પ્રાણ નીકળતા પહેલા વ્યક્તિને યમરાજ આપે છે આ 6 સંકેત, ન કરો તેને ધ્યાનબહાર

મૃત્યુ આવતા પહેલા યમરાજ દ્વારા માણસને ઘણા પ્રકારના સંકેત આપવામાં આવે છે. જે જીવનના અંત તરફ ઈશારો કરે છે. એવું માનવામાં આવે છે કે માણસના અનુરોધ ઉપર યમરાજ દ્વારા આ વચન આપવામાં આવ્યા હતા કે જયારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે ત્યારે તે વ્યક્તિને તેમના દ્વારા થોડા સંકેત આપવામાં આવશે.

જેથી તે વ્યક્તિ પોતાના મૃત્યુ વિષે જાણી શકે અને તે પોતાના જીવનના અધુરા કાર્યોને પુરા કરી શકે. એટલા માટે એવું માનવામાં આવે છે કે જયારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તેને મૃત્યુનો અહેસાસ થઇ જાય છે. યમરાજ દ્વારા ક્યા સંકેત આપવામાં આવે છે જે મૃત્યુ થવા તરફ ઈશારો કરે છે તે આ મુજબ છે.

મરતા પહેલા મળે છે આ સંકેત

ઉંમર વધવી

ઉંમર વધવા સાથે જ શરીર નબળું થવા લાગે છે અને શરીરમાં ઘણા બધા ફેરફાર થવાના શરુ થઇ જાય છે. સામાન્ય રીતે શરીર ઘણી બીમારીઓથી ગ્રસ્ત થઇ જાય છે. એટલું જ નહિ વાળ સફેદ થવા લાગે છે અને હાડકા નબળા પડી જાય છે. શરીરમાં થતા આ ફેરફાર દુનિયા છોડીને જવા માટે સૌથી મોટો સંકેત માનવામાં આવે છે.

ખરાબ સપના આવવા

ઘણી વખત લોકોને ભયાનક સપના આવે છે. આમ તો આ સપના એક કે બે વખત આવે તો તે સામાન્ય વાત છે. પરંતુ વારંવાર એક જ ભયાનક સપના આવે અને સપનામાં કાળા માણસ દેખાય જેને યમરાજ તરફથી મોકલવામાં આવેલા સંકેત માનવામાં આવે છે. એટલા માટે જે લોકોને વારંવાર ખરાબ સપના આવતા હોય તો સમજી લો કે આ દુનિયામાંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે અને તે પોતાના બધા જરૂરી કામો પુરા કરી લો.

ભૂખ તરસ ન લાગવી

મૃત્યુ થતા પહેલા માણસની ભૂખ તરસ ખલાસ થઇ જાય છે અને તે કોઈપણ પ્રકારની વસ્તુનું સેવન કરવાનું બંધ કરી દે છે. એટલું જ નહિ ઘણી વખત તો વ્યક્તિ પોતાના કુટુંબીજનો સાથે વાત પણ કરવાનું બંધ કરી દે છે અને દુનિયાથી પોતાને અલગ કરી લે છે અને એકાંતમાં રહેવા લાગી જાય છે.

પૂર્વજોનું નજરમાં આવવું

પૂર્વજોનું નજરમાં આવવું પણ આ દુનિયા છોડીને જવાના સંકેત માનવામાં આવે છે. જે લોકોને વારંવાર સપનામાં પોતાના પૂર્વજો દેખાય છે જે તેને પોતાની પાસે બોલાવતા હોય, તો તેનો અર્થ છે કે આ વ્યક્તિના જીવનનો અંત થવાનો છે.

ન દેખાય પોતાનો પડછાયો

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને પાણી, તેલ કે કોઈપણ પ્રકારના તૈલી પદાર્થમાં પોતાનો પડછાયો દેખાવાનું બંધ થઇ જાય છે. તે વ્યક્તિનું મૃત્યુ જલ્દી જ થઇ જાય છે.

સારી રીતે ન દેખાય પ્રકાશ

શિવપુરણ મુજબ જયારે કોઈ વ્યક્તિને અગ્નિનો પ્રકાશ સારી રીતે ન દેખાય તો તે વ્યક્તિ સમજી લો કે તેના દિવસ પુરા થવાના છે અને તે જલ્દી જ આ દુનિયામાંથી વિદાય લેવાના છે. તે ઉપરાંત જયારે માણસની કુંડળીમાં રાહુ, કેતુ, શની ગ્રહની દશા ખરાબ હોય, તે પણ તે વ્યક્તિનો અંત હોવા તરફ ઈશારો કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.