જીવનમાં વારંવાર થઈ રહી છે અનહોની તો હનુમાન મંદિરમાં કરો આ ઉપાય, બજરંગબલી કરશે રક્ષા

માણસનું જીવન સૌથી અલગ માનવામાં આવે છે, જયારે આ સંસારની રચના થઇ હતી ત્યારે ભગવાને જાનવરો સાથે સાથે માણસને પણ બનાવ્યા હતા, પરંતુ માણસની અંદર ભગવાને કાંઈક અલગ જ ખાસિયતો નાખી હતી, જેના કારણે જ માણસ સૌથી અલગ પડે છે, માણસ ભાવનાઓ સમજી શકે છે અને સારી ખરાબ પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે, દરેક માણસ એવું ઈચ્છે છે કે તે પોતાનું અને પોતાના કુટુંબનું જીવન સુખી બનાવી શકે, પરંતુ જીવનમાં કોઈ ને કોઈ દુર્ઘટના કે અઘટિત ઘટના બની જાય છે જેના કારણે જ વ્યક્તિએ અકસ્માતનો ભોગ બનવું પડે છે.

ઘણી વખત જોવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં અઘટિત થવાને કારણે જ વ્યક્તિનો જીવ સુધ્ધાં જતો રહે છે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે આ તમામ અકસ્માતોથી બચી શકે, ખરેખર એવું શું કરી શકાય કે જીવનમાં અઘટિત ઘટનાનો ભોગ ન બનવું પડે? આજે અમે તમને થોડા એવા ઉપાય જણાવવાના છીએ જેની મદદથી જીવનમાં થનારી અઘટિત ઘટનાથી રક્ષણ મળી શકે છે, શાસ્ત્રોમાં એવી થોડી રીતો બતાવવામાં આવી છે જેનાથી વ્યક્તિ પોતાનું જીવન આનંદથી ભરી શકે છે અને દરેક દુર્ઘટના અને અઘટિત ઘટનાથી બચી શકે છે.

આવો જાણીએ જીવનમાં વારંવાર બની રહેલી અઘટિત ઘટના માટે ક્યા ઉપાય કરવા

જો તમે તમારા જીવનની તકલીફો અને અઘટિત ઘટનાઓથી બચવા માગો છો તો તેના માટે તમે હનુમાન મંદિરમાં જઈને ગોળ અને ચણાનો ભોગ હનુમાનજીને ચડાવો, ત્યારપછી પ્રસાદને લોકો વચ્ચે વહેચી દો, જો આ ઉપાય તમે નિયમિત રીતે કરશો તો તેનાથી તમારા જીવનમાં આવનારી અઘટિત ઘટનાઓથી રક્ષણ મળશે.

જેમ કે તમે બધા લોકો જાણો છો કે મહાબલી હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે, જો વ્યક્તિ ઉપર તેમની કૃપા દ્રષ્ટિ હોય તો તે વ્યક્તિના તમામ દુઃખ દુર થઇ જાય છે અને દરેક પરિસ્થિતિમાં હનુમાનજી તેમના ભક્તોનું રક્ષણ કરે છે, જો તમે કોઈપણ દુર્ઘટના કે અઘટિત ઘટનાથી બચવા માગો છો તો તેના માટે તમે હનુમાન મંદિરમાં જઈને તમારા કાંડા ઉપર મોલી બંધાવી લો.

જો તમે તમારા ઘર માંથી કોઈ કામ માટે નીકળી રહ્યા છો તો થોડું ગળ્યું ખાઈને નીકળો.

જો તમે તોજ નિયમિત રીતે પક્ષીઓને લાલ મસૂરની દાળ ખવડાવો છો તો તેનાથી જીવનમાં અઘટિત ઘટના બનવાની શક્યતા ઓછી રહે છે.

જો આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોઈએ તો લીંબુ અને સિંદુરનો ઉપાય જીવનની અઘટિત ઘટનાઓ ટાળવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે, તેના માટે તમે એક લીંબુ ઉપર સિંદુર લગાવીને કોઈ ચાર રસ્તા ઉપર ફેંકી દો.

જો તમે અઘટિત ઘટનાથી બચવા માગો છો તો તેના માટે શાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલા ઉપાયને પણ કરી શકો છો, તેના માટે તમારે તમારા ઘરના ધાબા ઉપર લાલ પતાકા કે ધજા લગાવી શકો છો, આ ઉપાય કરવાથી અચાનક થનારી દુર્ઘટના ઉપર કંટ્રોલ લાગે છે.

જો તમે હનુમાન મંદિરમાં જઈને નારીયેળ ઉપર મોલી લપેટીને અર્પણ કરો છો તો તેનાથી તમારી ઉપર ખરાબ નજરની અસર દુર થશે અને જીવનની અઘટિત ઘટનાઓ માંથી છુટકારો મળે છે.

જો તમે હનુમાનજીના ફોટા કે મૂર્તિ ઉપર લાલ ફૂલ અર્પણ કરો છો અને કપૂર સળગાવો છો તો તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે, જેને કારણે તમારા જીવનની તમામ મુશ્કેલ પરિસ્થિતિઓ દુર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)