જીવલેણ બીમારી ફેલાવતા રહે છે કબુતર, તમે પણ સાવચેત રહો નહિ તો થઇ શકે છે..

આપણા માંથી ઘણા લોકો પોતાના ઘરના ધાબા ઉપર, આંગણામાં કે ચોક ઉપર કબૂતરોને દાણા નાખે છે. શાંતિનું પ્રતિક માનવામાં આવતુ પક્ષી કબુતર આમ તો કોઈને નુકશાન નથી પહોચાડતું, પરંતુ ઘરોમાં તેની અવર જવરથી આપણા આરોગ્યને ઘણું મોટું નુકશાન થઇ શકે છે. કબૂતરોની બીટ, પાંખ વગેરેથી તમને જીવલેણ બીમારીઓ પણ થઇ શકે છે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

કબૂતરો ઉપર થયેલી શોધમાં એ વાત સામે આવી છે કે તેનું ચિતર અને પાંખ માનવ આરોગ્ય માટે ઘણું ખતરનાક છે. ડોકટરોના જણાવ્યા મુજબ કબૂતરોનું ચિતર અને પાંખ તમને બીમાર બનાવી શકે છે. તેના ચિતરથી થતા ઇન્ફેકશનથી તમારા ફેફસાંને નુકશાન પહોચી શકે છે. તેવામાં તમારા ઘરમાં કબૂતરોની અવર જવર બીમારીઓને આમંત્રણ આપવા જેવું છે.

કબુતર જ્યાં હંમેશા બેસે છે, ત્યાં ચરક પણ કરે છે અને તે જ્યાં ચરક કરે છે. ફરી વખત તે જગ્યા ઉપર બેસવાનું પસંદ કરે છે. એટલા માટે કબૂતરોના ચિતર વાળી જગ્યા ઉપર દુર્ગંધ પણ આવે છે. કબૂતરોનું ચિતર સુકાય એટલે તૂટીને પાવડર જેવું થઇ જાય છે અને પાંખો ફફડાવવાથી અને ઉડવાથી તે પાવડર હવામાં ઉડે છે અને પછી આપણા શ્વાસ લેવાથી આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય છે.

કબૂતરો ઉપર શોધમાં ખુલાસો થયો છે કે આપણા શ્વાસ દ્વારા કબૂતરોનું ચિતર આપણા ફેફસાં સુધી પહોચી જાય છે, જેનાથી આપણને શ્વાસની બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ જોખમ વિષે આપણને ખબર પણ નથી પડી શકતી. ઘરોમાં એયર કંડીશન (એસી) ની આસપાસ હંમેશા કબુતર માળો બનાવી લે છે. તેવામાં આ જોખમ ઘણું વધી જાય છે.

આ અંગે થયેલી શોધ મુજબ, એક કબુતર એક વર્ષમાં ૧૧.૫ કિલો ચિતર કરે છે. કબૂતરોનું ચિતર સુકાયા પછી તેમાં જીવાત થવા લાગે છે, જે હવામાં ભળીને ચેપ ફેલાવે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, આ ચેપને કારણે જ શરીરમાં એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં ઇન્ફેકશન જેવી બીમારીઓ થઇ શકે છે. અને આ ફંગલ ઇન્ફેકશન વાળી બીમારીઓ પણ થઇ શકે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ કબુતરના ચિતર અને પાંખથી થતી બીમારીઓ મોટા ભાગે ફેફસા સાથે જોડાયેલી હોય છે, જેને હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસ કહેવામાં આવે છે. આ બીમારીમાં લંગ્સનું એલર્જીક રીએક્શન થાય છે. તે ઘણું ખતરનાક હોય છે. શરુઆતમાં તેની ખબર ન પડવાથી આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને પીડિતને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઇ શકે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસમાં પીડિતને ખાંસી થઇ શકે છે, સાંધામાં દુખાવો રહેવા લાગે છે અને ફેફસાને હવા માંથી ઓક્સીજન ખેંચવામાં તકલીફ પડી શકે છે. સમયસર ખબર ન પડે તો તે જીવલેણ પણ થઇ શકે છે. ડોકટરો ઘરમાં કબૂતરોનો જમાવડો ન થવા દેવાની સલાહ આપે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.