પિત્ત નો રોગ 14 થી 40 ની ઉંમર સુધીના લોકો ને સૌથી વધુ આવે છે, પણ એનો જીરાથી કરો આવો ઈલાજ

કદાચ તમારા મનમાં સવાલ થશે કે આ વાત-પિત્ત કફ જોવામાં કેવા હોય છે? તો હાલ તો તમે તેનો ઈલાજ જાણી લો. કફ અને પિત્ત લગભગ એક જેવા હોય છે. સામાન્ય ભાષામાં નાકમાંથી નીકળતા શેડા ને કફ કહે છે. કફ થોડું ઘાટું અને ચીકણું હોય છે. મોઢાંમાંથી નીકળતા ચીકણા પદાર્થને પિત્ત કહે છે. તે ઓછું ચીકણું અને પ્રવાહી જેવું હોય છે. અને શરીરમાંથી નીકળતો વાયુને વાત કહે છે. તે અદ્રશ્ય હોય છે.

ઘણી વખત પેટમાં ગેસ થવાને લીધે માથામાં દુઃખાવો થાય છે તો તેને તમે કફનો રોગ નથી કહેતા તેને પિત્ત નો રોગ કહીશું. કેમ કે પિત્ત બગડવાથી ગેસ થઇ જાય છે અને માથામાં દુઃખાવો થઇ રહ્યો છે. તે જ્ઞાન ખુબ ઊંડું છે સારું તમે એટલું યાદ રાખો કે આ વાત-પિત્ત અને કફ ના સંતુલન બગડવાથી બધા રોગ આવે છે. અને આ ત્રણે જ મનુષ્યની ઉંમર સાથે જુદી જુદી રીતે વધે છે.

બાળકના જન્મથી લઈને 14 વર્ષની ઉંમર સુધી કફ નો રોગ વધુ હોય છે. વારંવાર ખાંસી, શરદી, છીંક આવવી વગેરે થશે.

14 વર્ષ થી 40 વર્ષ સુધી પિત્ત નો રોગ સૌથી વધુ હોય છે વારંવાર પેટમાં દુખવું, ગેસ થવો, ખાટા ખાટા ઓડકાર આવવા વગેરે.

અને ત્યાર પછી ગઢપણ માં વાત નો રોગ સૌથી વધુ હોય છે ગોઠણ નો દુઃખાવો, સાંધાનો દુઃખાવો વગેરે.

જીરું આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક ઔષધી છે. રાજીવભાઈ એ જીરા ના ઘણા ફાયદા જણાવ્યા છે. તેમણે જણાવ્યું કે જીરું ખુબ જ સારી ઔષધી છે. પિત્ત ના જેટલા પણ રોગ છે, તે બધા જીરા થી ઠીક થઇ જાય છે. પિત્ત માં જેમ કે પેટમાં ગેસ થવો, પેટમાં બળતરા થવી, ઉલટી ઓડકાર આવવા, ભોજનનું પાચન ન થવું, ઉલટી થવી, ઓબળાસિયા આવવા આ બધું પિત્તનો રોગ છે આ પિત્તના રોગની સૌથી સારી ઔષધી જીરું છે. અડધી ચમચી જીરૂને અડધા કપ પાણી સાથે લઇ લો, પાણીને ગરમ કરી લેવું. પછી પાણીને ઠંડું કરીને લઇ લો. તે પાણીને ચા ની જેમ પીવો અને જે જીરું તેમાં છે તેને ચાવીને ખાઈ લો.

તેમણે જણાવ્યું છે કે નિયમિત રીતે જીરું જો તમે લેવાનું શું કરશો તો જીરું થી બધા રોગોને શરીરમાંથી દુર કરી દેશે. પેટમાં ગેસ, ખાટા ઓડકાર, ભોજનનો જે અપચો, ઉલટી થવી તે તે બધી વસ્તુ એકદમ ઠીક થઇ જશે. જેમનું પણ પિત્ત ખરાબ થઇ ગયું છે તેમને જીરું ખાવાની સલાહ આપો. એસીડીટી પણ પિત્તની જ બીમારી છે, જીરું ના સેવનથી તે ઠીક થઇ જશે.

જીરા ના પાણીને આવી રીતે કરો ઉપયોગ :

(1) જીરું ના પાણીમાં મનગમતા શાકભાજી નાખીને ઉકાળી લો અને પીવો.

(2) ભાત બનાવતી વખતે તેમાં જીરું નું પાણી ભેળવી લો. તેનાથી ભાત નો ટેસ્ટ વધશે. સાથે જ ડાઈજેશન પણ ઠીક રહેશે.

