જયારે શરીરમાં અમ્લ અને ક્ષારનું પ્રમાણ થઇ જાય અસંતુલિત તો થાય છે આ જીવલેણ રોગ, બચવા માટે કરો આ ઉપાય
જયારે હ્રદય સુધી લોહી પહોચવામાં કોઈ મુશ્કેલી પડે છે ત્યારે હુમલો થવાની શક્યતા રહે છે. હ્રદયનો હુમલો (હાર્ટ એટેક) જેવી હ્રદયની બીમારીનો ઈલાજ સમયસર કરાવવો જોઈએ નહી તો જીવલેણ સાબિત થઇ શકે છે.
મિત્રો આપણા શરીરમાં બે જાતના તત્વો હોય છે એક અમ્લ અને બીજું ક્ષાર જો આ બન્નેનું સંતુલન ખરાબ થઇ જાય તો આપણા શરીરમાં રોગો ઉભા થવા લાગે છે જો આપણા શરીરમાં અમ્લ નું પ્રમાણ વધી જાય તો તે લોહીને ઘાટું બનાવી દે છે અને જો લોહી ઘાટું બની જાય તો ઘાટું લોહી હ્રદયની નસોમાંથી નથી પસાર થઇ શકતું અને તે અવસ્થાને હાર્ટ એટેક એટલે કે હ્રદય નો હુમલો થયો કહે છે.
હાર્ટ એટેકનો ઈલાજ મોંધો હોય છે, જેના લીધે સામાન્ય લોકો તેના ખર્ચને સરળતાથી નથી ઉપાડી શકતા. માટે આવી પરિસ્થિતિમાં આ હ્રદયની બીમારી ને જીવલેણ હોવું સામાન્ય છે. તમને ખબર હોવી જોઈએ કે હ્રદયનો હુમલો ઉપડતા જ બચાવ માટે શું ઉપાય થાય છે ? હાર્ટ એટેક માટે પણ ઘરેલું અને આયુર્વેદિક ઉપાય રહેલા છે, જેનાથી તેનો ઈલાજ શક્ય છે.
હાર્ટ એટેકના લક્ષણ :
શ્વાસ ફૂલવો, વધુ પરસેવો આવવો, છાતીમાં દુઃખાવો કે બળતરા થવી, જીવ ગભરાવો અને ઉલટી થવી, માથું ઘુમવું અને બેભાન, ગભરાટ અનુભવવી, પેટમાં દુઃખાવો થવો,
હાર્ટ એટેકનું કારણ :
હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, મોટાપો, શરીર ને કામમાં ન લેવું, ડાયાબીટીસ, વારસાગત કારણે.
બચવાના આયુર્વેદિક ઈલાજ :
યોગ, આયુર્વેદ અને ઘેરેલું ટીપ્સ ની મદદથી વગર એન્જીયોપ્લાસ્ટી ના લગભગ 80% હાર્ટ એટેકની શક્યતા ને ટાળી શકાય છે. આવી રીતે હ્રદયની બીજી બીમારી પણ ઓછી થઇ જાય છે. હ્રદયના હુમલો રોકવા માટે આયુર્વેદિકમાં અસરકારક ઉપાયો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. હાર્ટ બ્લોકેજ ખોલવા માટે ચીકાશથી ઉત્પન થતા એસીડનો નાશ કરવામાં આવે છે, જેનાથી હ્રદયની બીમારીઓ મૂળમાંથી દુર થઇ જાય છે. હ્રદયની બીમારીઓ એસીડીટીને લીધે થાય છે. એસીડીટી જે પેટ સાથે સંકળાયેલી સમસ્યા છે, જયારે તે વધી જાય છે તો તે એસીડ લોહીમાં ભળી જાય છે. જેનાથી લોહી એસીડીટી થઇ જાય છે.
જયારે આ એસીડીક લોહી રક્તવાહિનીઓમાં આગળ નથી વહી શકતી, ત્યારે બ્લોકેજ ની તકલીફ થઇ જાય છે, જેનાથી હાર્ટ એટેક થાય છે.
હાર્ટ એટેક નો આયુર્વેદિક ઈલાજ કરવા માટે બ્લડ એસીડીટીને ક્ષારવાળી વસ્તુ ખાવાની સલાહ આપવામાં આવે છે. ક્ષારવાળી વસ્તુઓ ખાવાથી લોહીની અમ્લતા ઘટી જાય છે અને બ્લોકેજ ખુલી જાય છે.
દૂધી એક ક્ષારીય શાકભાજી છે. દૂધી નો રસ કે કાચી દૂધી ખાવાથી લોહીની અમ્લતા ઓછી થાય છે. કડવી કે પોચી દૂધી નું સેવન ન કરવું જોઈએ.
