જીવનમાં સફળતા અને શાંતિ મેળવવા માટે જરૂર કરો આ 6 કામ.

ગરુડ પુરાણમાં લખવામાં આવ્યા છે, જીવનમાં સફળતા મેળવવાના ઉપાય, બસ કરો આ ૬ વસ્તુની પૂજા

હિંદુ ધર્મમાં ગરુડજીને ભગવાન વિષ્ણુનું વાહન ગણવામાં આવ્યું છે. તેમના પિતાનું નામ કશ્યપ ઋષિ છે અને માં નું નામ વિનતા છે. આપણા ધર્મમાં ગરુડને પક્ષીઓના રાજા માનવામાં આવે છે. જે બધા પક્ષીઓથી ઝડપી ઉડે છે. આપણા શાસ્ત્રોમાં ગરુડ પુરાણ છે અને આ પુરાણમાં એવા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.

શું લખવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં?

ગરુડ પુરાણમાં લખવામાં આવેલા એક શ્લોક મુજબ જે પણ વ્યક્તિ નીચે જણાવવામાં આવેલી છ વસ્તુની પૂજા કરે છે તેને સફળતા, શાંતિ મળે છે અને તેમના જીવનમાં આવનારી તમામ તકલીફો દુર થઇ જાય છે.

ગરુડ પુરાણમાં લખવામાં આવેલા શ્લોક –

विष्णुरेकादशी गंगा तुलसीविप्रधेवन:।

असारे दुर्गसंसारे षट्पदी मुक्तिदायिनी।।

આ શ્લોકમાં જે 6 વસ્તુની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ભગવાન વિષ્ણુ, ગાય, તુલસી, ગંગા નદી, પંડિત અને એકાદશી વ્રત છે અને આ શ્લોક મુજબ આ વસ્તુની પૂજા અને સેવા કરી, તમે તમારી દરેક મનોકામના પૂરી કરી શકો છો.

ભગવાન વિષ્ણુ :-

ભગવાન વિષ્ણુએ આ દુનિયામાં ઘણી વખત ઘણા અવતારોમાં જન્મ લીધો છે અને લોકો દ્વારા ભગવાન વિષ્ણુની દરેક અવતારની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનની સવારે અને સાંજના સમયે પૂજા જરૂર કરવી જોઈએ. સદા ભગવાન વિષ્ણુનું નામ લેવાથી જીવનના તમામ દુ:ખ દુર થઇ જાય છે અને જીવનમાં માત્ર સફળતા જ હાથ લાગે છે. એટલા માટે તમે રોજ સવારે ઉઠીને ભગવાનનું નામ લો અને તેની પૂજા અને અર્ચના સારી રીતે કરો.

એકાદશી વ્રત :-

દર વર્ષે ઘણા પ્રકારની એકાદશી આવે છે અને એકાદશી દરમિયાન વ્રત રાખવું ઘણું ઉત્તમ માનવામાં આવે છે. એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં આવનારી તમામ તકલીફો સરળતાથી દુર કરી શકાય છે. એકાદશી વ્રત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

તુલસી :-

તુલસીનો છોડ ઘણો શુભ હોય છે અને આ છોડને ઘણો પવિત્ર માનવામાં આવે છે. આપણા પુરાણમાં લખવામાં આવ્યું છે કે ઘરના આંગણામાં આ છોડ હોવાથી ઘર હંમેશા પવિત્ર રહે છે અને આ છોડની રોજ પૂજા કરવી જોઈએ. તુલસીના પાંદડાનો ઉપયોગ ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન પણ કરવામાં આવે છે.

પંડિત :-

સાચા પંડિત કે સંતની સેવા કરવાથી અને તેમણે ખાવાનું ખવડાવું ઘણું પુણ્યનું કામ માનવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે તમે તમારા ઘરમાં ક્યારે પણ કોઈ પંડિતને ખાલી હાથે ન જવા દો. પંડિતની સેવા કરવાથી તમને આશીર્વાદ મળે છે અને તમારી ઉપર આવનારી તમામ મુશ્કેલીઓ દુર થઇ જાય છે.

ગંગા નદી :-

દર વર્ષે કરોડોની સંખ્યામાં લોકો ગંગા નદીની ડૂબકી લગાવીને પોતાના પાપો માંથી મુક્તિ મેળવે છે. આ નદી સૌથી પવિત્ર નદી છે અને ગંગા નદીની પૂજા દરરોજ સાંજે આ નદીના ઘાટ ઉપર કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગંગા નદીની પૂજા કરવાથી માણસના જીવનમાં અપાર સફળતા મળે છે.

ગાય :-

ગાયની પૂજા કરવાનો અર્થ થાય છે કે તમે એક સાથે આપણા તમામ દેવી દેવતાઓનું પૂજા કરી લો છો. ગાયની સેવા કરવું ઘણું ફળદાયક હોય છે અને જે લોકો ગાયની સેવા કરે છે તેમને તેમના દ્વારા કરવામાં આવેલા તમામ પાપો માંથી મુક્તિ મળી જાય છે. ગરુડ પુરણમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જે લોકોને પણ જીવનમાં સફળતા જોઈએ તો ગાયની સેવા અને તેની પૂજા કરો. જય હિન્દ…

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.