જમ્યા પછી તમને પણ આવે છે વારંવાર ઓડકાર, કોઈ બીમારીનો સંકેત તો નથીને.

ઓડકાર આવવા પાચન સાથે જોડાયેલી એક સામાન્ય ક્રિયા છે, જે ભોજન કર્યા પછી આવે છે. સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે કે ઓડકારનો અર્થ પાચન તંત્ર સાથે જોડાયેલો હોય છે. પરંતુ જો તમને જરૂરથી વધુ ઓડકાર આવે છે તો તમારે તેની પાછળના કારણ જાણવા જોઈએ. ખાવાનું ખાધા પછી વારંવાર ઓડકાર આવવાનો અર્થ છે કે વધુ પ્રમાણમાં હવા શરીરની અંદર જતી રહી છે. જયારે હવા અંદર જાય છે અને પેટ માંથી હવા બહાર ન નીકળે, તો તે પેટ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. પરંતુ વધુ ઓડકાર આવવા પણ ઘણી બીમારીઓના સંકેત છે.

કાંઈ પણ ખાધા પછી ઓડકાર આવવા એક સામાન્ય વાત છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ઓડકાર આવવાથી ખાધેલું ભોજન પચી જાય છે. જેથી પેટમાં કોઈ તકલીફ રહેતી નથી. ઓડકારનું મુખ્ય કારણ એ છે કે ખાવા સાથે હવા પણ પેટમાં જતી રહે છે, જે ઓડકારના રૂપમાં શરીર માંથી બહાર નીકળે છે પણ ઘણી વખત વધુ ઓડકાર આવવા લાગે છે, તો તે કોઈ ગંભીર બીમારી પણ હોઈ શકે છે. આવો જાણીએ તેના કરને કઈ બીમારી થઇ શકે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

ઇરીટેબલ બ્રાઉળ સિન્ડ્રોમ :-

આ બીમારીમાં રોગીને કબજીયાત, પેટનો દુ:ખાવો, મરડો અને ઝાડા વગેરે થઇ શકે છે. સાથે જ રોગનું એક મોટું લક્ષણ વધુ ઓડકાર આવવા પણ હોય છે. આ સમસ્યા ઉપરાંત પેપ્ટીક અલ્સરને કારણે પણ વધુ ઓડકાર આવી શકે છે.

ડીપ્રેશન :-

તણાવ ઘણી સમસ્યાઓને કારણે થાય છે. તણાવ કે કોઈ મોટા લાગણીશીલ પરિવર્તનની અસર આપણા પેટ ઉપર પણ પડે છે. લગભગ ૬૫ ટકા કેસમાં મુડમાં તાત્કાલિક અને મોટા ફેરફાર કે તણાવનું વધવું, વધુ ઓડકાર આવવાનું કારણ બને છે.

અલ્સર :-

વધુ ઓડકાર આવવાને કારણેથી પેટમાં કબજીયાત, ગેસ, ઝાડા અને મરડો જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે. આ સમસ્યાને સામાન્ય સમજીને લોકો તેનો ઈલાજ નથી કરાવતા, જેથી તે તકલીફ વધી જાય છે. તેનાથી પેટના અલ્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે.

એરોફેજીયા :-

હંમેશા એવું બને છે કે આપણે ખાવાનું ખાતી વખતે વધુ હવા પેટની અંદર લઇ લઈએ છીએ તો ઓડકાર આવવા લાગે છે. એવી સ્થિતિને એરોફેજીયા કહે છે. આ સમસ્યા માંથી બચવા માટે નાના કોળિયા લો અને મોઢું બંધ કરીને ધીમે ધીમે ખાઓ ચાવીને ગળો.

કબજિયાત :-

જે લોકોને ઘણા વધુ ઓડકાર આવે છે, તેમાંથી લગભગ ૩૦ ટકા લોકોને કબજિયાતની સમસ્યા હોય છે. આ સમસ્યા થવાથી ખાવામાં પૂરતા પ્રમાણમાં ફાઈબરનો ઉમેરો કરો. તે ઉપરાંત અપચાને કારણે પણ વધુ ઓડકાર આવે છે.

કેમ આવે છે વારંવાર ઓડકાર?

ઘણા લોકો જલ્દી જલ્દી મોટા મોટા કોળિયા લઇને ખાય છે. તેને કારણે ડાઈજેશન ઉપર અસર પડે છે અને વધુ ઓડકાર આવે છે.

ખાતી વખતે કે ભોજન લેતી વખતે વધુ મોઢું ખોલવાથી પેટમાં વધુ હવા જતી રહે છે. જેથી વધુ ઓડકાર આવે છે.

ડાઈજેશન ખરાબ હોવાને કારણે કબજિયાત કે અપચોની તકલીફ થઇ જાય છે. તેથી પેટમાં ગેસ બનવા લાગે છે અને ઓડકાર આવે છે.

પેટ ખાલી હોવાને કારણે પેટની ખાલી જગ્યામાં હવા ભરાઈ જાય છે. તે હવા ઓડકાર દ્વારા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે.

કાર્બોનેટેડ ડ્રીંકસ, જંક ફૂડ, કોબી, વટાણા, દાળ જેવા ઘણા ફૂડ પેટમાં ગેસ બનાવે છે. તે ખાધા પીધા પછી વધુ ઓડકાર આવે છે.