જીવનમાં જો થાય આ ઘટનાઓ તો સમજી લો કે ખુલવાનું છે તમારું નસીબ.

જો જોવા મળે આ 9 વસ્તુઓ તો મળવા લાગશે જીવનમાં શુભ સંદેશ.

જીવનમાં કોઈ શુભ કાર્ય થતા પહેલાં જ તમને તેના હોવાના સંકેત મળવા લાગી જાય છે અને આ સંકેતોની મદદથી તમને એ ખબર પડી શકે છે કે, તમારા ભવિષ્યમાં શું થવાનું છે? તમને અચાનક નવ નીચે જણાવેલી વસ્તુઓ જોવા મળે તો તમે સમજી લો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે.

જો જીવનમાં બને આ ઘટનાઓ તો સમજી લો, આવનારા છે સારા દિવસો

સંભળવા મળે આ અવાજ :-

સવારના સમયે અચાનકથી તમને શંકર, ભજન, મંદિરની ઘંટડીનો અવાજ અથવા તો પછી કોઈ પણ મધુર વાણી સંભળાઈ આવે તો તે કોઈ શુભ કાર્યનો સંકેત હોય છે. આ મધુર અવાજોને સાંભળવાનો અર્થ થાય છે કે તમારા જીવનમાં કોઈ સારી ઘટના થવાની છે.

વરરાજા અથવા નવ દુલ્હન જોવી :-

અચાનકથી જો તમને વરરાજા અથવા નવોઢા જોવા મળી જાય તો તે કોઈ શુભ કાર્ય હોવાનું પ્રતિક છે, અને તેને એક સારા શુકન માનવામાં આવે છે. જે લોકોના લગ્ન નથી થઇ રહ્યા તેને જો અચાનકથી વરરાજા અથવા નવ દુલ્હન જોવા મળી જાય તો તેમના લગ્ન ટૂંક સમયમાં થઇ જાય છે. તે જે લોકોના ઘરમાં કોઈ વ્યક્તિના લગ્ન નથી થઇ રહ્યા અને તેમને નવું કપલ જોવા મળે છે, તો તેમના ઘરમાં તરત જ શરણાઈ વાગે છે.

નાળિયેર જોવું :-

સવારે ઉઠતા જ નારિયાળ જોવાથી દિવસ સારો પસાર થાય છે અને તમને દિવસભર શુભ સંકેતો સાંભળવા મળે છે. તેવી જ રીતે કોયલ અથવા ચકલીના અવાજ સવારે સવારે સંભળાઈ આવે તો જીવનમાં આર્થિક લાભ થાય છે.

milk4

કોઈને દૂધ લાવતા જોવા :-

રસ્તામાં જો તમે કોઈને દૂધ અથવા દહીં લાવતા જુઓ છો, તો તે શુભ સંકેત તરફ ઇશારો હોય છે અને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવી જાય છે. તેવી જ રીતે જો કોઈ પૂજાની થાળી લઈને મંદિર જઈ રહ્યા હોય અને તમે તેને જોઈ લો. તો તમને તરત જ કોઈ શુભસમાચાર મળી જાય છે.

તૂટેલા તારા :-

તૂટેલા તારા જોવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. તેથી તમે જ્યારે પણ કોઈ તૂટેલા તારાને જુઓ તો તરત જ તમારી મનોકામના માંગી લો. કહેવાય છે કે તૂટતા તારાઓ જોતા જે માંગવમાં આવે છે તે વસ્તુ તમને ૩૦ દિવસમાં પ્રાપ્ત થઇ શકે છે. એક સાથે ઘણા બધા તૂટેલા તારાઓ જોવા ખુબ લકી સાબિત થાય છે.

કાચબો અને સાંપ :-

સપનામાં કાચબા અને સાપ જોવાથી નસીબ એકદમ ખુલી જાય છે અને તમારે જે જોઈએ તે તમને મળી જાય છે. રાત્રે સપનામાં કાચબો અથવા સાંપ આવવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. એ જ રીતે હાથીને જો સુંઢ ઉંચી કરતો જોવામાં આવે તો તે કોઈ મંગળ કાર્ય થવાનું પ્રતિક હોય છે.

મોર દેખાવો :-

અચાનકથી મોર દેખાવો ઘણું શુભ માનવામાં આવે છે અને જો તમને મોર પાંખ ખોલીને નાચતો જોવા મળે તો તે જીવનમાં કોઈ શુભ અવસર આવવા તરફ ઈશારો કરે છે. કહેવાય છે કે નાચતો મોર જોવાથી તમારી મુલાકાત કોઈ જૂના મિત્ર અથવા સંબંધી સાથે પણ થઇ શકે છે.

હાથમાં ખંજવાળ આવવી :-

હાથમાં એક જગ્યા ઉપર ખંજવાળ થવાને ધન લાભ સાથે જોડીને જોવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે લોકોના હાથમાં ખંજવાળ આવે છે, તેમના જીવનમાં ક્યાંકથી ધન આવવાનું હોય છે. તે ઉપરાંત વરસાદ દરમિયાન સૂર્ય દેખાવો, સમુદ્ર કિનારે મોતી મળવું અને અચાનક રસ્તા ઉપર પૈસા પડેલા મળવા પણ શુભ સંકેત તરફ ઇશારો કરે છે.

સફેદ ગાય :-

જો તમારા ઘરની નજીક અચાનક કોઈ ગાય આવે અને તે ભાંભરવા લાગી જાય તો સમજી લો કે તમારા જીવનમાં સારા સમાચાર આવી શકે છે. તે જ ખેતરોમાં ચારો ખાતી ગાયને જોવી પણ શુભ પ્રતીક માનવામાં આવે છે.

તમને ક્યારે એવું બન્યું હોય કે સારા શકુન થાય હોય અને દિવસ આખો સારો ગયો હોય તો કોમેન્ટ કરજો સાથે સાથે આજે તમે સવારે શું જોયું એ પણ જણાવશો.