(3) છાશ માં પણ જીરું નું પાણી ભેળવીને પીવાથી ગરમીમાં થતી પેટની તકલીફ દુર થાય છે.

આ 10 લોકો માટે અમૃત છે જીરું :

(1) જેમને હાર્ટ problem નો ભય છે : તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. તે હાર્ટ પ્રોબલેમ થી બચાવે છે.

(2) જેમને ડાયાબીટીસ ની શક્યતા છે : તેનાથી શરીરમાં ગ્લુકોઝ નું લેવલ જળવાઈ રહે છે તે ડાયાબીટીસ થી બચાવે છે.

(3) જેમને મસલ્સનો દુઃખાવો છે : આ પીણા થી બ્લડ સંચાલન ઠીક થાય છે. તેનાથી મસલ્સ રીલેક્સ થાય છે અને દુઃખાવો દુર થાય છે.

(4) જેમને સ્કીન પ્રોબલેમ છે : તેનાથી શરીરમાં Toxins દુર થાય છે, તે સ્કીન પ્રોબલેમ જેવા કે ખીલ વગેરે થી બચાવે છે.

(5) જેમને ડાઈજેશન ખરાબ છે : તેમાં રહેલા ફાઈબર ડાઈજેશન વધારે છે, તેનથી એસીડીટી જેવી પેટની બીમારીથી બચાવે છે.

(6) જેમનું વજન વધે છે : તેનાથી શરીરમાં મેટાબોલીજ્મ વધે છે અને વજન ઓછું થાય છે.

(7) જેમને લોહીની ઉણપ છે : તેમાં આયરન હોય છે જે એનીમિયા (લોહીની ઉણપ) થી બચાવે છે.

(8) જેમને Blood Pressure ની તકલીફ છે : તેનાથી લોહીનું સંચાલન સારું રહે છે, તે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે.

(9) જેમને ઊંઘ ઓછી આવે છે : જીરું નું પાણી પીવાથી બ્રેન રીલેક્સ રહે છે અને ઊંઘ સારી આવે છે.

(10) જેમને ફીવર(તાવ) છે : જીરા નું પાણી પીવાથી શરીરમાં ઠંડક મળે છે, તે ફીવર ની અસર ઓછી કરે છે.

મેડીકલ ડાયટીશીયન ડૉ. અમિતા સિંહ મુજબ જીરું ની ચા પીવાથી એસીડીટી ઓછી થાય છે. આમ તો સાદી ચા થી એસીડીટી થાય છે. પણ તેને બનાવતી વખતે જો જીરું ભેળવી દેવામાં આવે તો એસીડીટી ની શક્યતા ઓછી થઇ શકે છે. જીરું ની ચા માં રહેલા મેગ્નેશિયમ અને આયરન જેવા ન્યુટ્રીએટસ પણ આરોગ્ય માટે અસરકારક છે.

અમે જણાવી રહ્યા છીએ રોજ જીરું નાખેલી ચા પીવા ના 10 ફાયદા.

વજન ઓછું : જીરું વાળી ચા પીવાથી શરીરમાં ચરબી નું જમવાનું ઓછું થાય છે. જેથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે.

હાર્ટ પ્રોબલેમ : આ ચા પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે જેનાથી હાર્ટ પ્રોબલેમ થી બચાવ થાય છે.

ડાઈજેશન : જીરું ની ચા માં રહેલા થાયમોલ થી ડાયજેશન ઈમ્પ્રુવ થાય છે અને કબજિયાત ની તકલીફ થી બચી શકાય છે.

કેન્સર : આ ચા માં ક્યુમિનએલડીહાઈડ હોય છે જે કેન્સર થી બચાવવામાં મદદ કરે છે.

એનર્જી : તે પીવાથી ઇલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સ રહે છે અને એનર્જી જળવાઈ રહે છે.

શરદી-જુકામ : તેનાથી એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે જે શરદી-જુકામ થી બચવા ફાયદાકારક છે.

બીમારીઓથી બચાવ : આ ચા પીવાથી શરીરની ઈમ્યુનીટી વધે છે અને બીમારીઓ થી બચાવે છે.

એનીમિયા : જીરું ની ચા માં આયરન નું પ્રમાણ વધુ હોય છે જે એનીમિયા (લોહીની ઉણપ) થી બચાવવામાં મદદ કરે છે.

બ્રેન પાવર : તેમાં વિટામીન B6 હોય છે જે બ્રેન પાવર વધારવામાં મદદ કરે છે. તે પીવાથી મેમરી તેજ થાય છે.