારમાં સમસ્યા આવી જાય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અડધી ચમચી પીસેલું જીરૂં દિવસમાં બે વાર પાણી સાથે પીવો, ડાયાબિટીસ રોગીઓ માટે ઘણો ફાયદો આપે છે.

પેટના દુખાવામાં : કેટલાક લોકોને પેટ સંબંધી નાની-નાની સમસ્યાઓ રહેતી હોય છે. જેના માટે જીરૂં રામબાણ ઔષધીનું કામ કરે છે. જીરું, અજમો, સૂંઠ, મરી યોગ્ય માત્રામાં ચૂર્ણ કરી લો. તેમાં થોડુંક ઘી તથા શેકેલી હીંગ મેળવીને ખાવાથી પાચન શક્તિ વધે છે તથા પેટનો દુખાવો સારો થઈ શકે છે. નીંદર ન આવતી હોય તો તેના માટે જીરું એક સારી દવા છે. એક નાની ચમચી શેકેલું જીરું, પાકેલા કેળાની સાથે ખાવાથી સારી ઊંઘ આવી શકે છે.

ગેસ્ટ્રિક પ્રોબ્લેમ : જો આપ ગેસ તથા એસીડિટીથી પરેશાન છો તો જીરું, મરી અને આદું બરાબર માત્રામાં લો. તેને પાણીમાં નાખીને ઉકાળી લો અને ઘોળીને તૈયાર કરી લો. આ પાણીને બે-ત્રણ દિવસો સુધી સતત દિવસમાં બેથી ત્રણ વાર પીવો. જીરું, મરી, સૂંઠ અને કરી પાવડરને બરાબર માત્રામાં પીસી સ્વાદ અનુસાર નમક તથા ઘી નાખી અને ચોખાની સાથે ખાવો. પેટ સાફ રહેશે અને કબજીયાતમાં રાહત મળશે.


Posted

in

, ,

by