તુલસીના પાંદડા માં પણ ક્ષારીય ગુણો હોય છે, જેને દૂધી ના જ્યુસમાં ભેળવીને પી શકાય છે.
દૂધી અને તુલસીની સાથે સાથે ફુદીનો પણ ક્ષારીય ગુણોથી ભરેલો છે. તમે દૂધી ના જ્યુસમાં તુલસી અને ફુદીનો ભેળવીને વધુ લાભ લઇ શકો છો. સ્વાદ માટે સીધાલું મીઠું નાખીને પીવાથી કોઈ નુકશાન થતું નથી.
હ્રદયની બીમારીઓ માટે યોગાસન
હ્રદયની અનેક બીમારીઓનો ઈલાજ નિયમિત યોગ અને પ્રાણાયામ દ્વારા પણ શક્ય છે. આગળ જણાવવામાં આવેલ 5 પ્રાણાયામ હાર્ટ તકલીફમાં લેવા લાભદાયક છે.
ભસ્ત્રિકા પ્રાણાયામ
કપાલભાતી પ્રાણાયામ
અનુલોભ-વિલોમ પ્રાણાયામ
ભ્રમરી પ્રાણાયામ
ઉદગીથ પ્રાણાયામ
હ્રદયહુમલા માટે આયુર્વેદિક દવાઓ
દિવ્ય અર્જુન કવાથ 4-4 ચમચી ખાધા પછી પીવોદિવ્ય હ્રદયામૃત 2-2 ગોળી સવાર સાંજ ખાવ
5 ગ્રામ દિવ્ય સંગેવાસન પીશ્તી, 5 ગ્રામ દિવ્ય અકીક પીશ્તી, 4 ગ્રામ દિવ્ય મુફ્તા પિશતી અને 2 ગ્રામ યોગેન્દ્ર રસ ભેળવીને મિશ્રણ બનાવી લો. 60 પુળીઓ બનાવીને મૂકી દો અને સવાર સાંજ ખાલી પેટ મધ સાથે 1-1 પુળીઓનું સેવન કરો. જયારે હ્રદયની બીમારી ગંભીર બની જાય તો આ ઉપાય અસરકારક હોય છે.
એક્યુપ્રેશરથી હાર્ટ એટેક નો ઈલાજ
હાથની સાથી નાની આંગળીની નીચે ઘટ્ટ રેખા ઉપર દબાવવાથી બધા પ્રકારના હ્રદય રોગ જેમ કે છાતીમાં સંક્રમણ, હ્રદયનો દુઃખાવો, હ્રદયઘાત, ધબકારા વધી જવા, હાર્ટ બ્લોકેજ અને કાર્ડિયોવસ્કુલર ડીસીસમાં ફાયદો મળે છે.
હાર્ટ એટેકથી બચવા માટે ઘરેલું ઉપાય
ધર્યઘાત અને હ્રદયની બીમારીઓ દર વર્ષે લાખો લોકો માટે જીવલેણ સાબિત થાય છે. રોજીંદા જિંદગી માં થોડા ઘરેલું ઉપાય કરવાથી હ્રદયની બીમારીઓથી બચી શકાય છે અને શક્ય ઈલાજ પણ કરી શકો છો.
અર્જુન છાલ હ્રદયની તમામ બીમારીઓમાં લાભદાયક છે. અર્જુન છાલની ચા પીવાથી ખુબ ફાયદો મળે છે.
નિયમિત દલિયા ખાવાથી બીમારીઓનો ભય ઓછો થઇ જાય છે.
મધ હ્રદયની તન્દુરસ્તીનું ધ્યાન રાખવામાં ઉત્તમ ઔષધી છે. રોજ 1 ચમચી મધ જરૂર ખાવું જોઈએ.
સુકા આંબળા અને સાકર ને સરખા ભાગે લઈને વાટીને રોજ પાણી સાથે 1 ચમચી સેવન કરવાથી હાર્ટ એટેકનો ભય ઓછો થઇ જાય છે.
ખાવાનું બનાવવા માટે અળસીના તેલનો ઉપયોગ કરો. અળસીમાં ઓમેગા-3 ફૈટી એસીડ હોય છે, જેનાથી હ્રદયને શક્તિ મળે છે.
હ્રદયને સ્વસ્થ રાખવા માટે ગોળમાં ઘી ભેળવીને ખાવું જોઈએ.
અળસીના પાંદડા અને સુકા ધાણાની રાબ બનાવીને પીવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે.